Gujarat: રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો થયો પર્દાફાશ
- રાજકોટમાં પણ સામે આવ્યું BZ જેવું મહાકૌભાંડ
- 'એક કા ડબલ'ની લાલચમાં છેતરાયા હજારો લોકો
- ક્રિપ્ટો કરન્સીમાં 8 હજાર લોકો પાસે કરાવ્યું રોકાણ
Gujarat: રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. જેમાં રાજકોટમાં પણ BZ જેવું મહાકૌભાંડ સામે આવ્યું છે. તેમાં 'એક કા ડબલ'ની લાલચમાં હજારો લોકો છેતરાયા છે. જેમાં ક્રિપ્ટો કરન્સીમાં 8 હજાર લોકો પાસે રોકાણ કરાવ્યું છે. ત્યારે 300 કરોડથી વધુની છેતરપિંડીની પોલીસને અરજી મળી છે. તેમાં 'બ્લોક ઓરા' નામની કંપનીના સંચાલકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
મુંબઈની સહારા હોટલમાં મિટિંગ કરી વિશ્વાસમાં લીધા
કોઠારિયાના વેપારી મોહસીન મુલતાનીએ રાજ્ય પોલીસ વડા, રાજકોટ પોલીસ કમિશનરને અરજી કરી છે. જેમાં બ્લોક ઓરા કંપનીના સ્થાપક ફિરોઝ મુલતાની, નિતીન જગત્યાની, ભાગીદાર, બ્લોક ઓરા કંપની, અમિત મુલતાની, સૌરાષ્ટ્ર હેડ, બ્લોક ઓરા કંપની
તેમજ અઝરુદ્દીન મુલતાની, માર્કેટિંગ હેડ, બ્લોક ઓરા કંપની તથા મકસુદ સૈયદ, ગુજરાત હેડ, બ્લોક ઓરા કંપની સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મુંબઈની સહારા હોટલમાં મિટિંગ કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારે દરરોજ 1 ટકા વળતરની લાલચ આપીને લોકોને ફસાવ્યા હતા. ટી બેક નામની કોઈન કરન્સીમાં રૂપિયા 4.5 લાખનું રોકાણ કર્યું હતુ.
400 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી
400 દિવસમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપી હતી. તથા 400 દિવસમાં 12.75 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જેમાં રોકાણકારોએ નાણા પરત માગતા સંચાલકોએ બહાના બતાવ્યા હતા. તેમજ વેપારીએ તપાસ કરતા આવી કોઈ ક્રિપ્ટો કરન્સી જ નહીં હોવાનું ખૂલ્યું છે. વેબસાઈટની તપાસ કરતા 8 હજાર લોકોએ રોકાણ કર્યાનું સામે આવ્યું છે. તેમજ રાજકોટના 12 જેટલા રોકાણકારોને રૂપિયા 70 લાખનો ચૂનો લગાવ્યો છે. મોટાભાગના લોકો પાસે વર્ષ 2020થી 2022 વચ્ચે રોકાણ કરાવ્યું હતુ. સુરતમાં પણ ફિરોઝ મુલતાની અને નીતિન જગત્યાની સામે ફરિયાદ નોંધાઈ ચુકી છે.
આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીને લઇ હવામાન વિભાગે કરી મોટી આગાહી, માવઠાની પણ શક્યતા


