ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંબાણી-અદાણી ક્યાં કરે છે રોકાણ? તમે પણ રોકાણ કરીને બની શકો છો કરોડપતિ

UBS બિલિયોનેર રિપોર્ટ (UBS Billionaires Report) અનુસાર ગત્ત એક વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
11:57 PM Dec 14, 2024 IST | KRUTARTH JOSHI
UBS બિલિયોનેર રિપોર્ટ (UBS Billionaires Report) અનુસાર ગત્ત એક વર્ષમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે
Investor how to invest Money

નવી દિલ્હી : ભારતમાં વર્ષ પ્રતિવર્ષ અબજોપતિઓની સંખ્યા વધી રહી છે. ભારતની વાત કરીએ તો ગત્ત 10 વર્ષમાં દેશમાં અબજોપતિઓની સંખ્યામાં ખુબ જ મોટો ઉછાળો આવ્યો છે. જ્યાં આ તમામ વર્ષોમાં ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને બમણી થઇ ચુકી છે. જ્યારે તેમની પ્રોપર્ટીમાં ત્રણ ગણો વધારો થયો છે. અબજોપતિઓની સંખ્યાના મામલે ભારત સમગ્ર વિશ્વમાં ત્રીજા નંબર પર પહોંચી ચુક્યું છે.

UBS બિલિયોનેર રિપોર્ટ અનુસાર ગત્ત એક વર્ષમાં ભારતની અબજોપતિઓની યાદીમાં 32 નવા અબજોપતિ જોડાયા છે. બીજી તરફ ફાઇનાન્શિયલ યર 2023-24 માં ભારતના અબજોપતિની પ્રોપર્ટીમાં 42 ટકાનો વધારો થયો છે. હવે તે વધીને 905 બિલિયન ડોલર સુધી પહોંચી ચુકી છે.

આ પણ વાંચો : વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સગાઇના બંધનમાં બંધાઇ, આ તારીખે જયપુરમાં કરશે લગ્ન

અબજોપતિઓના મામલે ભારત વિશ્વનો ત્રીજો દેશ

સૌથી વધારે અબજોપતિ ધરાવતા દેશોની યાદીમાં ભારત હવે ત્રીજા સ્થાન પર પહોંચી ચુક્યું છે. પહેલા નંબર પર અમેરિકા અને બીજા સ્થાન પર ચીન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન ભલે અબજોપતિઓની સંખ્યા બાબતે ભારતથી આગળ હોય પરંતુ ચીનમાં અબજોપતિઓની સંખ્યા સતત ઘટી રહી છે. જ્યારે ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે.

ચીનમાં ઘટી રહ્યા છે કરોડપતિ

રિપોર્ટ અુસાર CHINA માં વર્ષ 2024 માં 93 અબજપતિ ઘટ્યા છે. બીજી તરફ તેનાથી ઉલટ અમેરિકામાં અબજોપતિઓની યાદીમાં 84 અબજપતિ વધારે જોડાઇ ચુક્યા છે. બીજી તરફ અમેરિકામાં અબજોપતિઓની યાદીમાં 84 અબજોપતિ વધારે જોડાઇ ચુક્યા છે. UBS બિલિયોનેર રિપોર્ટ અનુસાર વર્ષ 2023 માં ચીનમાં અબજોપતિઓની યાદીમાં 520 અબજોપતિ નવા જોડાઇ ચુક્યા છે. જોકે વર્ષ 2024 માં આ સંખ્યા ઘટીને 427 પર આવી ગઇ.

આ પણ વાંચો : Botad: જુની અદાવતે દાઝ રાખી યુવક પર 3 શખ્સોએ કર્યો હુમલો, નોંધાઈ પોલીસ ફરિયાદ

વર્લ્ડના ટોપ બિલિયોનેર ક્યાં કરે છે રોકાણ

મોટા મોટા ઉદ્યોગપતિ માત્ર પૈસા કમાય છે, તેઓ રોકાણ ક્યાં કરે છે. જેથી તેમની વેલ્થ સતત વધતી રહે. હવે તમારા મનમાં સવાલ ઉઠી રહ્યો હશે કે વિશ્વના ટોપ બિલિયોનેર વેલ્થ વધારવા માટે પોતાના પૈસાનું રોકાણ ક્યાં કરે છે?

જો UBS બિલિયોનેર રિપોર્ટ 2024 નું માનીએ તો આગામી 12 મહિનામાં વિશ્વના સૌથી મોટા સંપત્તીવાન લોકો નીચે અપાયેલી વસ્તુમાં સૌથી વધારે રોકાણ કરે છે અને પોતાની સંપત્તીમાં વધારો કરે છે.
1. રિયલ એસ્ટેટ (Real estate)
2. માર્કેટ ઇક્વિટી (Market equity)
3. સોનું અને અન્ય કિમતી મેટલ (Gold and other precious metals)
4. પ્રાઇવેટ ઇક્વિટી (Private equity)
5. ઇન્ફ્રા પ્રોજેક્ટ (Infra projects)

આ પણ વાંચો : 15 December એ આકાશમાં દેખાશે ચંદ્રનું દુર્લભ સ્વરૂપ, જાણો મહત્વ

Tags :
Global billionaire wealthGujarat FirstGujarati Newsinvestmentlatest newsUBS Billionaire Ambitions ReportUBS Billionaires Report
Next Article