Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amit Khunt Case : કોર્ટમાં આરોપીનો 'યુટર્ન', પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ!

આરોપીના નિવેદનથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે કોર્ટે આરોપીને વધુ તપાસ માટે પોલીસ હવાલે કર્યો છે.
amit khunt case   કોર્ટમાં આરોપીનો  યુટર્ન   પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ
Advertisement
  1. રીબડાનાં ચકચારી Amit Khunt Case મામલે આરોપીનો કોર્ટમાં યુટર્ન
  2. આરોપી અતાઉલ મણિયારે ગોંડલ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું
  3. LCB તેમ જ ગોંડલ તાલુકા પોલીસ વિરૂદ્ધ આરોપીએ આપ્યું નિવેદન
  4. આરોપીએ પોલીસ પર શારિરીક, માનસિક ટોર્ચરનાં લગાવ્યા આરોપ
  5. મારી પાસે બળજબરીપૂર્વક અનિરૂદ્ધસિંહ વિરોધી નિવેદન લેવાયુંઃ આરોપી

Amit Khunt Case : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલ તાલુકાનાં રીબડાનાં ચકચારી અમિત ખૂંટ અપાઘાત કેસમાં ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગોંડલ કોર્ટમાં આરોપીએ પોતાનું નિવેદન ફેરવી તોળ્યું છે. આરોપીએ LCB તેમ જ ગોંડલ તાલુકા પોલીસ વિરૂદ્ધ નિવેદન આપ્યું છે અને પોલીસ પર શારિરીક અને માનસિક ટોર્ચર આપ્યાનાં ગંભીર આરોપ પણ લગાવ્યા છે. આરોપીએ પોતાનાં નિવેદનમાં કહ્યું કે, મારી પાસે બળજબરીપૂર્વક અનિરુદ્ધસિંહ જાડેજા (Aniruddhasinh Jadeja) વિરોધી નિવેદન લેવાયું છે.

આ પણ વાંચો - Government Job : આનંદો! નાયબ મામલતદાર વર્ગ-3 ની 5502 જગ્યા ભરવા મંજૂરી

Advertisement

Advertisement

Amit Khunt Case માં આરોપીએ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવી તોળ્યું

રાજકોટનાં રીબડાનાં બહુચર્ચિત અમિત ખૂંટ કેસમાં (Amit Khunt Case) ઝડપાયેલા આરોપીએ પોલીસ સામે આપેલું પોતાનું નિવેદન કોર્ટમાં ફેરવી તોળ્યું છે. ગોંડલ કોર્ટમાં આરોપી અતાઉલ મણીયારે પોલીસ પર ગેરકાયદેસર કસ્ટડી અને શારિરીક અને માનસિક ટોર્ચર આપ્યાનાં ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપીએ પોતાનું અગાઉનું નિવેદન ફેરવીને કોર્ટમાં જણાવ્યું કે, તેને બળજબરીથી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાના (Rajdeepsinh Jadeja) નામ આપવા દબાણ કરાયું હતું. આ નિવેદનથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે, જ્યારે કોર્ટે આરોપીને વધુ તપાસ માટે પોલીસ હવાલે કર્યો છે.

આ પણ વાંચો - Gujarat: MLA Chaitar Vasava જેલ મુક્તિ થતા બોલ્યા, ભાજપ અને પોલીસે મને ખોટા કેસમાં ફસાવ્યો

મારી પાસે બળજબરીપૂર્વક અનિરૂદ્ધસિંહ વિરોધી નિવેદન લેવાયું : આરોપી

અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહનું નામ આપવા આરોપીને દબાણ કરી વીડિયો રેકોર્ડિંગ કર્યું હોવાની પણ વિગતો સામે આવી છે. જો પિતા-પુત્રના નામ ન આપે તો અન્ય કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોવાનું કોર્ટ સમક્ષ આરોપીએ નિવેદન આપતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. LCB પોલીસે નાસતા ફરતા આરોપીને 12 કલાકથી વધુ સમય અટક બતાવવામાં ન આવી હોવાના તેમ જ ગેરકાયદેસર કસ્ટડીમાં રખાયા હોવાના આક્ષેપ કર્યા છે. LCB તેમ જ તાલુકા પોલીસ (Gondal District Police) વિરુદ્ધ અતાઉલ મણીયારે કોર્ટમાં આક્ષેપો ભર્યું નિવેદન આપતા રાજકોટ ગ્રામ્ય પોલીસ ફરી વિવાદમાં આવે તેવા એંધાણ છે.

આ પણ વાંચો - Gandhinagar : TET 1 ની પરીક્ષા આપતા ઉમેદવારો માટે રાહતનાં સમાચાર!

Tags :
Advertisement

.

×