Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vishwa Sanskrit Diwas 2025: વિશ્વ સંસ્કૃત દિવસે ક્યારે ઉજવવામાં આવે છે, જાણો તારીખ અને તેનું ખાસ મહત્વ

સંસ્કૃત ભાષાની પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે
vishwa sanskrit diwas 2025    વિશ્વ સંસ્કૃત દિવસે ક્યારે ઉજવવામાં આવે છે  જાણો તારીખ અને તેનું ખાસ મહત્વ
Advertisement

Vishwa Sanskrit Diwas 2025 : સંસ્કૃતને ભારતીય સંસ્કૃતિની ભાષા કહેવામાં આવે છે. આ ભાષાની પરંપરાને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે સંસ્કૃત દિવસ ઉજવવામાં આવે છે. સૌથી જુની ભાષા એટલે સંસ્કૃત છે. આ ભાષાને દેવની ભાષા પણ કહેવામાં આવે છે.

Advertisement

સંસ્કૃત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vishwa Sanskrit Diwas 2025: સંસ્કૃત દિવસ દર વર્ષે રક્ષાબંધન અથવા શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિએ આવે છે, જે સામાન્ય રીતે જુલાઈ-ઓગસ્ટ વચ્ચે આવે છે.

Advertisement

સંસ્કૃત દિવસ ૨૦૨૫ ક્યારે છે

Vishwa Sanskrit Diwas 2025 :  સંસ્કૃત દિવસ ૯ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. ઉદય તિથિ અનુસાર, શ્રાવણ પૂર્ણિમા આ દિવસે હશે અને રાખીનો તહેવાર પણ ઉજવવામાં આવશે.

સંસ્કૃત દિવસ શા માટે ઉજવવામાં આવે છે

સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિ, જ્ઞાન અને પરંપરાના મૂળ સાથે જોડાયેલી છે અને આ બધાનું સન્માન કરવા માટે, સંસ્કૃત દિવસની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત, આ દિવસ સંસ્કૃતને દૈનિક જીવન અને નવી પેઢી સાથે જોડવા માટે પણ ઉજવવામાં આવે છે. ઉપરાંત, સંસ્કૃત દિવસ ઉજવવાનો હેતુ સંસ્કૃતને 'આંતરરાષ્ટ્રીય ભાષા' તરીકે માન્યતા અપાવવાનો છે. જેટલા વધુ લોકો આ ભાષા જાણશે, તેટલું જ ભારતનું પ્રાચીન શિક્ષણ અને જ્ઞાન ફેલાશે. સંસ્કૃત દિવસ ઉજવવાનું મહત્વ પણ આ જ છે.

ભારતમાં આ દિવસે ઉજવાયો હતો પ્રથમ સંસ્કૃત દિવસ

ભારત સરકાર દ્વારા પ્રથમ વખત સંસ્કૃત દિવસ 1969 માં ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા અને તેને સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ દિવસ શ્રાવણ પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે સંસ્કૃત એ માનવજાત માટે જાણીતી સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક છે. આ ભાષાએ સદીઓથી ભાષાશાસ્ત્રીઓ અને વિદ્વાનોને આકર્ષિત કર્યા છે. તેની પ્રાચીનતા હોવા છતાં, સંસ્કૃત એક બહુમુખી ભાષા છે જેણે ઘણી આધુનિક ભાષાઓનો આધાર પૂરો પાડ્યો છે, જેમાં આજે બોલાતી ઘણી ભાષાઓનો પણ સમાવેશ થાય છે. સૌથી જુની ભાષા એટલે સંસ્કૃત છે. આ ભાષાને દેવની ભાષા પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો:      Joint Pain: સાંધાના દુખાવાની છે સમસ્યા તો અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે રાહત!

Tags :
Advertisement

.

×