Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેનો કટાક્ષ, જાણો શું કહ્યું...

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રયાગરાજ મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના પર કટાક્ષ કર્યો છે. ખડગેએ કહ્યું, શું સ્નાન કરવાથી રોજગાર મળશે, શું આપણને ખાવા માટે ખોરાક મળશે?
શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેનો કટાક્ષ  જાણો શું કહ્યું
Advertisement
  • શાહના મહાકુંભમાં ડૂબકી લગાવ્યા બાદ ખડગેએ તેમના પર કટાક્ષ કર્યો
  • લોકો ડૂબકી લગાવાની સ્પર્ધા કરી રહ્યા છે : ખડગે
  • બાબા સાહેબનો ઉદ્દેશ્ય સમાનતા સ્થાપિત કરવાનો

Kharge's sarcasm on Amit Shah : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પ્રયાગરાજ મહાકુંભને લઈને ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. મધ્યપ્રદેશના મહુમાં કોંગ્રેસની જય બાપુ, જય ભીમ, જય સંવિધાન રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે, શું ગંગામાં ડૂબકી લગાવવાથી યુવાનોને રોજગાર મળશે?, શું ગરીબી નાબૂદ થશે?, શું આપણને ખાવા માટે ખોરાક મળશે? તેમણે કહ્યું કે, હું કોઈની શ્રદ્ધાને ઠેસ પહોંચાડવા માંગતો નથી. દેશમાં બાળકો શાળાઓમાં નથી જઈ રહ્યા, મજૂરોને મજૂરી નથી મળી રહી.

લોકો ડૂબકી લગાવાની સ્પર્ધા કરી રહ્યા છે

'તેમણે કહ્યું કે, લોકો ડૂબકી લગાવાની સ્પર્ધા કરી રહ્યા છે. ટીવીમાં સારી રીતે ડૂબકી ન લાગે ત્યાં સુધી ડૂબકી લગાવતા રહો. આપણે બધા ધર્મમાં શ્રદ્ધા રાખીએ છીએ. ધર્મ આપણા બધા સાથે છે, પરંતુ જો કોઈ પણ સમાજમાં ધર્મના નામે ગરીબોનું શોષણ થાય તો આપણે તેને ક્યારેય સહન કરીશું નહીં.

Advertisement

આ પણ વાંચો :  મધ્યપ્રદેશના જબલપુરમાં ખુની ખેલ; એકસાથે 4 લોકોની હત્યા, શહેરમાં સનસનાટી

Advertisement

બાબા સાહેબનો ઉદ્દેશ્ય સમાનતા સ્થાપિત કરવાનો હતો

ખડગેએ વધુમાં કહ્યું કે, બાબા સાહેબનો ઉદ્દેશ્ય લોકોમાં સમાનતા સ્થાપિત કરવાનો હતો અને આ માટે તેમણે ઘણા કાયદા બનાવ્યા. જો કોઈએ તેમને સંપૂર્ણ ટેકો આપ્યો હોય, તો તે પંડિત નેહરુ અને મહાત્મા ગાંધી હતા. સમર્થન મળ્યા પછી જ બાબા સાહેબ આંબેડકર બંધારણ સભાના પ્રમુખ બન્યા. જો તમારે કંઈક પ્રાપ્ત કરવું હોય તો તમારે એક થઈને સખત મહેનત કરવી જોઈએ. જ્યાં સુધી તમે એક નહીં થાઓ, ત્યાં સુધી તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે.

અમિત શાહે આજે ગંગામાં ડૂબકી લગાવી

ખડગેનું આ નિવેદન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મહાકુંભમાં ડૂબકી લગાવ્યા પછી આવ્યું છે. શાહ આજે પ્રયાગરાજ પહોંચી ગયા છે. જ્યાં તેમણે સંતો અને ઋષિઓ સાથે મહાકુંભમાં ડૂબકી લગાવી છે. શાહની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. એક દિવસ પહેલા એટલે કે રવિવારે, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પણ મહાકુંભ પહોંચ્યા હતા અને ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી.

આ પણ વાંચો : વકફ પેનલે NDA ના તમામ સુધારાઓનો સ્વિકાર કર્યો, વિપક્ષની તમામ માંગનો અસ્વિકાર

Tags :
Advertisement

.

×