તમારે 'ઇમરજન્સી' જોવી જોઈએ, તમને ગમશે; પ્રિયંકા ગાંધીએ પણ કંગનાની ઓફરનો આપ્યો જવાબ
- ફિલ્મ ઈમરજન્સી ઈન્દિરા ગાંધી દ્વારા જાહેર કરાયેલ ઈમરજન્સી પર આધારિત છે
- કંગના રનૌતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે
- કંગનાએ પ્રિયંકા ગાંધીને તેની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' જોવા વિનંતી કરી
Emergency: તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈમરજન્સી 1975માં ઈન્દિરા ગાંધી દ્વારા ભારતમાં જાહેર કરાયેલ ઈમરજન્સી પર આધારિત છે. કંગના રનૌતે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે અને તેણે મુખ્ય ભૂમિકા પણ ભજવી છે.
કંગનાએ પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવા ઓફર કરી
ફિલ્મ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશની મંડી સીટથી લોકસભા સાંસદ કંગના રનૌતે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાને તેમની આગામી ફિલ્મ 'ઇમરજન્સી' જોવા વિનંતી કરી છે. આ ફિલ્મમાં કંગના પૂર્વ વડાપ્રધાન અને પ્રિયંકા ગાંધીની દાદી ઈન્દિરા ગાંધીનો રોલ કરી રહી છે. આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ફસાઈ ગઈ હતી. આ મામલો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. હવે આ ફિલ્મ 16મી જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
કંગનાએ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી
કંગના રનૌતે સંસદમાં પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત દરમિયાન આ ફિલ્મ વિશે વાત કરી અને કહ્યું કે, તેણે પ્રિયંકા ગાંધીને ફિલ્મ જોવા માટે કહ્યું છે. આ મીટિંગનો ઉલ્લેખ કરતા કંગનાએ કહ્યું કે, "હું સંસદમાં પ્રિયંકા ગાંધીજીને મળી અને મેં તેમને કહ્યું કે, 'તમારે ઈમરજન્સી જોવી જોઈએ.' પ્રિયંકાજી ખૂબ જ નમ્ર હતા અને તેમણે કહ્યું, 'હા, કદાચ.' મેં કહ્યું, 'તમને તે ચોક્કસ ગમશે.'
ઈન્દિરા ગાંધીનું પાત્ર ખૂબ જ સન્માન સાથે ભજવવાનો પ્રયાસ કર્યો
કંગના રનૌતે એમ પણ કહ્યું કે, તેણે ઈન્દિરા ગાંધીનું પાત્ર ખૂબ જ સંવેદનશીલતા અને સન્માન સાથે ભજવવાનો પ્રયાસ કર્યો છે. તેણે કહ્યું, "મને લાગે છે કે તે ખૂબ જ સંવેદનશીલ અને બુદ્ધિશાળી ચિત્રણ છે, જે વ્યક્તિત્વ અને ઐતિહાસિક ઘટનાને અત્યંત આદર સાથે દર્શાવે છે."
આ પણ વાંચો : Delhi : શીશમહેલથી રાજમહેલ સુધી, AAP-BJP વચ્ચે નવા વિવાદનો શુભારંભ


