Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
- ભાજપે કરી દિલ્હીની મહિલાઓ માટે મોટી જાહેરાત
- મહિલા સમૃદ્ધિ યોજનાને મળી મંજુરી
- ટૂંક સમયમાં પોર્ટલ શરૂ કરવામાં આવશે
Big announcement for Delhi women : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બીજેપીએ દિલ્હી જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, CM રેખા ગુપ્તા અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, બૈજયંત પાંડા, મહિલા મોરચાના પ્રમુખ વનાતિ શ્રીનિવાસન અને સાંસદ કમલજીત સેહરાવત હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે.
પોર્ટલ ટૂંક સમયમાં શરૂ થશે
કેબિનેટે આજે (શનિવાર, 8 માર્ચ) મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. મહિલા સમૃદ્ધિ યોજના અંગે દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે ટૂંક સમયમાં માપદંડ અને પોર્ટલ શરૂ કરવામાં આવશે, જેના આધારે નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રી રેખા ગુપ્તા સમિતિના અધ્યક્ષ રહેશે
માહિતી આપતાં દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, મહિલા દિવસના સુંદર અવસર પર અમે અમારી કેબિનેટની બેઠક યોજી હતી. તેમાં અમારા તમામ કેબિનેટ સહયોગીઓ હાજર હતા. અમે અમારી જાહેરાતોને પૂર્ણ કરવા માટે કામ કર્યું છે. આજે અમે મહિલા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. કેબિનેટે મહિલા સમૃદ્ધિ યોજનાને મંજૂરી આપી છે. અમે કેબિનેટ યોજના હેઠળ 50 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે મહિલા સમૃદ્ધિ યોજના માટે એક સમિતિની રચના કરી છે, જેની અધ્યક્ષતા હું પોતે કરીશ.
"Registration for Mahila Samridhi Yojana will begin soon": Delhi CM Rekha Gupta
Read @ANI Story | https://t.co/6pWMXWtZzz#DelhiCM #RekhaGupta #MahilaSamridhiYojana #Registration pic.twitter.com/d6YVQCjEdi
— ANI Digital (@ani_digital) March 8, 2025
આ પણ વાંચો : આજે International Women's Day ની થઇ રહી છે ઉજવણી, જાણો તેનો ઇતિહાસ અને ઉદ્દેશ
યોજનાની જાહેરાતથી મહિલાઓમાં ઉત્સાહ
સીએમ રેખા ગુપ્તાએ કાર્યક્રમ દરમિયાન મોરચાના સભ્યોનું સન્માન કર્યું હતું. સમૃદ્ધિ યોજનાને લઈને મહિલા મોરચાના સભ્યોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંતર્ગત BPL પરિવારની મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવામાં આવશે.
JLN સ્ટેડિયમમાં આવેલી મહિલાઓમાં આ યોજનાને લઈને ઘણી ખુશી જોવા મળી હતી. તેમણે કહ્યું કે દિલ્હીની મહિલાઓ લાંબા સમયથી આની રાહ જોઈ રહી હતી. તે ખૂબ જ આનંદની વાત છે. રેખાજીએ અમને અપાર ખુશી આપી છે. જ્યારથી એક મહિલા મુખ્યમંત્રી બની છે ત્યારથી અમે ખૂબ ખુશ છીએ. મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું. મહિલાઓના કારણે ભાજપની સરકાર બનશે. તમને જણાવી દઈએ કે આ યોજના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા બીજેપી શાસિત રાજ્યોમાં પણ લાગુ છે, જ્યાં પાત્ર મહિલાઓને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે.
લાભાર્થી બનવા માટે પાત્રતા
- મહિલા દિલ્હીની રહેવાસી હોવી જોઈએ.
- તેની ઉંમર 21 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- તેણી અન્ય કોઈ સરકારી લાભો ન લેતી હોવી જોઈએ.
- મહિલા BPL કાર્ડધારક હોવી જોઈએ.
- મહિલા કોઈ સરકારી પદ પર ન હોવી જોઈએ.
- પરિવારમાં ફક્ત એક જ મહિલાને આ લાભ મળશે.
આ પણ વાંચો : મિલોના પુનરુત્થાન અને આધુનિકીકરણ માટે અમિત શાહ પહોંચ્યા સૌરાષ્ટ્ર


