Amreli : પાટીદાર દીકરીનાં સરઘસ અંગે પરશોત્તમ રૂપાલાનું નિવેદન, પરેશ ધાનાણીએ કર્યા સવાલ
- Amreli માં પાટીદાર દીકરીને લઈને પરશોત્તમ રૂપાલાનું નિવેદન
- પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું કે ખોટું છે : પરશોત્તમ રૂપાલા
- કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે : પરશોત્તમ રૂપાલા
- હવે સુરતમાં કોંગ્રેસનું 'નારી સ્વાભિમાન આંદોલન'
અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટી સામે થયેલ પોલીસ કાર્યવાહી અંગે સાંસદ પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું કે ખોટું છે. કોંગ્રેસ (Congress) ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. હાલ નનામી લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે. બીજી તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સુરતમાં કોંગ્રેસનાં 'નારી સ્વાભિમાન આંદોલન' ની માહિતી આપી છે.
આ પણ વાંચો - Bet Dwarka : મેગા ડિમોલિશનનો આજે બીજો દિવસ, 1 હજાર પોલીસ જવાન ખડેપગે
Amreli Letter kand : અમરેલીમાં પાટીદાર દીકરી મામલે Parshottam Rupala નું સ્પષ્ટ નિવેદન | GujaratFirst@PRupala @PratapDudhatMla @paresh_dhanani @JennyThummar @ikaushikvekaria #ParsottamRupala #CongressPolitics #AmreliLetterkand #jennythummar #PayalGoti #Patidar #Pratapdudhat… pic.twitter.com/NhhA9HmuV7
— Gujarat First (@GujaratFirst) January 12, 2025
કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે : પરશોત્તમ રૂપાલા
અમરેલી (Amreli) લેટરકાંડમાં પાટીદાર દીકરીનું પોલીસ દ્વારા જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ ઘટના બાદ વિરોધનો સૂર ઉઠ્યો છે. કોંગ્રેસ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આ મામલે સાંસદ પરશોત્તમ રૂપાલાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પોલીસે જે દીકરીનું સરઘસ કાઢ્યું તે ખોટું છે. પરશોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ ઘટનાને અલગ દિશામાં લઈ જઈ રહી છે. SP દ્વારા સમગ્ર મામલે કમિટી નીમવામાં આવી છે, જે આ મામલે યોગ્ય તપાસ કરશે. સાસંદે કહ્યું કે, હાલ નનામી લેટર વાઇરલ કરવાનો રોગ ફેલાયેલો છે.
આ પણ વાંચો - Aravalli પોલીસ પર લાંછન લગાવતી વધુ એક ઘટના! 2 TRB, 1 GRD જવાનની કરતૂત જાણી ચોંકી જશો!
"માનગઢ ચોકમા મોકાણ"
દિકરીનુ અડધી રાતે અપહરણ કોણે કરાવ્યુ.?
નિર્દોષ દિકરીને પગમા પટ્ટા કોણે મરાવ્યા.?
કુંવારી કન્યાનો જાહેરમા વરધોડો કોણે કઢાવ્યો.?
કોઈને બાપના દાડાથી વંચીત કોણે રખાવ્યા.?ઉપરોક્ત સવાલોના જવાબ
મેળવવા હુ સોમવારે સુરત
આવી રહ્યો છુ અને તમે..?#નારી_સ્વાભિમાન_આંદોલન pic.twitter.com/17Kb4etuBd— Paresh Dhanani (@paresh_dhanani) January 12, 2025
'માનગઢ ચોકમાં મોકાણ' લખીને પરેશ ધાનાણીની પોસ્ટ
બીજી તરફ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સુરતમાં (Surat) 'નારી સ્વાભિમાન આંદોલન' ની માહિતી આપી છે. તેમણે 'માનગઢ ચોકમાં મોકાણ' લખીને વિવિધ સવાલો સાથે પોસ્ટ કરી છે. સાથે જ માહિતી આપી છે કે, આવતીકાલથી સુરતમાં એક દિવસનાં પ્રતિક ધરણા કરશે. સવારે 10 થી સાંજનાં 5 વાગ્યા સુધી આ ધરણા યોજાશે.
આ પણ વાંચો - Surat : માંગરોળ ખાતે ત્રિપલ અકસ્માત, આઇશર ટેમ્પોનો કચ્ચરઘાણ, ચાલકનું મોત


