Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લોહીના બલિદાને મહામુલી લોકશાહી મળી, તેના જતન અને સંવર્ધન માટે મતદાન કરો

Rajkot: “લોકતંત્રની સાંભળો પોકાર, ન ખોતા પોતાનો મતાધિકાર”, “લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોનો ઘર્મ છે”, “છે આ સૌની જવાબદારી, મત આપે સૌ નર-નારી” - આ શબ્દો છે રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીના, જેમણે દેશની સ્વતંત્રતા અને દેશમાં સ્થપાયેલી લોકશાહીના રક્ષણ માટે આજીવન કાર્ય કરતા રહીને  અન્યોને પણ પ્રેરણા આપી છે.14 વર્ષની ઉંમરે હદપારીની સજાસ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈના
લોહીના બલિદાને મહામુલી લોકશાહી મળી  તેના જતન અને સંવર્ધન માટે મતદાન કરો
Advertisement
Rajkot: “લોકતંત્રની સાંભળો પોકાર, ન ખોતા પોતાનો મતાધિકાર”, “લોકશાહીમાં મતદાન કરવું એ નાગરિકોનો ઘર્મ છે”, “છે આ સૌની જવાબદારી, મત આપે સૌ નર-નારી” - આ શબ્દો છે રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈ વિઠલાણીના, જેમણે દેશની સ્વતંત્રતા અને દેશમાં સ્થપાયેલી લોકશાહીના રક્ષણ માટે આજીવન કાર્ય કરતા રહીને  અન્યોને પણ પ્રેરણા આપી છે.
14 વર્ષની ઉંમરે હદપારીની સજા
સ્વાતંત્ર્ય સેનાની સ્વ. મનુભાઈના પુત્ર શ્રી અશ્વિનભાઈ વિઠલાણીએ કહ્યું હતું કે, મારા બાપુજીનો જન્મ વર્ષ 1927માં મેંદરડામાં થયો હતો. નાનપણથી જ તેઓ દેશસેવાના કાર્યમાં લાગી ગયા હતા. વર્ષ 1941માં ૧૪ વર્ષની ઉંમરે હદપારીની સજા અંગ્રેજી હુકુમત દ્વારા કરવામાં આવી હતી ત્યારે તેઓ પુના જતા રહ્યા હતા. તે સમયે તેમને ગાંધીજી અને કસ્તુર બા સાથે રહેવાનો મોકો મળ્યો હતો. તેમજ જુનાગઢને આઝાદ કરાવવા રચાયેલી આરઝી હકુમતમાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું.
લોકશાહીના ઘડતરની સૌની જવાબદારી
વધુમાં શ્રી અશ્વિનભાઈએ કહ્યું હતું કે, મારા બાપુજી કહેતા કે લોકશાહી એટલે લોકોનું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું શાસન તંત્ર. તમામ પ્રકારની શાસન વ્યવસ્થામાં લોકશાહી સર્વોપરી છે. કારણ કે તેમાં નાગરિકો શાસન વ્યવસ્થામાં સીધા ભાગીદાર બને છે. જેથી શાસન વ્યવસ્થામાં પ્રજા સર્વોપરી છે, એ સિદ્ધ થાય છે. આપણને ગર્વ થવો જોઇએ કે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ ભારત, આપણો દેશ છે. ગુજરાત આપણું રાજ્ય છે અને રાજકોટ મારૂં શહેર છે. તેના ઘડતરનું ઉત્તરદાયિત્વ આપણું સૌ કોઈનું છે. આ જવાબદારી મતાધિકારનો ઉપયોગ કરી નિભાવવાની છે.
રાજકોટના 250 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓ મતદાન કરશે
આઝાદી બાદ યોજાયેલી લોકસભા તથા ગુજરાત વિધાનસભાની તમામ ચૂંટણીમાં મારો પરિવાર અચૂક મતદાન કરતો આવ્યો છે. હું અને મારી પત્ની કિરણ અને પુત્ર ગોપાલ ચૂંટણીમાં મતદાન કરીને અચુક મતદાન કરીએ છીએ. મતદાનના દિવસે અમે વેપાર-રોજગારમાં સંપૂર્ણપણે રજા રાખીએ છીએ. જેથી અમારા કર્મચારીઓને પણ મતદાન કરી શકે. રાજકોટ જિલ્લાના 250 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો લોકશાહીના અવસરમાં મતદાન કરીને પોતાની પવિત્ર ફરજ નિભાવવાના છે, તેમ અશ્વિનભાઈએ ઉમેર્યું હતું. 
મહામુલી લોકશાહીના સંવર્ધન માટે મતદાન જરૂરી
જાણીતા-અજાણ્યા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાનો લોહી-પરસેવો પાડીને આપણને આ મહામુલી લોકશાહી આપી છે તેના જતન અને સંવર્ધન માટે મતદાન કરવું જરૂરી છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×