Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શિખર ધવને પ્રીતિને જીમમાં વર્કઆઉટ કરતા કહ્યું- છોટી બચ્ચી હો ક્યા, જુઓ Video

પંજાબ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા આ વખતની મેગા ઓક્શનમાં ભાગ લઈ શકી ન હતી, પરંતુ ટીમમાં શિખર ધવન સહિત ઘણા નવા ખેલાડીઓને જોઈને તે ખુશ છે. ભલે પંજાબની ટીમ માટે પ્લેઓફની સફર મુશ્કેલ હોય, પરંતુ તેમ છતાં પ્રીતિ ઝિન્ટા ટીમની મેચોમાં પહોંચીને ટીમને જોરદાર ચીયર કરી રહી છે. બોલિવૂડની 'ડિમ્પલ ગર્લ' એટલે કે પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે તેના ફેન્
શિખર ધવને પ્રીતિને જીમમાં વર્કઆઉટ કરતા કહ્યું  છોટી બચ્ચી હો ક્યા  જુઓ video
Advertisement
પંજાબ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિન્ટા આ વખતની મેગા ઓક્શનમાં ભાગ લઈ શકી ન હતી, પરંતુ ટીમમાં શિખર ધવન સહિત ઘણા નવા ખેલાડીઓને જોઈને તે ખુશ છે. ભલે પંજાબની ટીમ માટે પ્લેઓફની સફર મુશ્કેલ હોય, પરંતુ તેમ છતાં પ્રીતિ ઝિન્ટા ટીમની મેચોમાં પહોંચીને ટીમને જોરદાર ચીયર કરી રહી છે. 
બોલિવૂડની 'ડિમ્પલ ગર્લ' એટલે કે પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તે તેના ફેન્સ સાથે એટલી જ જોડાયેલી રહે છે. ફિટનેસ ફ્રીક પ્રીતિ ઘણીવાર તેના ચાહકોને ફિટનેસ માટે પ્રેરણા આપતી જોવા મળે છે, પરંતુ આ વખતે પ્રેરણાનો ડોઝ ડબલ છે કારણ કે પ્રીતિ જીમમાં એકલી પરસેવો નથી પાડી રહી, પરંતુ ભારતીય ટીમના ઓપનર અને પંજાબ કિંગ્સના બેટ્સમેન શિખર ધવન પણ તેમની સાથે સખત મહેનત કરી રહ્યા છે. આ દરમિયાન, પ્રીતિ અને ટીમના ધમાકેદાર બેટ્સમેન શિખર ધવનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસવાનું રોકી નહીં શકો. 
શિખરે તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં શિખર અને પ્રીતિ જીમમાં સાથે વર્કઆઉટ કરતા જોઈ શકાય છે. વિડીયોની ખાસ વાત એ છે કે તેની પાછળ ટાઈગર શ્રોફનો ફની ડાયલોગ 'છોટી બચી હો ક્યા' સંભળાય છે. વિડીયોમાં પાછળથી અવાજ આવે છે, 'અરે યાર ક્યા કરું... સબકો આતી નહી ઔર મેરી જાતી નહીં... છોટી બચ્ચી હો ક્યા'. આટલું જ નહીં, પ્રીતિ જીમમાં કસરત દરમિયાન હસતી પણ જોવા મળે છે.
વિડીયો શેર કરતા શિખર ધવને વાયરલ વિડીયોને કેપ્શન આપ્યું, 'એક સારું જિમ સેશન હતું'. આના પર પ્રીતિએ તરત જ કોમેન્ટ કરી, 'હવે મને ખબર છે કે જ્યારે તમે @shikhardofficial ને જીમમાં મળો ત્યારે શું થાય છે. તે તમારા વર્કઆઉટ માટે આ ફની ડાયલોગ સંભળાવે છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામની દુનિયામાં અત્યાર સુધીમાં 2.2 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને 3.5 લાખથી વધુ લોકોએ લાઈક બટન દબાવીને તેના પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.
Tags :
Advertisement

.

×