Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Goa ના બીચ પર હવે નહીં કરી શકો આ કામ, પકડાયા તો....!

ગોવાના સીએમ પ્રમોદ સાવંતની મોટી જાહેરાત રાજ્યની સરહદ પર જ યોગ્ય દંડ વસૂલવામાં આવશે ખુલ્લામાં રસોઈ કરતા જોવા મળશે તો દંડ વસૂલાશે   Goa new Rules: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે એક મોટી (Goa new Rules)જાહેરાત કરી છે. સીએમએ...
goa ના બીચ પર હવે નહીં કરી શકો આ કામ  પકડાયા તો
Advertisement
  • ગોવાના સીએમ પ્રમોદ સાવંતની મોટી જાહેરાત
  • રાજ્યની સરહદ પર જ યોગ્ય દંડ વસૂલવામાં આવશે
  • ખુલ્લામાં રસોઈ કરતા જોવા મળશે તો દંડ વસૂલાશે

Goa new Rules: ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે એક મોટી (Goa new Rules)જાહેરાત કરી છે. સીએમએ જાહેરાત કરી હતી કે જો ગોવા રાજ્યમાં પ્રવેશ કરતી વખતે પ્રવાસી વાહનમાં સ્ટોક ગેસ સિલિન્ડર જેવી વસ્તુઓ મળી આવશે, તો રાજ્યની સરહદ પર જ યોગ્ય દંડ વસૂલવામાં આવશે (Goa Chief Minister Pramod Sawant)અને તેમનો સામાન પણ જપ્ત કરવામાં આવશે. આ સિવાય ગોવામાં જો કોઈ ખુલ્લામાં રસોઈ કરતા જોવા મળશે તો પોલીસ તેમને તેમની કાર સહિત કસ્ટડીમાં લેશે અને દંડ પણ વસૂલશે.

Advertisement

Advertisement

પિમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ

સીએમ પ્રમોદ સાવંતે એમ પણ કહ્યું કે ભીખ માંગવા, બીચ મસાજ અને પિમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. ગોવાની ખુલ્લી જગ્યાઓ પર ફરતા માલિશ કરનારાઓ પ્રવાસીઓને માલિશ કરે છે, પ્રવાસીઓને હેરાન કરતા ભિખારીઓ અને પર્યટન ક્ષેત્રમાં કાર્ય કરતા દલાલો પર પણ કાર્યવાહી કરવામાં આવશે.

સીએમ સાવંતે આ જાહેરાત કરી

ગોવામાં નવા કાયદાઓ (ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ) ના અમલીકરણની સમીક્ષા કરવા માટે ઉચ્ચ કક્ષાના અધિકારીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી પોર્વોરિમમાં મંત્રાલય (સચિવાલય) ખાતે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ સાવંતે આ જાહેરાત કરી હતી.

આ પણ  વાંચો - મનોજ કુમારના નિધન પર PM મોદીએ કર્યુ ટ્વિટ, જાણો શું કહ્યું?

નવા નિયમો જાહેર કર્યા

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શુક્રવારે ગોવામાં સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ બંનેની હેરાનગતિને રોકવા માટે કેટલાક સેફ્ટી રુલ્સની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે હવે માત્ર બોડી કેમેરાવાળા પોલીસ ઈન્સ્પેક્ટર જ દિવસ દરમિયાન ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પર ચલણ (દંડ) ઈશ્યુ કરી શકશે. તેમણે જણાવ્યું હતું કે રાત્રિના સમયે, ફક્ત પોલીસ ઇન્સ્પેક્ટર અથવા સબ-ઇન્સ્પેક્ટર તેમના યુનિફોર્મ પર કેમેરા પહેરીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ચલણ આપી શકશે. નવો નિયમ શુક્રવાર (4 એપ્રિલ)થી લાગુ થઈ ગયો છે.

આ પણ  વાંચો - Manoj Kumar Death Reason: મનોજ કુમારનું મૃત્યુ કેવી રીતે થયું, આખરે 'ભરત કુમાર'ને શું થયું હતુ?

ગેસ સિલિન્ડર અને સ્ટવ જપ્ત કરાશે

મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રવેશતા તમામ પ્રવાસી વાહનોની રાજ્ય સરહદે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. જો તેઓ રસ્તાના કિનારે રસોઈ બનાવતા જોવા મળશે, તો તેમના ગેસ સ્ટવ અને સિલિન્ડર જપ્ત કરવામાં આવશે અને તેમના વાહનોને દંડ કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×