કોણ છે IPS અલંકૃતા સિંહ? જેની વિદેશ યાત્રા પર પેદા થયો વિવાદ, આપવું પડ્યું રાજીનામું
- આઇપીએસ અલંકૃતા સિંહે આપ્યું રાજીનામું
- અલંકૃતા સિંહ વિદેશ યાત્રા બાદ આવ્યા હતા વિવાદમાં
- આઇપીએસ અલંકૃતા સિંહ નું રાજીનામું હાલ ચર્ચાનો વિષય
IPS Alankrita Singh Resignation Accepted : આઇપીએસ અલંકૃતા સિંહે પરવાનગી વગર જ વિદેશ યાત્રા કરવા અંગે વિવાદ પેદા થઇ ગયો અને આખરે રાજીનામું આપી દેવાયું. જેને હાલમાં જ મંજૂરી મળી ગઇ. જાણો એક સફળ અધિકારીનું કરિયર કઇ રીતે વિવાદમાં ઘેરાઇ ગયું.
IPS Alankrita Singh Resignation Accepted:દેશનો દરેક યુવાન લગભગ આઇએએસ કે આઇપીએસ અધિકારી બનવાનું સપનું જોતો હોય છે. જો કે 2008 બેચના આઇપીએસ અધિકારી અલંકૃતા સિંહે આ સપનું પૂર્ણ કર્યા બાદ પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તેમનું રાજીનામું મંજૂર પણ કરી લેવામાં આવ્યું છે. તેમની વિદેશ યાત્રા અને પરવાનગી વગર જ લંડન જવાના મામલે ખુબ જ સમાચારો બન્યા હતા. તો આવો જાણીએ કોણ છે અલંકૃતા સિંહ અને તેમની વિદેશ યાત્રા પર એવું તે શું થયું કે, તેમને આઇપીએશ પદ છોડવું પડ્યું.
આ પણ વાંચો : Himmatnagar : આવી ધાંધલી! Parle નાં ક્રેકજેક બિસ્કીટનાં પેકેટ અંગે ગ્રાહકે કર્યો ચોંકાવનારો દાવો
કોણ છે અલંકૃતા સિંહ
અલંકૃતા સિંહ મુળ રીતે જમશેદપુર, ઝારખંડના રહેવાસી છે. 2008 માં યુપીએસસી પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ આઇપીએસ અધિકારી બન્યા. પોતાની સેવા રદમિયાન તેમને ચાર વર્ષ સુધી મસુરીના લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકેડેમીમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કામ કર્યું. ત્યાર બાદ તેઓ ઉત્તર પ્રદેશ મહિલા અને બાળ સંરક્ષણ સંગઠનમાં એસપી તરીકે જોડાયા હતા.
કઇ રીતે થયો વિવાદ?
2021 માં અલંકૃતા સિંહ વિભાગીય પરવાનગી અને રજા લીધા વગર જ લંડન જતા રહ્યા હતા. લંડન પહોંચ્યા બાદ તેમણે વ્હોટ્સએપ કોલ દ્વારા મહિલા અને બાલ સંરક્ષણ સંગઠનના તત્કાલીન એડીજીને આ માહિતી આપી કે તેઓ લંડનમાં છે. તેમના અચાનક વિદેશ જવા અને રજા મંજુર નહીં હોવાના કારણે વિભાગ દ્વારા તેમની વિરુદ્ધ તપાસ બેસાડવામાં આવી હતી.
આ પણ વાંચો : Kutch : વારંવાર રજૂઆત છતાં ન્યાય ન મળતા વૃદ્ધ અરજદારે ભુજ કલેકટર કચેરીએ લેટળીયા ખાધા!
અલંકૃતા સિંહને સસ્પેન્ડ કરીને વિભાગીય કાર્યવાહી
હવે અલંકૃતા સિંહે 20 ઓક્ટોબર, 2021 ના રોજ ઓફીસમાં રિપોર્ટ કર્યો નહોતો. જેને ગંભીર બેદરકારી અને અનુશાસનહિનતા માનવામાં આવી. ત્યાર બાદ તેમની વિરુદ્ધ ઓલ ઇન્ડિયા સર્વિસ રૂલ્સ 1969 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. 23 ડિસેમ્બર, 2021 ના રોજ તેમને આરોપપત્ર આપવામાં આવ્યું. ચાર મહિના બાદ તેમને લખનઉ ડીજીપી મુખ્યમથક સાથે એટેચ કરી દેવામાં આવ્યા અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. સસ્પેન્શન દરમિયાન તેમને નિર્વહન ભથ્થુ આપવામાં આવ્યું અને સુનિશ્ચિત કરવા જણાવાયું કે, તેઓ કોઇ અન્ય રોજગાર અથવા વ્યાપારમાં જોડાયેલા ન હોય.
શું છે IPS અલંકૃદા સિંહના રાજીનામાનું કારણ
રિપોર્ટ અનુસાર અલંકૃતા સિંહના પતિ લંડનમાં રહે છે. વ્યક્તિગત કારણોને કારણે તેમને આઇપીએસ પદના રાજીનામા આપવાનો નિર્ણય કર્યો. સસ્પેન્શન બાદ તેમણે ઉત્તરપ્રદેશ સરકારને પોતાનું રાજીનામું આપી દીધું. જે હાલમાં જ મંજૂર કરવામાં આવ્યું.
આ પણ વાંચો : અમેરિકા અને ઇઝરાયેલ પર કેસ ચલાવો! ICC એ વોરન્ટ ઇશ્યું કરતા ભડક્યું તાલિબાન
કેમ બન્યું આ મામલો ચર્ચાનો વિષય?
અલંકૃતા સિંહની પરવાનગી વગર વિદેશ યાત્રા અને વિભાગીય કાર્યવાહીએ આ મામલો ચર્ચામાં લાવી દીધો. સરકારી સેવામાં નિયમો અને અનુશાસનના મહત્વને આ મામલે એકવાર ફરીથી જાહેર કરી દીધી. જો કે અલંકૃતાએ ોપતાના અંગત જીવનને પ્રાથમિકતા આપતા આઇપીએસ પદ છોડવાનો નિર્ણય લીધો.
હવે ક્યાં છે અલંકૃતા સિંહ
રાજીનામા બાદ અલંકૃતા હવે લંડનમાં પોતાના જ પરિવાર સાથે છે. તેમની વાત તે જણાવે છે કે, સરકારી સેવામાં કામ કરતા સમયે નિયમોનું પાલન કેટલું જરૂરી છે. સાથે જ વ્યક્તિગત જીવન અને પ્રોફેશનલ જવાબદારીઓ વચ્ચે સંતુલન બનાવવું પણ મોટો પડકાર હોઇ શકે છે.
આ પણ વાંચો : IRCTC ની ખાસ સેવાઓ, ફ્લાઇટ, ટ્રેન અને ટેન્ટ બુકિંગ પર શાનદાર Offers


