મોટી બ્રાન્ડ્સે સની લિયોનીને મેક-અપ, કપડાં આપવાનો કર્યો ઇન્કાર
દેશભરના લોકોની પસંદગી, એક એવું વ્યક્તિત્વ કે જેનું નામ કે ચહેરો કોઈનીથી પણ અજાણ્યો નથી. પરંતુ તે પણ જ્યારે મોટી બ્રાન્ડ કે મેકઅપ અથવા કપડાંના પ્રમોશન માટે નકારવામાં આવે તો કેવું લાગશે? આ વિશે બોલિવૂડ અભિનેત્રી સની લિયોનનો અંગત અનુભવ વાંચો.બોલિવૂડ અભિનેત્રી સની લિયોન દેશભરના કરોડો લોકો માટે જાણીતું નામ છે, સાથે જ તે એક લોકપ્રિય ચહેરો છે. સનીની ખ્યાતિથી કોઈથી અજાણ નથી. પરંતુ તે આઘà
Advertisement
દેશભરના લોકોની પસંદગી, એક એવું વ્યક્તિત્વ કે જેનું નામ કે ચહેરો કોઈનીથી પણ અજાણ્યો નથી. પરંતુ તે પણ જ્યારે મોટી બ્રાન્ડ કે મેકઅપ અથવા કપડાંના પ્રમોશન માટે નકારવામાં આવે તો કેવું લાગશે? આ વિશે બોલિવૂડ અભિનેત્રી સની લિયોનનો અંગત અનુભવ વાંચો.
બોલિવૂડ અભિનેત્રી સની લિયોન દેશભરના કરોડો લોકો માટે જાણીતું નામ છે, સાથે જ તે એક લોકપ્રિય ચહેરો છે. સનીની ખ્યાતિથી કોઈથી અજાણ નથી. પરંતુ તે આઘાતજનક લાગે છે, જ્યારે તે કહે છે કે તેને પણ રિજેક્શન અથવા તમે કહી શકાય કે, ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં સની કહે છે. તેનો પણ આ ઇન્ડ્રસ્ટ્રીમાં અસ્વીકાર થયો છે. સાથે જ બ્રાન્ડ તેને જાહેર ખબરોમાં લેવાં તૈયાર નથી તેથી તેણે પોતાની સેલ્ફ બ્રાન્ડ બનાવી છે.
તમારી કારકિર્દીને કેવી રીતે સંતુષ્ટ કરવી તે તમારા પર
એક ઈન્ટરવ્યુમાં સની કહે છે, "અલબત્ત, જીવનમાં દરેકને અસ્વીકારનો સામનો કરવો પડે છે તે તમારી કરિયરને અસર કરે છે, પરંતુ પછી લાગે છે કે કાલે કંઈક સારું થશે. તમારે ઘણું બધું કરવાનું છે. જો તમે કામ કોઇ એક પાસેથી મેળવી શકતા નથી જો તમે કામ અન્ય બીજાં પાસેથી મેળવી શકો છો. તમારી જાતને અને તમારી કારકિર્દીને કેવી રીતે સંતુષ્ટ કરવી તે તમારા પર છે. સની લિયોનીની ઘણી મોટી ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર લગભગ 52.4 મિલિયન લોકો તેને ફોલો કરે છે. પરંતુ જ્યારે બ્રાન્ડ્સની વાત આવે છે, ત્યારે બધું ઉંધુ થઇ જાય છે. તાજેતરમાં જ સનીએ ખુલાસો કર્યો કે કેવી રીતે મોટી બ્રાન્ડ્સ તેને સાઇડલાઇન કરે છે. તેમને કોઈ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મળતું નથી.
તમે તેમને મોટા નામ જે લાગતા નથી
સનીએ ખુલાસો કર્યો, “ભારતમાં કોઈ મેકઅપ બ્રાન્ડ નથી જે મને તેમની એડ ફિલ્મમાં સામેલ કરી શકે તમને લાગે છે કે હું સારી હોઈ શકું છું, પરંતુ તેમના મટે અયોગ્ય છું. એક કપડાની બ્રાન્ડ જે તમને ઇવેન્ટમાં પહેરવા માટે ફક્ત એટલા માટે કપડાં નહીં આપે કારણ કે તમે તેમને મોટા નામ જે લાગતા નથી. તો તમે શું કરશો? તેથી મેં મારી પોતાની મેકઅપ, તેમજ મારી પોતાની કપડાંની બ્રાન્ડ બનાવી. આ મારું છે. હું તેને જે રીતે ઈચ્છું છું તે રીતે બનાવીશ" લોકોને લાગે છે કે ફિલ્મ સાઈન કરવાનો અર્થ માત્ર હા પાડવી. પરંતુ તે એવું નથી, તમે ઘણી બધી વસ્તુઓ માટે હા કહો છો. ફિલ્મના સેટથી લઇને મેક-અપ હોય, કપડાં હોય, હેર પ્રોડક્ટ હોય, તમારો કોન્ટ્રાક્ટ હોય કે સ્ટાઈલિશ હોય, તમે બધે હા કહો. ઓછામાં ઓછું તે મારા માટે છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણે નથી કરતા. એવી ઘણી બધી વસ્તુઓ છે જેને આપણે ના કહીએ છીએ અને કદાચ તેમની લાગણીઓને ઠેસ પહોંચાડીએ છીએ. તેના વિશે વિચારો,જો તમે કંઈક વેચવાનો પ્રયાસ કરી રહ્યાં છો અને તેઓ ના કહે છે, તો તે ચોક્કસપણે નુકસાન પહોંચાડે છે. પરંતુ ઘણી વખત મને અમુક પ્રોજેક્ટ માટે રિજેક્ટ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે સની લિયોને 2018માં સ્ટાર સ્ટ્રક નામની પોતાની મેકઅપ બ્રાન્ડ લોન્ચ કરી હતી, જ્યારે સાથે જ તેની પોતાની ક્લોથિંગ બ્રાન્ડ અને પ્રોડક્શન હાઉસ પણ છે.


