ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Assembly Elections 2023 : MP-રાજસ્થાન અને છત્તીસગઢમાં કોની બની રહી છે સરકાર?, જાણો કોને કેટલી સીટ

દેશના 5 રાજ્યોમાં આગામી દિવસોએ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈ તમામ પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. મહત્વનું છે કે, તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 7 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીને આવતા...
12:54 PM Nov 05, 2023 IST | Hiren Dave
દેશના 5 રાજ્યોમાં આગામી દિવસોએ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈ તમામ પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. મહત્વનું છે કે, તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 7 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીને આવતા...

દેશના 5 રાજ્યોમાં આગામી દિવસોએ વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈ તમામ પક્ષો મતદારોને રીઝવવામાં લાગ્યા છે. મહત્વનું છે કે, તેલંગાણા, મિઝોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં 7 નવેમ્બરથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીને આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં કોનું  પલડું ભારે   છે  તે  જાણવાનો પ્રયત્ન કર્યો

 

MPમાં શું છે સ્થિતિ ?
મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. રાજ્યમાં કુલ 230 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીએ 116નો જાદુઈ આંકડો પાર કરવો પડશે. ત્યારે  મળી માહિતી અનુસાર રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. સર્વે મુજબ કોંગ્રેસ 230માંથી 118થી 130 સીટો કબજે કરી શકે છે. જ્યારે ભાજપને 99થી 111 બેઠકો અને અન્યને 0થી 2 બેઠકો મળી શકે છે. રાજ્યમાં કોંગ્રેસને 44 ટકા વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 42 ટકા અને અન્યને 14 ટકા વોટ મળી શકે છે.

 

રાજસ્થાનમાં ચાલશે મોદી મેજિક ?

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. રાજ્યમાં કુલ 200 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીએ 101નો જાદુઈ આંકડો પાર કરવો પડશે. સર્વે અનુસાર રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી શકે છે. સર્વે મુજબ ભાજપ 200 સીટોમાંથી 114 થી 124 સીટો કબજે કરી શકે છે. જ્યારે કોંગ્રેસને 67થી 77 બેઠકો અને અન્યને 5થી 13 બેઠકો મળી શકે છે. રાજસ્થાનમાં ભાજપને 45 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 42 ટકા અને અન્યને 13 ટકા વોટ મળી શકે છે.

 

છત્તીસગઢમાં કોંગ્રેસ જીતશે?
છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે. રાજ્યમાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. સરકાર બનાવવા માટે કોઈપણ પાર્ટીએ 46નો જાદુઈ આંકડો પાર કરવો પડશે. સર્વે મુજબ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની શકે છે. સર્વે મુજબ કોંગ્રેસ 90 સીટોમાંથી 45 થી 51 સીટો કબજે કરી શકે છે. જ્યારે ભાજપને 36થી 42 બેઠકો અને અન્યને 2થી 5 બેઠકો મળી શકે છે. રાજ્યમાં કોંગ્રેસને 45 ટકા વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 43 ટકા અને અન્યને 12 ટકા વોટ મળી શકે છે.

 

સર્વેથી ભાજપ ચોંકયું ?
આ તરફ હવે આ સર્વે અનુસાર ભાજપને ત્રણમાંથી માત્ર એક રાજ્યમાં જ લીડ મળી રહી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ આગળ છે. છત્તીસગઢમાં પણ કોંગ્રેસની સરકાર ફરી શકે છે. જોકે રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસ કરતા આગળ જણાય છે.

 

આ  પણ  વાંચો -મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ-મેઇલ મોકલી ખંડણી માગનાર ગાંધીનગરથી ઝડપાયો

 

Tags :
Assembly Elections 2023ChhattisgarhMadhya PradeshRajasthanSea Water Survey
Next Article