Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Aditya-L1ને લઈને ISRO અધ્યક્ષ એસ.સોમનાથે શું કહ્યું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે શુક્રવારે જણાવ્યુ હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીના રોજ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આદિત્ય L1 6 જાન્યુઆરી એ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર લૈગ્રેંજિયન પોઈન્ટ પર પહોંચશે. ઈસરોએ ભારતના પહેલા...
aditya l1ને લઈને isro અધ્યક્ષ એસ સોમનાથે શું કહ્યું
Advertisement

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ. સોમનાથે શુક્રવારે જણાવ્યુ હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીના રોજ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. આદિત્ય L1 6 જાન્યુઆરી એ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર લૈગ્રેંજિયન પોઈન્ટ પર પહોંચશે. ઈસરોએ ભારતના પહેલા સૌર મિશન આદિત્ય L1ને 2 ડિસેમ્બરે શ્રી હરિકોટાના સતિશ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યું હતું. આદિત્ય L1 હેલો ઓર્બિટ L1 થી સૂર્યનો અભ્યાસ કરશે.

ઈસરોના ચીફ સોમનાથ વિજ્ઞાનને લોકપ્રિય બનાવવા કાર્યરત એક NGO દ્વારા આયોજિત ભારતીય વિજ્ઞાન સમ્મેલનમાં પહોંચ્યા હતા. ત્યાં તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આદિત્ય L1 6 જાન્યુઆરીએ લૈંગ્રેજિયન પોઈન્ટ પર પહોંચી જશે. આ અંગેની ચોક્કસ માહિતી સમયાંતરે આપવામાં આવશે.

Advertisement

સોમનાથે જણાવ્યું કે, જ્યારે આદિત્ય L1 પોઈન્ટ પર પહોંચશે ત્યારે તેનું એન્જિન ફરીથી ચાલુ કરવામાં આવશે. જેથી તે વધુ આગળ ન જાય, અને જ્યારે તે L1 સુધી પહોંચી ગયા બાદ તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગશે અને L1 માં સ્થિર થઈ જશે. ઈસરો ચીફે કહ્યું કે જ્યારે આદિત્ય-L1 પોતાના ગંતવ્ય સ્થાન L1 પોઈન્ટ પર પહોંચી ગયા બાદ આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર થતી જુદી-જુદી ઘટનાઓ વિશે જાણકારી મેળવવામાં મદદરૂપ થશે.

Advertisement

આદિત્ય L1 પોઈન્ટ પર પહોંચશે

સોમનાથે જણાવ્યું કે, જ્યારે આદિત્ય L1 પોઈન્ટ પર પહોંચશે ત્યારે તેનું એન્જિન ફરીથી ચાલુ કરવામાં આવશે. જેથી તે વધુ આગળ ન જાય, અને જ્યારે તે L1 સુધી પહોંચી ગયા બાદ તે સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરવા લાગશે અને L1 માં સ્થિર થઈ જશે. ઈસરો ચીફે કહ્યું કે જ્યારે આદિત્ય-L1 પોતાના ગંતવ્ય સ્થાન L1 પોઈન્ટ પર પહોંચી ગયા બાદ આગામી 5 વર્ષ સુધી સૂર્ય પર થતી જુદી-જુદી ઘટનાઓ વિશે જાણકારી મેળવવામાં મદદરૂપ થશે.આદિત્ય L1 મિશનનું લક્ષ્ય છે, સૂર્યની L1 કક્ષામાં પહોંચીને સૂર્યનું અધ્યયન કરવું. આ મિશન સાત પેલોડ લઈને જઈ રહ્યું છે. જે અલગ-અલગ વેવ બેંડમાં ફોટોસ્ફેયર, ક્રોમોસ્ફેયર અને સૂર્યની સૌથી બહારની ધરી પર રિસર્ચ કરવામાં મદદ કરશે.

ભારત ભવિષ્યમાં ટેક્નિકલ લેવલથી એક શક્તિશાળી દેશ બનશે : સોમનાથ

તેમણે જણાવ્યું કે, ભારત ભવિષ્યમાં ટેક્નિકલ લેવલથી એક શક્તિશાળી દેશ બનવાનો છે. સોમનાથે કહ્યું કે, ઈસરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર અમૃતકાળ દરમિયાન એક ભારતીય સ્પેસ સ્ટેશન બનાવવાની યોજના બનાવી છે. જેને ભારતીય અંતરિક્ષ સ્ટેશન કહેવાશે. તેમણે જણાવ્યું કે, અમે અતરિક્ષમાં એક નવી શક્તિઓનો ઉદય જોઈ રહ્યાં છે. અમે નવી પેઢીના સમર્થન, પ્રોત્સાહન અને તેમના માટે અર્થવ્યવસ્થાનું નિર્માણ કરવા જઈ રહ્યાં છીએ. તેમણે કહ્યું કે, ભારત તમામ મુદ્દાઓમાં અગ્રણી ન બની શકે પરંતુ, આપણે તે ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે જેમાં આપણે નંબર વન બની શકીએ.

આ પણ વાંચો-કોંગ્રેસ સંગઠનમાં થયા મોટા ફેરફાર, ગુજરાતના આ બે દિગ્ગ્જ નેતાને મળી મોટી જવાબદારી

Tags :
Advertisement

.

×