લો બોલો! વર્ગખંડમાં શિક્ષકે કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન, વિરોધ થતા કહ્યું - આ ખોટી વાત છે!
- કોલેજમાં વિદ્યાર્થી અને શિક્ષકના લગ્ન? વાયરલ વીડિયોએ મચાવ્યો હંગામો
- કોલેજના વર્ગખંડમાં લગ્ન! શિક્ષકે કર્યો મોટો ખુલાસો
- વિદ્યાર્થી સાથે લગ્નનો આરોપ, પ્રોફેસરે કહ્યું – આ તો ફક્ત પ્રોજેક્ટ હતો!
West Bengal Teacher Student Marriage : પશ્ચિમ બંગાળની એક કોલેજમાં વિદ્યાર્થી અને શિક્ષકના લગ્નનો એક વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ ગઇ છે. ચોંકાવનારી વાત એ છે કે આ લગ્ન કોઈ મંદિરમાં નહીં, પણ સીધા કોલેજના વર્ગખંડમાં કરવામાં આવ્યા હોવાનું વીડિયોમાં જોવા મળ્યું રહ્યું છે. વીડિયો સામે આવતા કોલેજ પ્રશાસને તાત્કાલિક પગલાં ભરતા શિક્ષકને રજા પર મોકલી દીધા છે, પરંતુ હવે શિક્ષકે પોતાનો પક્ષ રજૂ કરી એક અલગ દાવો કર્યો છે, જેના કારણે મામલો વધુ ઉગ્ર બન્યો છે.
વાયરલ વીડિયો પર પ્રોફેસરે તોડી ચુપ્પી
પશ્ચિમ બંગાળના હરિંઘટાની મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી (MAKAUT) માં વિદ્યાર્થી અને શિક્ષકના લગ્નનો વાયરલ વીડિયો વિવાદનું કેન્દ્ર બની ગયો છે. મનોવિજ્ઞાન વિભાગની પ્રોફેસર, જેઓ વીડિયોમાં દુલ્હનના પોશાકમાં વિદ્યાર્થી પાસે ઉભા દેખાઈ રહ્યા છે. જેમને સાથે ઉભો રહેલો વિદ્યાર્થી માળા પહેરાવતા અને સિંદૂર લગાવતા સ્પષ્ટપણે જોવા મળે છે. જોકે, આ વીડિયો વિશે તેમણે સ્પષ્ટતા આપતાં કહ્યું કે, કોલેજમાં કોઈ લગ્ન થયા નથી અને આ બધું ફ્રેશર્સ પાર્ટીના સંદર્ભમાં આયોજિત પ્રોજેક્ટનો એક ભાગ હતું. પ્રોફેસરે દાવો કર્યો કે આ ઘટના ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને તેમના નામને બદનામ કરવા માટે આ વીડિયો ઈરાદાપૂર્વક લીક કરવામાં આવ્યો છે. તેમણે એ પણ ઈશારો આપ્યો કે જો જરૂરી થશે તો તે વીડિયો વાયરલ કરનારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી પણ કરી શકે છે.
તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી
પ્રોફેસરે કહ્યું કે, વીડિયોમાં જે કંઈ દેખાય છે તે એક પ્રોજેક્ટનો ભાગ હતો, એક નાટક જે અમે ફ્રેશર્સ પાર્ટી માટે પ્લાન કર્યું હતું. મારા વિરુદ્ધ ષડયંત્રના ભાગ રૂપે આ જાણી જોઈને વાયરલ કરવામાં આવ્યું હતું. જે લોકોએ મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે તેમની સામે હું પોલીસ ફરિયાદ નોંધાવીશ. કાર્યકારી કુલપતિ તાપસ ચક્રવર્તીએ કહ્યું કે આ મામલાને ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને તેની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. વીડિયો વાયરલ થયા પછી, યુનિવર્સિટીના અધિકારીઓએ તપાસ શરૂ કરી અને પ્રોફેસરને રજા પર જવા કહ્યું.
આ પણ વાંચો : અજગર સાથે રમત કરવી રશિયન મોડેલને ભારે પડી, નાક પર બચકું ભર્યું - Video


