Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"તમે દરેક વચન પૂરા કર્યા," દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડ્યું, ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી

ટનલના ઉદ્ઘાટન પર ઓમર અબ્દુલ્લાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તમે તમારા બધા વચનો પૂરા કરી રહ્યા છો. તમે કાશ્મીર અને દિલ્હી વચ્ચેના દિલનુ અંતર ઘટાડી દીધું છે. દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર હવે ઓછું થઈ ગયું છે, જેનું તમે વચન આપ્યું હતું.
 તમે દરેક વચન પૂરા કર્યા   દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર ઘટાડ્યું  ઓમર અબ્દુલ્લાએ પીએમ મોદીની પ્રશંસા કરી
Advertisement
  • જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં PM મોદીએ ઝેડ-મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું
  • ઓમર અબ્દુલ્લા અને PM મોદી વચ્ચે ખૂબ જ સારો તાલમેલ જોવા મળ્યો
  • ટનલના ઉદ્ઘાટન પર ઓમર અબ્દુલ્લાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી

PM મોદીએ ઝેડ-મોર ટનલનું ઉદ્ઘાટન કર્યું

Inauguration of Z-Mor Tunnel in Sonamarg : જમ્મુ અને કાશ્મીરના સોનમર્ગમાં ઝેડ-મોર ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને એલજી મનોજ સિંહા હાજર રહ્યાં હતા, જ્યારે ઓમર અબ્દુલ્લા પણ મુખ્યમંત્રી તરીકે હાજર હતા. વિપક્ષી પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતા હોવા છતાં, છેલ્લા કેટલાક દિવસોમાં ઓમર અબ્દુલ્લા અને PM મોદી વચ્ચે ખૂબ જ સારો તાલમેલ જોવા મળ્યો છે. ટનલના ઉદ્ઘાટન પર ઓમર અબ્દુલ્લાએ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી અને કહ્યું કે, તમે તમારા બધા વચનો પૂરા કરી રહ્યા છો. તમે કાશ્મીર અને દિલ્હી વચ્ચેના દિલનું અંતર ઘટાડી દીધું છે. દિલ અને દિલ્હી વચ્ચેનું અંતર હવે ઓછું થઈ ગયું છે, જેનું તમે વચન આપ્યું હતું.

કાશ્મીર દેશના તમામ ભાગો સાથે જોડાયેલું રહેશે

ઓમર અબ્દુલ્લાએ કહ્યું, 'અમારૂ સૌભાગ્ય છે કે, તમે આ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે.' તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટમાં ઘણા અવરોધો આવ્યા, પરંતુ તમે અને નીતિન ગડકરીજીએ કામ ઝડપથી આગળ વધાર્યું. હવે અહીં વર્ષના 12 મહિના પર્યટન રહેશે અને કાશ્મીર દેશના તમામ ભાગો સાથે જોડાયેલું રહેશે. તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોને કારણે સરહદ પર શાંતિ સ્થાપિત થઈ છે. આના કારણે, લોકો દૂરના વિસ્તારોમાં પણ પહોંચી રહ્યા છે. આપણે કલ્પના પણ નથી કરી શકતા કે દૂરના વિસ્તારોમાં પણ કેટલી મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. આશા છે કે, હવે ઘણા લોકો સોનમર્ગમાં પણ આવશે. ઝોજીલા ટનલનું કામ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો  : જ્યાં દર્શન કરવા પણ મુશ્કેલ તેવા 200 વર્ષ જુના ઐતિહાસિક મંદિરમાં લગ્નના આયોજનથી હોબાળો

Advertisement

Tags :
Advertisement

.

×