‘ભારતમાં વક્ફ બોર્ડનું શું કામ છે?’ દેવકીનંદન ઠાકુરે મહાકુંભ ધર્મ સંસદમાં ઉઠાવ્યા પ્રશ્નો
- મહાકુંભ 2025માં સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું
- ચોથી વખત ધર્મ સંસદ યોજાઈ રહી છે
- ધર્મ સંસદમાં મોટી સંખ્યામાં સાધુઓ, સંતો અને મહાત્માઓએ ભાગ લીધો
Mahakumbh Dharma Sansad: મહાકુંભ 2025માં સોમવારે સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કથાકાર દેવકીનંદન ઠાકુરે કહ્યું કે, આપણા દેશમાં નાગા સાધુઓ છે, તેમની પાસે ઘણું જ્ઞાન છે. તેમણે કહ્યું કે તેમના જ્ઞાન દ્વારા તે બધું ઠીક કરી દેશે. દેવકીનંદન ઠાકુરે વધુમાં કહ્યું કે, 2013માં કુંભની વ્યવસ્થા એવા લોકોને આપવામાં આવી હતી જેમણે 15 મિનિટની ચેલેન્જ આપી હતી, જો તમારે જોવું હોય તો આ ઈચ્છા પૂરી કરીને જુઓ, નાગા સાધુઓ અમારા માટે પૂરતા છે, સૈન્યની જરૂર નથી.
ચોથી વખત ધર્મ સંસદ યોજાઈ રહી છે
તેમણે પ્રશ્ન આગળ ઉઠાવતા કહ્યું કે, વક્ફ બોર્ડ કેવી રીતે કહી શકે કે પ્રયાગરાજની કુંભ ભૂમિ અમારી છે? એક દિવસ વક્ફ બોર્ડ કહેશે કે આખું ભારત અમારૂ છે, તો આપણે ક્યાં જઈશું? તમને જણાવી દઈએ કે, સનાતન ધર્મ સંસદ દેવકીનંદન ઠાકુરની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. આ ધર્મ સંસદમાં મોટી સંખ્યામાં સાધુઓ, સંતો અને મહાત્માઓએ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે ચોથી વખત ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે.
આપણે ફક્ત આપણા ધર્મની રક્ષા માટે મજબૂત રીતે ઊભા રહેવાનું છે
મહંત રાજુ દાસે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી, બધા સંતોએ સર્વાનુમતે દેશમાં સનાતન બોર્ડની રચના કરવાની અને વક્ફ બોર્ડને નાબૂદ કરવાની માંગનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે આગળ પ્રશ્ન ઉઠાવ્યો કે બાંગ્લાદેશમાં કોઈ હિન્દુ બોર્ડ નથી, પાકિસ્તાનમાં પણ કોઈ હિન્દુ બોર્ડ નથી, તો પછી વક્ફ બોર્ડ ભારતમાં શું કરી રહ્યું છે? તેમણે વધુમાં કહ્યું કે હવે આપણે ઘણું સહન કરી લીધું છે, હવે હિન્દુઓ પોતાનો અધિકાર લેશે. આજે દરેક વ્યક્તિએ બધું ભૂલીને પોતાના ધર્મના રક્ષણ માટે મક્કમતાથી ઊભા રહેવું પડશે.
આ પણ વાંચો : પ્રિન્સિપાલ દારુ પીને ઝંડો ફરકાવવા શાળાએ પહોંચ્યા, પોલીસે પકડ્યા તો કહ્યું આર્થિક સંકટમાં છું