Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

West Bengal: મમતા સરકારે ચૂંટણી પંચ પાસે માંગ્યો 2 વર્ષનો સમય

પશ્ચિમ બંગાળમાં પણ SIR અંગે ટૂંક સમયમાં પગલાં લેવાશે રકારે પત્ર લખીને આ મામલે પૂર્માણ હિતી આપી બંગાળ સરકારે ઓછામાં ઓછા બે વર્ષનો સમય માંગ્યો West Bengal : બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં...
west bengal  મમતા સરકારે ચૂંટણી પંચ પાસે માંગ્યો 2 વર્ષનો સમય
Advertisement
  • પશ્ચિમ બંગાળમાં પણ SIR અંગે ટૂંક સમયમાં પગલાં લેવાશે
  • રકારે પત્ર લખીને આ મામલે પૂર્માણ હિતી આપી
  • બંગાળ સરકારે ઓછામાં ઓછા બે વર્ષનો સમય માંગ્યો

West Bengal : બિહારમાં વિધાનસભા ચૂંટણી 2025 માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તેવામાં મતદાર યાદી માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અહીં અટકળો તેજ થઇ હતી કે, પશ્ચિમ બંગાળમાં (West Bengal)પણ SIR અંગે ટૂંક સમયમાં પગલાં લેવામાં આવશે.જોકે, બંગાળમાં SIR શક્ય થશે તેમ કોઇ શક્યતા દેખાતી નથી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને મમતાની સરકારે પત્ર લખીને આ મામલે પૂર્માણ હિતી આપી છે.

પશ્ચિમ બંગાળમાં SIR વિશે અનિશ્ચિતતા (West Bengal)

બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા પૂર્ણ કરાયા પછી, પશ્ચિમ બંગાળમાં SIR વિશે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. બંગાળ સરકારે SIR માટે અનિચ્છા વ્યક્ત કરી છે અને ઓછામાં ઓછા બે વર્ષનો સમય પણ માંગ્યો છે. તૃણમૂલ કોંગ્રેસે SIR ને 'તમાશા'તરીકે ગણાવ્યું છે. બંગાળના મુખ્ય સચિવ મનોજ પંતે કહ્યું હતું કે, રાજ્ય હજુ SIR માટે તૈયાર થયુ નથી. આ માટે ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. તાજેતરમાં, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યું હતું કે બંગાળ SIR માટે તૈયાર છે. પરંતુ હવે બંગાળ સરકારે તે પત્રને નકારી કાઢ્યો છે.

Advertisement

આ પણ  વાંચો -Cabinet Meeting : ઉજ્જવલા,LPG અને શિક્ષણ અંગે કેબિનેટનાં 5 મોટા નિર્ણય

Advertisement

મમતા સરકારનું વલણ છે અજીબ

મુખ્ય સચિવે રાજ્યની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે ઉતાવળમાં કમિશનના CEO કાર્યાલયને પત્ર મોકલ્યો હતો. તેમણે સ્પષ્ટતા કરી હતી કે હજુ સમય આવ્યો નથી. મુખ્ય સચિવ પંત દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. તે પત્રમાં એ પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે કે CEO કાર્યાલયે રાજ્યની સલાહ લીધા વિના કમિશનને પત્ર કેમ મોકલ્યો? તે જ સમયે ભાજપ મમતા સરકારના આ વલણને હળવાશથી લઈ રહ્યું નથી. કેન્દ્રીય રાજ્ય મંત્રી સુકાંત મજુમદારે કહ્યું, બધું સમજી શકાય તેવું છે. તેઓ કોઈપણ રીતે SIR ને રોકવા માટે ઉત્સુક છે કારણ કે જો મતદાર યાદીમાં વ્યાપક સુધારો થાય છે. તો રોહિંગ્યાઓના મતોથી જીતેલી આ સરકાર હારી જશે. જો કે, કમિશન ચોક્કસપણે દેશની સાર્વભૌમત્વના રક્ષણ માટે પગલાં લેશે. તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા અરૂપ ચક્રવર્તીએ દાવો કર્યો હતો કે, SIR ના નામે માત્ર એક મજાક ચાલી રહી હોય તેમ લાગી રહ્યુ છે

Tags :
Advertisement

.

×