Rajkot મનપાના 375 જેટલા ડ્રાઇવરો ઉતર્યા હડતાળ પર, કારણ જાણી ચોંકી જશો
- Rajkot: કન્ઝરવન્સી વિભાગના 375 ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા
- કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ ડ્રાઇવરો પાસે કરાવ્યું કામ
- સમગ્ર મામલે અધિકારીઓ સામે પણ ઉઠ્યા સવાલ
Rajkot મહાનગરપાલિકાના કન્ઝરવન્સી વિભાગના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. આર.કે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ કંપનીના 375 જેટલા ડ્રાઇવરોએ દોઢ મહિનાથી પગાર ન મળવાના કારણે કામ બંધ કરી દીધું છે. કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં ડ્રાઇવરો પાસેથી સરકારી ગાડીઓ ચલાવડાવવામાં આવી રહ્યા હતા. જેના કારણે અધિકારીઓ પર પ્રશ્નો ઉભા થયા છે.
સાડા ત્રણસો જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા
ડ્રાઇવરો કહે છે, "કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવા છતાં અમને કેમ જાણ કરવામાં આવી નહીં? અન્ય જગ્યાએ નોકરી શોધવાની તક ગુમાવી દીધી છે. તહેવારોના સમયે પગાર ન મળે તો તહેવારો કેવી રીતે ઉજવાશે?" હડતાળની જાણ થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ વચ્ચે મિલીભગતના આક્ષેપો કર્યા છે.
Rajkot માં તહેવાર ટાણે જ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ
રાજકોટમાં કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ ડ્રાઇવરોને ગયા મહિનાનો પગાર આપ્યો ન હોવાથી ડ્રાઈવરો માટે તહેવાર ટાણે જ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. પગાર ન મળતા જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. તહેવાર સમયે બોનસ નહીં પણ સમયસર પગાર ન મળતા સાડા ત્રણસો જેટલા ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે.
એકાએક આજે તમામ ડ્રાઇવર હડતાળ ઉપર ઉતર્યા
સપ્ટેમ્બર મહિનાથી કોન્ટ્રાક્ટ એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છતાં કામ કરાવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આ ડ્રાઈવરો એજન્સીને રજૂઆત કરી છતાં પગાર આપ્યો નથી. કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોય અને કોઈ દુર્ઘટના સર્જાઇ હોત તો જવાબદાર કોણ? તેવા સવાલો પણ ઉભા થયા છે. કોન્ટ્રાક્ટર એજન્સી આર કે સિક્યુરિટી દ્વારા કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ રિન્યુ કરવામાં આવ્યો પણ મનપા સાથે વર્ક ઓર્ડર ન મળ્યો હોવાથી ડ્રાઇવરોને દોઢ મહિનાથી પગાર નથી મળ્યો જેથી પગાર ન મળતા એકાએક આજે તમામ ડ્રાઇવર હડતાળ ઉપર ઉતર્યા છે.
આ પણ વાંચો: Surat: ડુમસમાં ફાયરિંગની ઘટના, ઓડી કારમાં આવી રસ્તા વચ્ચે રોફ જમાવ્યો


