Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા શું-શું કર્યું?

સોમવારે મોડી સાંજે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે તેઓ આરોગ્યના કારણોસર રાજીનામું આપી રહ્યા છે.
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા શું શું કર્યું
Advertisement
  • જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ છોડતા પહેલા શું-શું કર્યું?

સોમવારે મોડી સાંજે જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું કે તેઓ આરોગ્યના કારણોસર રાજીનામું આપી રહ્યા છે. જોકે, વિપક્ષના ઘણા નેતાઓનું માનવું છે કે આની પાછળ અન્ય કેટલાંક કારણો હોઈ શકે છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લખેલા પત્રમાં ધનખડે જણાવ્યું કે તેઓ તાત્કાલિક અસરથી પોતાનું પદ છોડી રહ્યા છે. રાજીનામું આપતા પહેલાં સુધી જગદીપ ધનખડે રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે નિયમિત રીતે કામગીરી બજાવી હતી.

Advertisement

સોમવારે શું થયું?

Advertisement

સોમવારથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું હતું. વિપક્ષે 'ઓપરેશન સિંદૂર' અને બિહારમાં ચૂંટણી પંચના 'ગહન મતદાર પુનરાવર્તન' પર ચર્ચાની માગણી કરી હતી. આને લઈને બંને સદનોમાં હોબાળો થયો, પરંતુ કોઈને ખ્યાલ નહોતો કે મોડી સાંજે રાજકીય ભૂકંપ આવવાનો છે.

જગદીપ ધનખડે સોમવારે રાજ્યસભામાં શું કર્યું?

શ્રદ્ધાંજલિ: ધનખડે દિવસની શરૂઆત રાજ્યસભાના તે પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપીને કરી, જેમનું અવસાન બજેટ સત્ર અને ચોમાસુ સત્રની વચ્ચે થયું હતું.

નવા સભ્યોની શપથ: તેમણે રાજ્યસભાના નવા સભ્યોને શપથ ગ્રહણ કરાવ્યા

સ્થગન પ્રસ્તાવ નામંજૂર: વિપક્ષે રજૂ કરેલા 18 સ્થગન પ્રસ્તાવો, જેમાં પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, અને બિહારમાં મતદાર યાદીની સમીક્ષા પર ચર્ચાની માગણી હતી, તે ધનખડે નામંજૂર કર્યા. આનાથી વિપક્ષે હોબાળો કર્યો અને સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી.

મહાભિયોગ પ્રસ્તાવ: બપોરે જ્યારે સદન ફરી શરૂ થયું, ત્યારે વિપક્ષે જસ્ટિસ યશવંત વર્મા સામે મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો. જસ્ટિસ વર્મા પર આરોપ છે કે તેમના નવી દિલ્હીના સરકારી નિવાસમાંથી મોટી રકમ રોકડ મળી હતી. 14 માર્ચે તેમના નિવાસના સ્ટોર રૂમમાં આગ લાગી હતી, જ્યાંથી આ રોકડ મળી હોવાનું કહેવાય છે. હાલ તેઓ ઇલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ છે. ધનખડે આ મામલે રાજ્યસભાના મહાસચિવને આગળના પગલાં લેવાનો નિર્દેશ આપ્યો.

બિઝનેસ એડવાઈઝરી કમિટી: ધનખડે સદનની બિઝનેસ એડવાઈઝરી કમિટીની બેઠકની અધ્યક્ષતા પણ કરી.

જયપુર યાત્રાની જાહેરાત અને અચાનક રાજીનામું

બપોરે 3:53 વાગ્યે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB) દ્વારા એક જાહેરાત બહાર પાડવામાં આવી કે ધનખડ બુધવારે એક દિવસ માટે જયપુરની મુલાકાતે જશે. તેઓ ત્યાં રામબાગ પેલેસમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (CREDAI)ના નવનિર્વાચિત સમિતિ સભ્યો સાથે વાતચીત કરવાના હતા. પરંતુ આ બધાને ધનખડે બધાને ચોંકાવતા મોડી સાંજે ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું.

રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું, "આરોગ્યની પ્રાથમિકતા અને ચિકિત્સકીય સલાહનું પાલન કરવા માટે હું ભારતના બંધારણની કલમ 67(ક) હેઠળ તાત્કાલિક અસરથી ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપું છું." તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળનો પણ આભાર વ્યક્ત કર્યો.

વિપક્ષની પ્રતિક્રિયા

રાજીનામાં બાદ કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ સાંજે 5 વાગ્યા સુધી ધનખડ સાથે હતા. તેમણે લખ્યું, "ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિનું અચાનક રાજીનામું આશ્ચર્યજનક અને અકલ્પનીય છે. આજે સાંજે 5 વાગ્યા સુધી હું તેમની સાથે હતો, અન્ય ઘણા સાંસદો પણ હાજર હતા, અને સાંજે 7:30 વાગ્યે મારી તેમની સાથે ફોન પર વાતચીત પણ થઈ હતી."

10 જુલાઈનું નિવેદન અને AIIMSમાં સારવાર

રાજીનામાં બાદ ધનખડનું 10 જુલાઈનું એક ભાષણ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું, "હું યોગ્ય સમયે ઓગસ્ટ 2027માં નિવૃત્ત થઈશ, બશર્તે ભગવાનની કૃપા રહે." આ નિવેદનથી રાજીનામાના કારણો અંગે અટકળો શરૂ થઈ છે, પરંતુ ધનખડે પોતાના પત્રમાં માત્ર આરોગ્યના કારણોનો ઉલ્લેખ કર્યો છે.

ધનખડે માર્ચમાં દિલ્હીના AIIMSમાં એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી અને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ હતા. જોકે, ત્યારબાદ તેઓ સંસદમાં સક્રિય રહ્યા હતા.

આ પણ વાંચો-DELHI GOVT :દિલ્હી સરકારનો મોટો નિર્ણય, ઓલમ્પિકમાં જીતનાર ખેલાડીઓને મળશે અધધ..રૂપિયા

Tags :
Advertisement

.

×