રાજકોટમાં બાઈકના શો-રૂમમાં લાગી આગ, વાહનો થયા બળીને ખાખ
રાજકોટ બાઇકના શો રૂમમાં લાગી આગટીવીએસ બાઈકના શોરૂમમાં લાગી ભયાનક આગ અચાનક લાગેલ આગના કારણે અનેક વાહનો બળીને ખાખગોંડલ રોડ પર આવેલા શો રૂમમાં લાગી આગફાયર બ્રિગેડની 2 થી વધુ ટીમ પહોંચીરાજકોટમાં એક બાઈકના શો-રૂમમાં આગ ફાટી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ TVSનો શો-રૂમ હતો. જ્યા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શો-રૂમમાં રહેલા મોટાભાગના વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. àª
Advertisement
- રાજકોટ બાઇકના શો રૂમમાં લાગી આગ
- ટીવીએસ બાઈકના શોરૂમમાં લાગી ભયાનક આગ
- અચાનક લાગેલ આગના કારણે અનેક વાહનો બળીને ખાખ
- ગોંડલ રોડ પર આવેલા શો રૂમમાં લાગી આગ
- ફાયર બ્રિગેડની 2 થી વધુ ટીમ પહોંચી
રાજકોટમાં એક બાઈકના શો-રૂમમાં આગ ફાટી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળી રહેલી માહિતી અનુસાર, આ TVSનો શો-રૂમ હતો. જ્યા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા શો-રૂમમાં રહેલા મોટાભાગના વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. શો-રૂમમાં વિકરાળ આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની 2થી વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યા ભારે જહેમત બાદ ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવામાં સફળ રહી હતી.
રાજકોટના ગોંડલમાં આજે સવારે TVSના શો-રૂમમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે શો-રૂમના મોટાભાગના વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. આગ લાગ્યા બાદ ફાયરની ટીમે તુરંત જ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ તે પહેલા શો-રૂમની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી હતી. જોકે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર શો-રૂમની આગને ફાયરની ટીમે કાબુ કરી લીધી છે. પરંતુ આ પહેલા TVSના ઘણા વાહનોમાં આગ લાગી ગઇ હતી. આ આગ કેટલી વિકરાળ હશે તેનો અંદાજ તમે એ વાતથી લગાવી શકો છો કે, આગ જેવી લાગી કે દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા દેખાવા લાગ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકોમાં અફરા-તફરીનો માહોલ છવાયો હતો.
TVSના આ શો-રૂમમાંથી આગના ધૂમાડા નીકળતા જ આસપાસ લોકો એકઠા થવાનું શરૂ થઇ ગયું હતું. શો-રૂમ ભડકે બળતા અંદર રહેલા વાહનો અને અન્ય મુદ્દામાલ પણ બળીને ખાક થઇ ગયો હતો. આ શો-રૂમની બાજુમાં જ હ્યુન્ડાઈ અને માર્બલનો શો-રૂમ આવેલો છે. આ આગ ફાટી નીકળવાનું હજુ જાણી શકાયું નથી. જોકે, સ્થાનિકોનું માનવું છે કે, આ આગ લાગવા પાછળ શોર્ટ-સર્કિટ એક કારણ હોઇ શકે છે.


