Rajkot : સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા
- Rajkot માં જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા
- હું રાજનીતિનો માણસ છું પણ હું રાજકારણ સમયે જ રાજકારણ કરું છું : જયેશ રાદડિયા
- "વિઠ્ઠલભાઈનો દીકરો છું, સંપૂર્ણ તાકાતથી સમાજનું કામ કરીશ"
- અમુક લોકો રાજકરણમાં નથી છતાં સમાજનાં નામે રાજકરણ કરે છે : જયેશ રાદડિયા
રાજકોટ જિલ્લામાં (Rajkot) યોજાયેલ સમૂહ લગ્ન કાર્યક્રમ દરમિયાન ભાજપ નેતા જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જયેશ રાદડિયાએ કહ્યું કે, આપણાનાં સમાજની 2 ટકા ટપોરી ટીમ સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાંખવાનું કામ આજની તારીખમાં પણ કરી રહી છે. જયેશ રાદડિયાએ કહ્યું કે, હું રાજનીતિનો માણસ છું પણ હું રાજકારણ સમયે જ રાજકારણ કરું છું.
રાજકોટમાં વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા
રાજકોટ જિલ્લામાં (Rajkot) જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય પ્રેમનું પાનેતર 511 નવમો શાહી સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ (BJP) નેતા જયેશ રાદડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો. તેમણે જાહેર મંચ પરથી તેમના વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. જયેશ રાદડિયાએ કહ્યું કે, હું રાજનીતિનો માણસ છું પણ હું રાજકારણ સમયે જ રાજકારણ કરું છું. રાજકીય માણસ છું તેમ છતાં મારા પર દાતાઓએ ભરોસો મૂક્યો છે. વિઠ્ઠલભાઈનો દીકરો છું, સંપૂર્ણ તાકાતથી સમાજનું કામ કરીશ.
રાજકોટમાં જયેશ રાદડિયા વિરોધીઓ પર વરસ્યા
હું રાજકારણ સમયે રાજકારણ કરું છુંઃજયેશ રાદડિયા
"વિઠ્ઠલભાઈનો દીકરો છું, સંપૂર્ણ તાકાતથી સમાજનું કામ કરીશ"@ijayeshradadiya #Gujarat #Rajkot #JayeshRadadiya #PoliticalNews #ViralNews #GujaratFirst pic.twitter.com/hpBOl2eY0y— Gujarat First (@GujaratFirst) January 26, 2025
આ પણ વાંચો -Narmada : MLA Chaitar Vasava ફરી ઉચ્ચારી 'ભીલ પ્રદેશ' ની માગ, કહ્યું- આપણે આપણી જમીન..!
સમાજની 2 ટકા ટપોરી ટીમ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે : જયેશ રાદડિયા
જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) આગળ કહ્યું કે, આપણાનાં જ સમાજની 2 ટકા ટપોરી ટીમ સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકાં નાંખવાનું કામ આજની તારીખમાં પણ કરી રહી છે. સોશિયલ મીડિયા પર રાદડિયા પરિવાર વિશે ખરાબ કૉમેન્ટ લખવામાં આવે છે. અમુક લોકો રાજકરણમાં નથી છતાં સમાજનાં નામે રાજકરણ કરે છે. અહીંયા સમાજની આટલી મેદની ભેગી થાય એટલે આવા લોકોનાં પેટમાં પાણી રેલાય છે. આવી ટોળકી મને હેરાન કરશે તો પણ હું સમાજની જવાબદારીમાંથી પાછી પાની નહિં કરું. સમાજનાં કામમાં અડચણ ઊભી કરનારાઓ તેમનું કામ કરે. હું મારું કામ કરીશ.
આ પણ વાંચો -Jamnagar : સતત બીજા દિવસે એર શૉ યોજી પ્રજાસત્તાક પર્વની ઉજવણી, જુઓ અદભુત કરતબો
'મારી ખુલ્લી ચેલેન્જ છે, રાજકારણમાં આવી જાઓ'
જયેશ રાદડિયાએ કહ્યું કે, એક યા બીજી રીતે મને પાડી દેવાના પ્રયત્નો કરે છે. મારી ખુલ્લી ચેલેન્જ છે, રાજકારણમાં આવી જાઓ. રાજનીતિનો સમય આવશે ત્યારે હું રાજકરણનો માણસ છું. મારું તીર વાંકુંચૂંકું ના હોય સીધું જ હોય. તેમણે કહ્યું કે, હું રાજકારણનો માણસ છું પણ એ મારો અલગ પાર્ટ છે. પણ આ મારૂં સમાજનું કામ છે.
આ પણ વાંચો - Banaskantha : BJP નાં સિનિયર મહિલા નેતાએ જાહેરમંચ પરથી આપ્યું વિવાદાસ્પદ નિવેદન! જુઓ Video


