વાહ પોલીસ વાહ! ચાલતા જતા વ્યક્તિને પોલીસે પરાણે હેલમેટનો મેમો આપ્યો
- પગપાળા જતા વ્યક્તિને પકડીને અપાયો મેમો
- ગંભીર ગુનો ન હોવા છતા પોલીસ કસ્ટડીમાં રખાયો
- સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ ઝાટકણી કાઢી
ભોપાલ : સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક મામલાને કારણે લોકો ચોંકી ઉઠ્યા છે. જ્યાં મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક વ્યક્તિ પગે ચાલતો હતો અને પોલીસે તેને હેલ્મેટ નહીં પહેરવા માટેનું ચલણ ફાડ્યું હતું.
દ્વિચક્રી વાહન પર હેલમેટ ફરજીયાત
રસ્તા પર દ્વિચક્રી વાહનો ચલાવતા સમયે હેલમેટ લગાવવું ખુબ જ જરૂરી છે, કારણ કે તે અકસ્માતના સમયે જોખમ ઘટાડે છે અને તમારો બચાવ કરે છે. દેશમાં હેલમેટ વગર દ્વિચક્રિ વાહનો ચલાવવું બિનકાયદેસર છે. જેના પર પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવે છે. જો કે જરા વિચારો, તમે પગે ચાલીને જતા હો અને પોલીસ તમને પકડીને હેલમેટ પહેરવાનું ચલણ ફટકારે તો કેવું હોય?
આ પણ વાંચો : Uttarayan: ગુજરાતની ફેમસ ચીલ પતંગ, જાણો ક્યા અને કેવી રીતે બને
પગપાળા જતા વ્યક્તિનું પોલીસે દંડ ફટકાર્યો
મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક વ્યક્તિ પર પગપાળા જતા સમયે હેલમેનટ ન પહેરવાના કારણે 300 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યાર બાદ તે વ્યક્તિએ પોલીસ અધીક્ષકનો સંપર્ક કરીને દોષિત અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી. ઘટના પન્ના જિલ્લાથી આશરે 40 કિલોમીટર દૂર અજયગઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઇ. સુશિલ કુમાર શુક્લા નામના વ્યક્તિ અનુસાર તે પોતાની પુત્રીના જનમ દિવસે મહેમાનોને આમંત્રીત કરવા જઇ રહ્યા હતા, ત્યારે અચાનક પોલીસની ગાડીએ તેમને અટકાવ્યા હતા.
પુત્રીના બર્થડેનું નિમંત્રણ આપવા પગપાળા જતો હતો વ્યક્તિ
શુક્લાએ દાવો કર્યો કે, તેને પરાણે પોલીસની ગાડીમાં બેસાડી દેવામાં આવ્યો. તેને અજયગઢ પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો. થોડા સમય માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો. જ્યારે તેમણે જણાવ્યું કે તેમની પુત્રીનો જન્મ દિવસ છે માટે તેને છોડાવી દેવામાં આવે. તેઓ અધિકારીઓએ કથિત રીતે નજીકમાં ઉભેલી એક ગાડીનો રજીસ્ટ્રેશન નંબર લખી લીધો અને હેલમેટ વગર બાઇક ચલાવવા માટે તેના પર દંડ ફટકારવામાં આવ્યો. ઘટનાથી પરેશાન શુક્લાએ પન્ના જઇને એસપીને લેખિત ફરિયાદ કરીને તપાસ માટેની માંગ કરી હતી.
આ પણ વાંચો : Yuzvendra Chahal એ કરી જીવનની નવી શરૂઆત, ઇન્સ્ટાગ્રામ પર આપી ખુશખબરી
સોશિયલ મીડિયા પર પોલીસ તંત્રની મજાક
ફરિયાદ પર પ્રતિક્રિયા આપતા એસપીએ મીડિયાને કહ્યુ કે, સમગ્ર મામલે તપાસ ચલાવાઇ રહી છે. અજયગક્ષ એસડીઓપી રાજીવ સિંહ ભદૌરિયાને તપાસ સોંપવામાં આવી છે. શરૂઆતી માહિતી અધુરી લાગી રહી છે અને આશ્વાસન આપ્યું કે, તપાસના નિષ્કર્ષો બાદ કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર મામલો સામે આવ્યો યુઝર્સે પોલીસ તંત્રના વર્તન અને વલણની ઝાટકણી કાઢી હતી. એક યુઝરે લખ્યું કે, પોલીસના હાથ માત્ર નબળા અને ગરીબ લોકો સુધી જ પહોંચે છે.
ગરીબી અને ભુખમરો માત્ર પોલીસમાં જ છે
એક યુઝરે લખ્યું કે, એવા લોકોને નોકરી આપનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ થવી જોઇએ. અન્ય યુઝરે લખ્યું કે, દેશમાં પોલીસનાં નામે લુખ્ખાગીરી અને ઉઘાડી લૂંટ ચાલી રહી છે. મોંઘવારી, ભુખમરાથી સૌથી વધારે પ્રભાવિત પોલીસ છે. જેના કારણે તે કોઇનેપણ રોકીને લૂંટ કરે છે.
આ પણ વાંચો : અયોધ્યા: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પહેલી વર્ષગાંઠની ઉજવણી શરૂ


