Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jetpur પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ, જાણો શું છે હકીકત

Jetpur: આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું હતું 44 સીટ પર ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે જેમાંથી 42 સીટોના નામ જાહેર
jetpur પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ભડકાના એંધાણ  જાણો શું છે હકીકત
Advertisement
  1. પૂર્વ પ્રમુખને ભાજપ પ્રદેશ દ્વારા મેન્ડેન્ટના અપાતા ભડકાના એંધાણ
  2. રાજકોટ જિલ્લામાં જેતપુરમાં જૂથવાદનું નડતર સામે આવ્યું
  3. આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું

Jetpur: જેતપુર શહેરમાં પાલિકાની ચૂંટણીમાં ભાજપમાં આજ સવારથી જ ટ્વિસ્ટ જોવા મળ્યું હતું. આજે સવારે રહી રહીને ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું હતું 44 સીટ પર ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે જેમાંથી 42 સીટોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં. તેમ છતાં આજરોજ ધારાસભ્યની નિગરાનીમાં 44 ના ફોર્મ ભરાયા હતાં. જ્યારે પૂર્વ પાલિકાના પ્રમુખનું મેન્ડેન્ટ ના આવતા આખરે અપસેટ સર્જાયો હતો અને ભાજપના ભંગાણના એંધાણ જોવા મળ્યાં હતાં.

દાવેદારોએ તો છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લઇ અને પ્રદેશ સુધી નામોના લિસ્ટ મોકલવામાં આવ્યાં હતાં. નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા આટોપીને ભાજપ પ્રદેશ નેતાગીરીને રિપોર્ટ સોંપી દીધો છે, તે આધારે ગત રોજ મુખ્યમંત્રી નિવાસસ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારો ફાઈનલ કરવા ચર્ચા કરવામાં આવી હતી. દાવેદારોએ તો છેલ્લી ઘડી સુધી લોબિંગ કર્યું હતું. રાજકીય ગોડફાધરોની વગ આધારે ટિકિટ મેળવવા એડીચોટીનું જોર લગાવી દેવાયું છે. જોકે, યુવા અને નવા ચહેરાઓને પ્રાધાન્ય આપવાનું ભાજપે મન બનાવી લીધું હતું. એ જ પ્રમાણે જેતપુરમાં પણ નવા ઉમેદવારોને પ્રાધાન્ય આપતું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આ લિસ્ટમાં વોર્ડ નંબર 10 અને 11 માં ઉમેદવારના નામ બાકી રખાયા હતાં.

Advertisement

આ પણ વાંચો: ChhotaUdepur નગરપાલિકાની 28 બેઠકો માટે 142 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા

Advertisement

42 જેટલા ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા

સવારથી જેતપુર પાલિકાની ચૂંટણી માટે ભાજપના 44 સભ્યો તેમની પેનલો પણ બનાવી ચૂક્યા હતાં અને તમામ લોકોના સોગંદનામાં સાથે ફોર્મ ભરવાની પ્રક્રિયા આટોપાઈ હતી. જેમાં 42 જેટલા ભાજપના ઉમેદવારોએ મેન્ડેટ સાથે ફોર્મ ભર્યા હતા અને બે ઉમેદવાર જેમાં પૂર્વ પ્રમુખ સુરેશ સંખરેલિયા અને કલ્પેશ રાંકે ફોર્મ ભર્યા પરતું ભાજપના મેન્ડેટની રાહ જોવાઈ રહી હતી. જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ સવારથી મામલતદાર કચેરી ખાતે હાજર હતા. ભાજપ પ્રદેશ દ્વારા નિમાયેલા સંયોજક તેમજ ધારાસભ્ય દ્વારા પાર્લામેન્ટ્રી બોર્ડ તેમજ પ્રદેશમાં અનેક ફોન લગાવ્યા હતા.તેમ છતાં કોઈ રિઝલ્ટ આવ્યું નથી. આખરે બપોરે ત્રણ થતાં મામલતદાર કચેરીએ ભાજપમાંથી બે ટર્મથી ચૂંટાયેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખને મેડન્ટ અપાયું ન હતું. જેથી જેતપુર ભાજપમાં ઉકળતો ચરુ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Gondal તાલુકા પંચાયત સુલતાનપુર સીટ માટે યોજાશે પેટા ચૂંટણી, ત્રણ ઉમેદવારોએ ભર્યું ફોર્મ

હવે ચૂંટણીના પરિણામો કેવા આવશે?

પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયાની ઓફિસ ખાતે 42 ઉમેદવારો મળ્યા હતા અને તેમના સમર્થનમાં આવ્યા અને તમામ ફોર્મ ભાજપમાંથી પરત ખેંચવાની વાત કરવામાં આવી હતી. આ સાંજ સુધી ચિત્ર સ્પષ્ટ થઈ જવાની વાત કરવામાં આવી હતી. આમ જેતપુરમાં અસંતુષ્ટ પૂર્વ નગરપાલિકાના પૂર્વ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી. આખરે જેતપુર ભાજપમાં ભંગાણના એંધાણ જોવા મળી રહ્યા છે.

અહેવાલઃ હરેશ ભાલિયા, જેતપુર (રાજકોટ)

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×