Palanpur: સર્વ ધર્મના લોકોએ બાળકને બચાવવા રક્તદાન કર્યું
- Palanpur: બાળકને બચાવવા ગામ થયુ ભેગુ, એકઠુ કર્યું 100થી વધુ યુનિટ બલ્ડ
- બાળકને દર 15 દિવસે લોહી ચઢાવવાની જરૂર પડે છે
- એક યુનિટ રક્ત કોઈના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે
Palanpur: પાલનપુરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં થેલેસેમિયા પીડિત બાળક માટે ગુલઝારે મદીના સોસાયટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. પાલનપુર શહેરમાં થેલેસેમિયા જેવી ગંભીર બીમારીથી પીડિત બાળકના જીવનને બચાવવા માટે ગુલઝારે મદીના સોસાયટી (મનસુરી કોલોની) દ્વારા એક માનવતાભર્યો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સર્વ ધર્મના લોકોએ રક્તદાન કર્યું છે. તેમાં 100થી વધુ યુનિટ બલ્ડ એકઠું થયુ છે.
બાળકને દર 15 દિવસે લોહી ચઢાવવાની જરૂર પડે છે
ગુલઝારે મદીના સોસાયટી (મનસુરી કોલોની) ના રહેવાસી રેહમતભાઈ મનસુરીના પૌત્ર (ઝહિર અબ્બાસ મનસુરીના પુત્ર) નુઝૈફ અલી થેલેસેમિયા નામની ગંભીર બીમારીથી પીડિત છે, જેના કારણે તેને દર 15 દિવસે લોહી ચઢાવવાની જરૂર પડે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બાળકના આરોગ્યલાભ માટે તથા માનવસેવાના હેતુસર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
Palanpur: રક્તદાન કરીને બાળકના જીવનમાં આશાની કિરણ પ્રગટાવવા અપીલ કરાઇ
આયોજકો દ્વારા સમાજના દરેક સ્વસ્થ નાગરિકને આ પુણ્યકાર્યમાં જોડાવા અને રક્તદાન કરીને બાળકના જીવનમાં આશાની કિરણ પ્રગટાવવા અપીલ કરવામાં આવી હતી. આ બ્લડ ડોનેશન કેમ્પ રવિવાર, તા. 14 ડિસેમ્બર 2025ના રોજ સવારે 09:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી યોજાયો હતો. કેમ્પનું સ્થળ ગુલઝારે મદીના સોસાયટી, મનસુરી કોલોની, કાણોદર, પાલનપુર રાખવામાં આવ્યું હતુ.
એક યુનિટ રક્ત કોઈના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે
આયોજકોનું માનવું છે કે એક યુનિટ રક્ત કોઈના જીવન માટે અમૂલ્ય સાબિત થઈ શકે છે, તેથી વધુમાં વધુ લોકો રક્તદાન કરીને માનવસેવામાં સહભાગી બને તેવી વિનંતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વધુમાં વધુ રક્તદાતાઓ ભાગ લઈ શકે તે હેતુથી સર્વે નાગરિકોને ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતુ. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે દરેક રક્તદાતાનો મફત બ્લડ ગ્રુપિંગ ટેસ્ટ કરવામાં આવશે તેમજ રક્તદાન બાદ તમામ દાતાઓને સમ્માનપત્ર અને નાસ્તો આપવામાં આવશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બનાસ વોલન્ટરી બ્લડ બેંક, પાલનપુર દ્વારા સંપૂર્ણ તબીબી સહયોગ આપવામાં આવ્યો હતો. આયોજકોનું માનવું છે કે એક યુનિટ રક્ત કોઈનો જીવ બચાવી શકે છે, તેથી યુવાનો સહિત તમામ સ્વસ્થ નાગરિકોને આ પુણ્યકાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી હતી. આ સફળ કેમ્પનું આયોજન મુન્નાભાઇ, યુસુફભાઇ, અહેમદભાઇ તથા નિખિલ ગૌસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો: Gujarat BJP: ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મહત્વના સમાચાર


