Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમારું બાળક પોતાના જ ભાઈ-બહેનથી જ ચીડાય છે ? આ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ હોઇ શકે

જો તમને લાગે કે તમારા માતા-પિતા તમારા બીજા તમારા ભાઈ-બહેનો કરતાં તમારા પર ઓછું ધ્યાન આપે છે, તો તમે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમથી પીડિત હોઈ શકો છો. ચાલો જાણીએ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે, ચાલો જાણીએ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે, તેના લક્ષણો અને કેવી રીતે દૂર થાય.શું છે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમતમે ઘણીવાર લોકોને કહેતા અને કરતા સાંભળ્યા હશે કે ઘરના મોટા બાળક અથવા નાના બાળકને માતાપિતાનું વધુ
શું તમારું બાળક પોતાના જ ભાઈ બહેનથી જ ચીડાય છે   આ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ હોઇ શકે
Advertisement
જો તમને લાગે કે તમારા માતા-પિતા તમારા બીજા તમારા ભાઈ-બહેનો કરતાં તમારા પર ઓછું ધ્યાન આપે છે, તો તમે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમથી પીડિત હોઈ શકો છો. ચાલો જાણીએ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે, ચાલો જાણીએ મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ શું છે, તેના લક્ષણો અને કેવી રીતે દૂર થાય.
શું છે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ
તમે ઘણીવાર લોકોને કહેતા અને કરતા સાંભળ્યા હશે કે ઘરના મોટા બાળક અથવા નાના બાળકને માતાપિતાનું વધુ ધ્યાન અને પ્રેમ મળે છે. જો તમે તમારા ઘરમાં ન તો સૌથી મોટા છો અને ન તો સૌથી નાના છો, અને તમારી જાતને વચ્ચે ફસાયેલા અનુભવો છો. જો તમને લાગે કે તમારા માતા-પિતા તમારા બાકીના ભાઈ-બહેનો કરતાં તમારા પર ઓછું ધ્યાન આપે છે, તો તમે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમથી પીડિત હોઈ શકો છો. ઘરના પહેલા કે સૌથી નાના બાળકને પ્રેમ મળતો જોઈને જ્યારે બીજું બાળક ઉદાસ કે હતાશ થવા લાગે ત્યારે તેને સેકન્ડ કે મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમ કહેવાય છે.
મિડલ ચાઇલ્ડ સિન્ડ્રોમના લક્ષણો
આત્મસન્માન અને ઈર્ષ્યાની લાગણી- મોટા ભાઈ-બહેનો સાથે સરખામણી કરવામાં આવે તો બાળકોનો આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે. સરખામણીઓ પણ ઘણીવાર તેનામાં ઈર્ષ્યાની લાગણી પેદા કરી શકે છે.
દિશાહીન- જો પરિવારના સૌથી મોટા બાળક અથવા સૌથી નાના બાળક પર વધુ ધ્યાન આપવામાં આવે તો વચ્ચેના બાળકનું જીવન ઘણીવાર દિશાહીન બની જાય છે. બાળકને લાગવા માંડે છે કે તેના માતા-પિતા તેને ઓછો પ્રેમ કરે છે અને આ તેની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતાને પણ અસર કરી શકે છે, જે તેની સોશિયલ સ્કીલ પર અસર કરે છે.
ઉપેક્ષા- જો પરિવારમાં બાળકના વખાણ ન થાય અથવા માતા-પિતા તેની સાથે સમય વિતાવતા ન હોય તો બાળકને લાગવા માંડે છે કે પરિવારને તેની ઉપેક્ષા કરે છે. આવી સ્થિતિમાં બાળક તેના પરિવાર સાથે ઓછું જોડાય છે. 
એકલા- સેકન્ડ ચાઈલ્ડ સિન્ડ્રોમથી પીડિત બાળકો સતત એકલા રહેવાનું પસંદ કરે છે.
ગુસ્સો અને નકારાત્મકતા- નિષ્ણાતો કહે છે કે બીજું બાળક પોતાની અંદર ઘણો ગુસ્સો અને નકારાત્મકતાને દબાવી રાખે છે.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમથી બચવાના ઉપાયો-
- દરેક બાળક પોતાનામાં ખાસ હોય છે. બની શકે છે કે તેમની ક્ષમતા ઓછી વત્તી હોઇ શકે તેથી  તમારા બાળકોની સતત એકબીજા સાથે સરખામણી ન કરો.
- મોટાં ભાગના માતા પિતા પોતાની તમામ અપેક્ષા બાળક પર થોપી દેતાં હોય છે તેથી બાળક સાથે  આવું ન થાય  તે માટે ફક્ત તમારા મનની વાત ન કરો, બાળકને પણ સાંભળવાનો પ્રયાસ કરો. તેમના શબ્દો સાંભળો અને તેમને માર્ગદર્શન આપો. 
- જો પરિવારમાં કોઈ મુશ્કેલી આવે તો તમારા તમામ બાળકોને તેમાં સામેલ કરો. જેથી તેમનો જીવનમાં રસ વધે અને     આત્મવિશ્વાસ કેળવાય 
- જો બાળકને લાગે કે તમે પરિવાર તેમને ઓછો પ્રેમ કરે છે અથવા ઓછો સમય આપો છે, તો તેને સમજાવો કે આવું કેમ છે. તેથી બાળકો તેમના મનમાં કોઅ ગ્રંથિ ન બનાવે. દરેક બાળકની કોઇ ખામી કે ખૂબી હોય છે તેને ખીલવા દો. 
Tags :
Advertisement

.

×