Rajkot : સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક CCTV સામે આવ્યા
- ઈન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક CCTV આવ્યા સામે
- E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વીડિયો જુઓ
- કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું તેનો પુરાવો જોઈ લો
રાજકોટ સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક CCTV સામે આવ્યા છે. ઈન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક CCTV સામે આવતા ચકચાર મચી છે. E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વીડિયો જુઓ. કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું તેનો પુરાવો જોઈ લો. લોકો બસ નીચે કચડાતા રહ્યા પણ ડ્રાઈવરે બ્રેક ન મારી! કેવી રીતે ડ્રાઈવરે લોકોને કચડી દીધા તે પણ જોઈ લો.
Rajkot City Bus Accident: બસના અંદરના સીસીટીવી ફૂટેજથી અકસ્માતની હકીકત બહાર આવી
- રાજકોટ સિટી બસે સર્જેલા મોતના તાંડવના વધુ એક CCTV
- ઈન્દિરા સર્કલ પર અકસ્માતના વધુ એક CCTV આવ્યા સામે
- E52 નંબરની સિટી બસની અંદરના કેમેરાનો વીડિયો જુઓ
- કેવી રીતે ડ્રાઈવરે મોતનું તાંડવ સર્જ્યું… pic.twitter.com/EqCu7js27Y— Gujarat First (@GujaratFirst) April 17, 2025
બસના CCTV કેમેરમાં અકસ્માતની ગોઝારી ઘટના કેદ થઈ
બસના CCTV કેમેરમાં અકસ્માતની ગોઝારી ઘટના કેદ થઈ છે. સિટી બસ અકસ્માતમાં 4-4 લોકોના મોત નીપજ્યા હતા. તેમજ આજે રાજકોટ સિટી બસ અકસ્માત મુદ્દે NSUI મેદાને છે. કોટેચા સર્કલ ખાતે ગુજરાત પ્રદેશ NSUIનો વિરોધ શરૂ થયો છે. તેમાં વિરોધ પ્રદર્શનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં NSUI દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર અને રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો છે.
જાણો સમગ્ર ઘટના:
રાજકોટમાં ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે. તેમજ અકસ્માત બાદ લોકોનું ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું અને બસમાં તોડફોડ કરીને ભારે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ-સિટી બસ સેવાને લઇને RMC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં દરેક મૃતકના પરિવારજન માટે 15-15 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. તેમજ ઇજાગ્રસ્તોને 2 લાખની સહાય આપવામાં આવી છે.
રસ્તા પર ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ
RMC દ્વારા શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. સીટ બસ સેવાના ઓપરેશનમાં જોડાયેલી વિસ્મય એજન્સીને તપાસ બાદ ટર્મિનેટ કરવામાં આવશે. કુલ 7 ટુ વ્હીલર, 1 રિક્ષા અને 1 ફોર વ્હિલરને અડફેટે લીધા છે. તેમજ આખી ઘટનામાં 4 લોકોના મોત અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે. યમદૂત બનેલી સિટી બસનો જનતાએ કચ્ચરઘાણ વાળ્યો છે. પોલીસ દ્વારા લોકોનો રોષ શાંત પાડવા માટેનો પ્રયાસ થઇ રહ્યો છે. છાકટા બનતા રફ્તારના રાક્ષસો પર લગામ લગાવવા માગ કરવામાં આવી રહી છે. મૃતકના પરિજનોને ન્યાય આપવાની લોકોએ માગ કરી છે. તેમજ રસ્તા પર ટોળાને વિખેરવા રાજકોટમાં પોલીસનો લાઠીચાર્જ થયો છે.
આ પણ વાંચો: Valsad: આ કેવી અંધશ્રદ્ધા, પારડીમાં યુવતીની લાશને પ્લાસ્ટિક સાથે સળગાવી


