Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભગવાનને મળવાની ઈચ્છામાં મહિલાએ 5માં માળેથી લગાવી છલાંગ, સુસાઈડ નોટમાં 'આત્મબલિદાન'નો ઉલ્લેખ

હૈદરાબાદમાં ચોંકાવનારી ઘટના, ભગવાનને મળવા માટે યુવતીએ આત્મહત્યા કરી લીધી
ભગવાનને મળવાની ઈચ્છામાં મહિલાએ 5માં માળેથી લગાવી છલાંગ  સુસાઈડ નોટમાં  આત્મબલિદાન નો ઉલ્લેખ
Advertisement
  • ભગવાનને મળવાની ઈચ્છામાં મહિલાએ 5માં માળેથી લગાવી છલાંગ, સુસાઈડ નોટમાં 'આત્મબલિદાન'નો ઉલ્લેખ
  • હૈદરાબાદમાં ચોંકાવનારી ઘટના

હૈદરાબાદ: હૈદરાબાદના હિમાયતનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં 43 વર્ષીય મહિલા પૂજા જૈને ઇમારતની પાંચમી માળથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના ત્યારે બની જ્યારે તેમના પતિ અરુણ કુમાર જૈન ઑફિસમાં ગયેલા હતા. જાણવા મળ્યું છે કે પૂજા જૈન છેલ્લા કેટલાક દિવસોથી અતિશય ધાર્મિક અને આધ્યાત્મિક વૃત્તિમાં લીન થઈ હતી.

ઘટના બાદ પોલીસે જ્યારે ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમને એક સુસાઈડ નોટ મળી જેમાં પૂજાએ લખ્યું હતું કે તે ઈશ્વરથી મળવા માટે આત્મબલિદાન આપી રહી છે. સુસાઈડ નોટમાં તેમણે સ્પષ્ટ કર્યું કે આ પગલું તેમણે પૂર્ણ આસ્થા અને શ્રદ્ધા સાથે લીધું છે, જેથી તેઓ પ્રભુની નજીક પહોંચી શકે.

Advertisement

પડોશીઓના જણાવ્યા અનુસાર, પૂજા છેલ્લા દિવસોમાં ધ્યાન, પૂજા-પાઠ અને ધાર્મિક ગ્રંથોમાં અતિશય રુચિ લેવા લાગી હતી. તે ઘણી વખત કહેતી હતી કે તેમને હવે સંસારી જીવનથી મુક્તિ જોઈએ અને પ્રભુની શરણમાં જવું છે.

Advertisement

પોલીસે મૃતદેહને કબજે લઈને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દીધો છે અને મામલાની તપાસ ચાલુ છે. હાલમાં કોઈ પ્રકારની ષડયંત્ર કે માનસિક બીમારીની આશંકા વ્યક્ત નથી કરવામાં આવી, પરંતુ પોલીસ દરેક પાસાઓથી તપાસ કરી રહી છે.

નોંધ: (જો તમે કે તમારા કોઈ પરિચિતના મનમાં આત્મહત્યાનો વિચાર આવે તો તે ખૂબ જ ગંભીર મેડિકલ ઈમરજન્સી છે. તાત્કાલિક ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઈન 18002333330 પર સંપર્ક કરો. તમે ટેલિમાનસ હેલ્પલાઈન નંબર 1800914416 પર પણ કોલ કરી શકો છો. અહીં તમારી ઓળખ પૂર્ણપણે ગોપનીય રાખવામાં આવશે અને નિષ્ણાતો તમને આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે જરૂરી પરામર્શ આપશે. યાદ રાખો, જાન છે તો જહાન છે.)

આ પણ વાંચો- મહારાષ્ટ્ર સરકારના નવા કાયદાનો ‘વિધાનસભાથી રોડ-રસ્તાઓ’ સુધી વિરોધ કેમ?

Tags :
Advertisement

.

×