Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જ્યારે મને ખબર પડી કે મારા પિતા હાઇજેક થયેલા વિમાનમાં છે ત્યારે... : S Jaishankar

જયશંકરનો ચોંકાવનારો ખુલાસો જયશંકરે 40 વર્ષ જૂની હાઈજેક કિસ્સાનો કર્યો ખુલાસો હાઇજેક વિમાનમાં મારા પિતા પણ હતા કેન્દ્રિય વિદેશ મંત્રી એસ જયશંકર (Union External Affairs Minister S Jaishankar) અત્યારે વિદેશ પ્રવાસ (Foreign Tour) પર છે. તેમણે આજે શુક્રવારના રોજ...
જ્યારે મને ખબર પડી કે મારા પિતા હાઇજેક થયેલા વિમાનમાં છે ત્યારે      s jaishankar
Advertisement
  • જયશંકરનો ચોંકાવનારો ખુલાસો
  • જયશંકરે 40 વર્ષ જૂની હાઈજેક કિસ્સાનો કર્યો ખુલાસો
  • હાઇજેક વિમાનમાં મારા પિતા પણ હતા

કેન્દ્રિય વિદેશ મંત્રી એસ જયશંકર (Union External Affairs Minister S Jaishankar) અત્યારે વિદેશ પ્રવાસ (Foreign Tour) પર છે. તેમણે આજે શુક્રવારના રોજ 40 વર્ષ જુની ઘટનાને સંભળાવતા એક મોટો ખુલાસો કર્યો છે. જેમા તેઓ 1984 માં જ્યારે ફોરેન સર્વિસના નવ નિયુક્ત અને યુવા અધિકારી હતા અને પોતે એરક્રાફ્ટ હાઈજેકના કેસમાં હાઈજેકર્સ સાથે કામ કરતી ટીમનો ભાગ હતા ત્યારે તેમને ખબર પડી હતી કે જે વિમાનના હાઈજેકનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ તે કરી રહ્યા હતા તેમા તેમના પિતા પણ મુસાફરી કરી રહ્યા હતા. તેમના પિતા કૃષ્ણસ્વામી સુબ્રમણ્યમ પણ સિવિલ સર્વિસ ઓફિસર હતા. અપહરણકર્તાઓ તે પ્લેનને હાઈજેક કરીને દુબઈ લઈ ગયા હતા.

હાઇજેક વિમાનમાં મારા પિતા હતા : એસ જયશંકર

એસ જયશંકર (S Jaishankar) વિદેશી ધરતી પર ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. સમુદાય સાથે વાત કરતા, તેમણે કહ્યું કે મોટાભાગના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રી એ જાણવા માટે ઉત્સુક છે કે ભારતમાં શું થઈ રહ્યું છે. વિદેશી ધરતી પર, જયશંકરે (S Jaishankar) વેબસિરીઝ IC 814: ધ કંદહાર હાઇજેક પર પણ પ્રતિક્રિયા આપી હતી. વેબ સિરીઝ પર તેમણે કહ્યું કે મેં ફિલ્મ જોઈ નથી. તેથી હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું. 1984માં એક પ્લેનને હાઇજેક કરવામાં આવ્યું હતું. હું તે સમયે યુવા અધિકારી હતો. હું એ ટીમનો એક ભાગ હતો જે હાઇજેકિંગ સાથે કામ કરી રહી હતી. કામના દબાણને કારણે મેં મારી માતાને ઘરે ફોન કરીને કહ્યું કે હું ઘરે નહીં આવી શકું. પછી મને ખબર પડી કે મારા પિતા પણ એ જ ફ્લાઈટમાં હતા. તે ખૂબ જ રસપ્રદ હતું કે એક બાજુ ટીમનો એક ભાગ હતો જે હાઇજેકિંગ પર કામ કરી રહી હતી. બીજી તરફ, હું પણ પીડિત પરિવારોનો એક ભાગ હતો જેમના પોતાના તે વિમાન હતા અને તેઓ સરકાર પર દબાણ કરી રહ્યા હતા. સદનસીબે ત્યાં કોઈને કંઈ થયું નહોતું.

Advertisement

Advertisement

શું થયું હતું આ હાઇજેકમાં?

ઉલ્લેખનીય છે કે, 24 ઓગસ્ટ, 1984ના રોજ નવી દિલ્હીથી શ્રીનગર જતી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ IC 421 જ્યારે ચંદીગઢથી જમ્મુ જતી વખતે હાઈજેક થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થતાની સાથે જ ખાલિસ્તાન તરફી હાઈજેકર્સ કોકપીટમાં ઘુસી ગયા અને કહ્યું કે પ્લેન હાઈજેક થઈ રહ્યું છે. તે સમયે તે અપહરણકર્તાઓ પાસે કૃપાણ અને પાઘડીમાં હથિયાર તરીકે ઉપયોગમાં લેવાતી સોય હતી. તમામ હાઈજેકર્સ યુવાન હતા અને ખાલિસ્તાનના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. બાદમાં તે પ્લેન પઠાણકોટ પરથી પસાર થઈને દુબઈ લઈ જવામાં આવ્યું હતું. 36 કલાક પછી, 12 પ્રો-ખાલિસ્તાન હાઇજેકરોએ આત્મસમર્પણ કર્યું અને તમામ 68 મુસાફરો અને 6 ક્રૂને સલામત રીતે મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો:  કેન્દ્ર સરકારે Port Blair નું બદલ્યું નામ, હવે આ નામે ઓળખાશે

Tags :
Advertisement

.

×