Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam : આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો? NIAએ કર્યો ખુલાસો

NIAની તપાસમાં ખુલાસો થયો (NIA Report) પહલગામ હુમલામાં 3 આતંકી હતા આશરો આપનારા લોકોને 3000 રૂપિયા આપ્યા NIA Report : NIAની તપાસમાં ખુલાસો (NIA Report)થયો છે કે પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Attack)ખાલી 3 આતંકી હતા. તેમને આશરો આપનારા લોકોને...
pahalgam   આતંકીઓએ ‘બાયસરન ખીણ’માં જ કેમ હુમલો કર્યો  niaએ કર્યો ખુલાસો
Advertisement
  • NIAની તપાસમાં ખુલાસો થયો (NIA Report)
  • પહલગામ હુમલામાં 3 આતંકી હતા
  • આશરો આપનારા લોકોને 3000 રૂપિયા આપ્યા

NIA Report : NIAની તપાસમાં ખુલાસો (NIA Report)થયો છે કે પહલગામ આતંકી હુમલામાં (Pahalgam Attack)ખાલી 3 આતંકી હતા. તેમને આશરો આપનારા લોકોને ખાલી 3000 રૂપિયા આપ્યા હતા. બે સ્થાનિક મદદગારની ધરપકડ કરી છે. ડિજિટલ પુરાવાએ આ રહસ્ય ખોલ્યું છે. જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાની તપાસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ચોંકાવનારા રહસ્યો ખોલ્યા છે. તપાસ અનુસાર, આ હુમલો કરવા માટે ખાલી ત્રણ આતંકી આવ્યા હતા. આ આતંકીઓને સ્થાનિક સ્તર પર મદદ પણ મળી હતી. તેના માટે તેમને ખાલી 3000 રૂપિયા આપ્યા હતા.NIA અધિકારીઓનું કહેવું છે કે હુમલાનો ઉદ્દેશ્ય વધુમાં વધુ ડર ફેલાવવાનો અને સુરક્ષાદળોની પ્રતિક્રિયામાં મોડું થવાનો ફાયદો ઉઠાવવાનો હતો. પહલગામને ટાર્ગેટ બનાવવા પાછળ આ પણ કારણ હતું કે તે વિસ્તાર શહેરથી દૂર, પર્યટકોથી ભરેલો અને અલગ જગ્યા છે.

હાશિમ મૂસા પર શંકા (Pahalgam Attack)

તપાસ એજન્સી હવે આતંકી હાશિમ મૂસાની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હાશિમ હાલમાં ઘાટીમાં સક્રિય એક આતંકી ટોળકીનું નેતૃત્વ કરે છે. NIAને શંકા છે કે આ હુમલાનું કાવતરું અને પ્લાનિંગમાં તેમની મહત્ત્વની ભૂમિકા હોઈ શકે છે.

Advertisement

આ પણ  વાંચો -J&K-Himachal Flood : જમ્મુમાં વરસાદે 115 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હિમાચલમાં હજારો મુસાફરો ફસાયા!

Advertisement

ડિજિટલ પુરાવાથી કડી મળી

NIAને આતંકીઓ પાસેથી કેટલાય ડિજિટલ ડિવાઈસ મળ્યા છે. તેની ફોરેન્સિક તપાસ થઈ રહી છે. આ ઉપરાંત ઘટનાસ્થળેથી મળેલી ખાલી કારતૂસ પણ તેના હથિયારો સાથે મેચ થયા છે. તેનો ઉપયોગ આતંકીઓએ કર્યો હતો. આ ટેકનિકલી પુરાવા સાબિત કરે છે કે આ હુમલો ખૂબ જ પ્લાનિંગથી કર્યો હતો.

આ પણ  વાંચો -Mohan Bhagwat : 75 વર્ષની વયે નિવૃત્તિ વિશે મોહન ભાગવતનું મોટું નિવેદન

સ્થાનિક મદદગારની ધરપકડ

તપાસમાં ખુલાસો થયો છે કે આતંકીઓને શરણ આપનારા બે સ્થાનિક લોકોને આ કામના બદલામાં ખાલી 3000 રૂપિયા મળ્યા હતા. બંને આરોપીઓને NIAએ ધરપકડ કરી લીધા છે અને તેમની સાથે પૂછપરછ થઈ રહી છે. એજન્સીનું માનવું છે કે સ્થાનિક મદદ વિના આતંકી આટલા મોટા હુમલાને અંજામ આપી શકે નહીં.

આ પણ  વાંચો-Bihar High Alert : નેપાળના રસ્તે બિહારમાં ઘુસ્યા જૈશના 3 આતંકી, પોલીસ હેડક્વાર્ટરે હાઇએલર્ટ જાહેર કર્યું

પહલગામને કેમ ટાર્ગેટ બનાવ્યું?

NIAના જણાવ્યા અનુસાર, પહલગામ એક લોકપ્રિય પર્યટન સ્થળ છે, જે શહેરથી દૂર આવેલું છે. આ જ કારણ હતું કે આતંકી તેને ટાર્ગેટ બનાવવા માગતા હતા, જેથી વધુમાં વધુ લોકો પ્રભાવિત થાય અને સુરક્ષા દળોને ત્યાં પહોંચવામાં સમય લાગે. આ રણનીતિની અસર પણ થઈ અને હુમલા દરમ્યાન આ વિસ્તારમાં ભય ફેલાઈ ગયો.

હવે આગળ શું થશે?

હાલમાં NIA હાશિમ મૂસાની ભૂમિકા અને ડિજિટલ પુરાવાના આધાર પર આખા કાવતરાનો ખુલાસો કરવામાં લાગેલી છે. તપાસ એજન્સીનું કહેવું છે કે આ મામલામાં અન્યની પણ ધરપકડ થઈ શકે છે.

Tags :
Advertisement

.

×