ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amit Khunt Case : રાજદીપસિંહ જાડેજાના રિમાન્ડ પૂર્ણ, આ કારણે હવે જુનાગઢ જેલ હવાલે!

ગોંડલ તાલુકાનાં રીબડાનાં બહુચર્ચિત અમીત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ બનાવનાં 6 મહિના સુધી ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા રાજદીપસિંહએ સરેન્ડર કર્યું હતું. પોલીસે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થતા જુનાગઢ જેલ હવાલે કરવા કોર્ટે આદેશ કર્યો છે. રાજદીપસિંહે કોર્ટમાં અરજી કરી હતી.
07:41 PM Nov 13, 2025 IST | Vipul Sen
ગોંડલ તાલુકાનાં રીબડાનાં બહુચર્ચિત અમીત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાએ બનાવનાં 6 મહિના સુધી ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા રાજદીપસિંહએ સરેન્ડર કર્યું હતું. પોલીસે ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થતા જુનાગઢ જેલ હવાલે કરવા કોર્ટે આદેશ કર્યો છે. રાજદીપસિંહે કોર્ટમાં અરજી કરી હતી.
Rajdeepjadeja_Gujarat_first
  1. રાજકોટના રિબડા ચકચારી Amit Khunt Case માં કોર્ટનો હુકમ
  2. ગોંડલ કોર્ટનો રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરવા આદેશ
  3. અરજીને ધ્યાનમાં રાખી રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરાયો
  4. રિમાન્ડ પૂર્ણ થતાં રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયો હતો

Rajkot : ગોંડલ તાલુકાનાં રીબડાનાં બહુચર્ચિત બનેલા અમીત ખૂંટ આપઘાત કેસમાં (Amit Khunt Case) મુખ્ય આરોપી પૈકીનાં રીબડાનાં રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજાએ (Rajdeep Singh Jadeja) બનાવનાં 6 મહિના સુધી ફરાર રહ્યા બાદ સોમવાર રાત્રે ગોંડલ તાલુકા પોલીસમાં સરેન્ડર કર્યું હતું. સુપ્રીમ કોર્ટે (Supreme Court) આગોતરા જામીનની અરજી ફગાવતા રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું હતું. પોલીસે તેમની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાતા કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. જે પૂર્ણ થતાં રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલ (Junagadh Jail) હવાલે કરવા ગોંડલ કોર્ટે આદેશ કર્યો છે.

Amit Khunt Case માં રાજદીપસિંહ જાડેજાને જુનાગઢ જેલ હવાલે કરવા આદેશ

જણાવી દઈએ કે, આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે રાજદીપસિંહને ગોંડલ કોર્ટમાં (Gondal Court) રજૂ કર્યા હતા. રજૂ કરતા રાજદીપસિંહે રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર આરોપી ગોંડલ સબજેલ તથા રાજકોટ જેલમાં હોવાથી ઘર્ષણ ન થાય તે માટે પાતાને અમરેલી (Amreli) તથા જુનાગઢ જેલમાં મોકલવા લેખિતમાં અરજી કરી રજૂઆત કરી હતી. જે ધ્યાને લઇ કોર્ટે રાજદીપસિંહને જુનાગઢ જેલ હવાલે કરતો હુકમ કરતા પોલીસે તેમને જુનાગઢ જેલ હવાલે કર્યા છે.

આ પણ વાંચો - જેલ પ્રસાશનને બદનામ કરવાના ગુનામાં Raju Karpada ના રિમાન્ડ ના મળ્યા, ભાવનગર પોલીસ રિમાન્ડ રિવિઝન અરજી કરશે

જુનાગઢ જેલમાં મોકલવા લેખિતમાં અરજી કરી રજૂઆત કરી

જણાવી દઈએ કે, રીબડા રહેતા અમિત દામજીભાઇ ખૂંટે (Amit Khunt Case) 5/5/2025 નાં પોતાની વાડીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. અમિત ખૂંટે લખેલી સ્યૂસાઈડ નોટમાં પોતાને ખોટી રીતે હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાનાં આરોપ સાથે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા તથા તેના પુત્ર રાજદીપસિંહ સહિતનાં નામ લખ્યા હોવાથી તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન અનિરુદ્ધસિંહ જાડેજા (Anirudh Singh Jadeja) તથા રાજદીપસિંહ જાડેજા ફરાર થઇ ગયા હતા. એક-દોઢ માસ પહેલા આ બનાવમાં અનિરુદ્ધસિંહ કોર્ટમાં સરેન્ડર થતા પોલીસે તેમનો કબજો સંભાળી રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી જે બાદ જેલ હવાલે કરાયા હતા.

ઘટના બાદથી 6 મહિનાથી ફરાર હતા, ગત સોમવાર રાત્રે સરેન્ડર કર્યું

દરમિયાન, પોલીસ ફરિયાદનાં 6 મહીના બાદ સોમવાર રાત્રે રાજદીપસિંહ તાલુકા પોલીસમાં સરેન્ડર થયા હતા. અમિત ખૂંટ આપઘાત પ્રકરણમાં પોલીસ ફરિયાદ થયા બાદ રાજદીપસિંહે ગોંડલ સેશન્સ કોર્ટ, હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. પરંતુ, તમામ કોર્ટમાં આગોતરા જામીન નામંજૂર થયા હતા. આખરે તાલુકા પોલીસમાં (Gondal Police) સરેન્ડર થયા હતા. આ ચકચારી કેસનો અન્ય આરોપી રહીમ મકરાણી નાસતો ફરતો હોય હજું સુધી પોલીસ પકડથી દૂર છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Junagadh : ડૉ. આંબેડકર કન્યા છાત્રાલયની વિદ્યાર્થિનીઓ રોષે ભરાઈ, મામલો જિ. કલેક્ટર સુધી પહોંચ્યો

Tags :
Amit Khunt CaseAnirudh Singh JadejaGondalGondal CourtGondal PoliceGUJARAT FIRST NEWSJunagadh JailRajdeep Singh JadejaRAJKOTRibda Amit KhuntSupreme CourtTop Gujarati News
Next Article