Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

WFI : નવા પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ, સાક્ષી મલિકે આપી પ્રતિક્રિયા, સંન્યાસ અંગે કહી આ વાત!

કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રવિવારે એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘ (Indian Wrestling Federation) ની નવી સંસ્થાની માન્યતાને રદ કરી છે. એટલું જ નહીં, પણ WFI ના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સંજય સિંહને (Sanjay Singh) પણ સસ્પેન્ડ...
wfi   નવા પ્રમુખ સંજય સિંહ સસ્પેન્ડ  સાક્ષી મલિકે આપી પ્રતિક્રિયા  સંન્યાસ અંગે કહી આ વાત
Advertisement

કેન્દ્રીય રમત મંત્રાલય દ્વારા રવિવારે એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે ભારતીય કુસ્તી મહાસંઘ (Indian Wrestling Federation) ની નવી સંસ્થાની માન્યતાને રદ કરી છે. એટલું જ નહીં, પણ WFI ના નવા ચૂંટાયેલા અધ્યક્ષ સંજય સિંહને (Sanjay Singh) પણ સસ્પેન્ડ કરી દીધા છે. સરકારના આ નિર્ણય પર હવે ભૂતપૂર્વ મહિલા રેસલર સાક્ષી મલિકની (Sakshi Malik) પ્રતિક્રિયા સામે આવી છે.

સાક્ષી મલિકે કહી આ વાત

Advertisement

મહિલા રેસલર સાક્ષી મલિકે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, આ નિર્ણય પહેલવાનોની ભલાઈ માટે લેવામાં આવ્યો છે. અમે કહેતા આવ્યા છીએ કે આ લડાઈ બહેન-દીકરીઓ માટે છે. આ પ્રથમ પગલું છે. દરમિયાન, જ્યારે સાક્ષી મલિકથી પૂછવામાં આવ્યું કે, આ નિર્ણય બાદ સંજય સિંહ સરકાર વિરુદ્ધ કોર્ટમાં જઈ શકે છે, ત્યારે સાક્ષીએ જવાબ આપ્યો કે, મેં હજી સુધી રિપોર્ટ જોયો નથી અને હું મારી ટીમ સાથે વાત કર્યા પછી જ તેના પર ટિપ્પણી કરીશ.

Advertisement

સંન્યાસના નિર્ણય પર સાક્ષીનો જવાબ

સાક્ષી મલિકથી જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ સરકારના નિર્ણયને કેવી રીતે જુએ છે? તો તેણે કહ્યું કે, આ લડાઈ બહેન-દીકરીઓ માટેની છે. આ લડાઈ મહિલા કુસ્તીબાજો માટેની છે. આ પ્રથમ પગલું છે. જે યોગ્ય છે. હું સરકારને વિનંતી કરીશ કે તેઓ અમારી વાતોને સમજે અને આ વાત પર ધ્યાન આપે કે અમે કેમ લડાઈ લડી રહ્યા છીએ? સંન્યાસના નિર્ણય પર સાક્ષી મલિકે કહ્યું કે, જે ફેડરેશન બનશે તેના મુજબ તેઓ આગળ નિર્ણય કરશે.

સંજય સિંહને સસ્પેન્ડ

જણાવી દઈએ કે, તાજેતરમાં ભારતીય કુસ્તી મહાસંઘની (WFI) ચૂંટણી થઈ હતી, જેમાં સંજય સિંહ (Sanjay Singh) નો વિજય થયો હતો. સંજય સિંહને ભાજપના સાંસદ અને ભૂતપૂર્વ WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહના (Brijbhushan Sharan Singh) નજીકના હોવાનું કહેવાય છે. સંજય સિંહ જ્યારેથી અધ્યક્ષ બન્યા ત્યારથી કુસ્તીબાજોએ તેમની સામે વાંધો ઊઠાવ્યો હતો. કુસ્તીબાજોએ કહ્યું કે, સંજય સિંહ બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની નજીક છે અને આવી સ્થિતિમાં WFIમાં કોઈપણ પ્રકારના સુધારો થશે તેની આશા જોવા મળી રહી નથી. સંજય સિંહના અધ્યક્ષ બનતા જ મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસની જાહેરાત કરી હતી. જ્યારે કુસ્તીબાજ બજરંગ પુનિયાએ પણ સરકારને પોતાનો પદ્મશ્રી પરત કર્યો હતો, જેના કારણે આ મામલો વધુ બિચક્યો હતો.

આ પણ વાંચો - Wrestling Federation of India: કેન્દ્ર મંત્રલાય દ્વારા રેસલિંગ ખેલાડીઓના જીવમાં નવો જીવ આવ્યો

Tags :
Advertisement

.

×