Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Tej Pratap Yadav Lalu Yadav વચ્ચે ક્યારે સુધરશે સંબંધો, ચૂંટણીમાં દેખાશે અસર?

શું લાલુ અને તેજ પ્રતાપ વચ્ચેના સુધરશે સંબંધો? તેજ પ્રતાપ યાદવનું પ્રકરણ ખાનગી કે રાજનૈતિક ? સંપત્તિ અને પક્ષમાંથી કાઢી મુક્યા છે? Tej Pratap Yadav Lalu Yadav : તેજ પ્રતાપ યાદવના અનુષ્કા યાદવ સાથેના સંબંધો જ્યારથી જાહેર થયા છે....
tej pratap yadav lalu yadav વચ્ચે ક્યારે સુધરશે સંબંધો  ચૂંટણીમાં દેખાશે અસર
Advertisement
  • શું લાલુ અને તેજ પ્રતાપ વચ્ચેના સુધરશે સંબંધો?
  • તેજ પ્રતાપ યાદવનું પ્રકરણ ખાનગી કે રાજનૈતિક ?
  • સંપત્તિ અને પક્ષમાંથી કાઢી મુક્યા છે?

Tej Pratap Yadav Lalu Yadav : તેજ પ્રતાપ યાદવના અનુષ્કા યાદવ સાથેના સંબંધો જ્યારથી જાહેર થયા છે. ત્યારથી યાદવ પરિવાર પર સંકટ આવ્યાની સ્થિતિ સર્જાઇ છે. લાલુ યાદવે તેજ પ્રતાપ યાદવને તેમના પરિવાર, સંપત્તિ અને પક્ષમાંથી કાઢી મુક્યા છે. લાલુ યાદવનો પરિવાર તેજ પ્રતાપ સાથે કોઇ વાતચીત નથી કરતો. અને તેઓને કોઇપણ પ્રકારનું સમર્થન નથી આપી રહ્યો. બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ત્યારે આ વણસેલા સંબોધોની અસર ચૂંટણી પર થઇ શકે છે.

ક્યારે સુધરશે સંબંધો ?

લાલુ પ્રસાદ યાદવ અને તેજ પ્રતાપ યાદવના વણસેલા સંબંધો ભૂતકાળ યાદ અપાવી રહ્યા છે. લાલુના સાળા સાધુ યાદવ અને સુભાષ યાદવ પણ સિયાસતની બગાવતમાં પોતાની ઓળખ ભૂલાવી ચુક્યા હતા. ત્યારે ફરી આ ભૂતકાળ ન સર્જાય તે માટે તેજ પ્રતાપ યાદવ અને લાલુ યાદવે સંવાદ સાધવો જરુરી બન્યો છે. પિતા-પુત્ર વચ્ચે પડેલી તિરાડ ક્યારે દૂર થશે તેના પર સૌ કોઇની નજર છે. અનુષ્કા યાદવ સાથે સંબંધોએ તેજ પ્રતાપને પરિવારથી દૂર કર્યો છે. 12 વર્ષના સંબંધોની જાહેરાતે ભારે ચર્ચા જગાવી છે.

Advertisement

આ પણ  વાંચો -ECI : 'અમે ચર્ચા માટે તૈયાર, તારીખ અને સમય ઈમેલ કરો'

Advertisement

તેજ પ્રતાપ યાદવનું પ્રકરણ ખાનગી કે રાજનૈતિક ?

તેજ પ્રતાપ યાદવની હકાલપટ્ટી તેમના અંગત જીવન સાથે જોડાયેલી છે. ઐશ્વર્યા રાય સાથેના તેમના લગ્ન વિવાદોથી ઘેરાયેલા રહ્યા. અનુષ્કા યાદવ સાથેના તેમના સંબંધોએ પરિવારને છબીને નુકસાન પહોંચાડ્યુ. બિહાર ચૂંટણી 2025ના પ્રચાર-પ્રસારની પ્રક્રિયામાં પણ નુકસાન થયુ. તો આ તરફ, લાલુ યાદવે પોસ્ટ મુકતા લખ્યુ હતુ કે, અંગત જીવનના ખોટા નિર્ણયો સામાજિક ન્યાયમાં કમજોરી પેદા કરે છે. ત્યારે હવે આ વિવાદિત માહોલમાં સંબંધોમાં સુધાર ખૂબ જરુરી બન્યો છે.

Tags :
Advertisement

.

×