Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું : BJP નેતા સોનલબેન વસાણી

આ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી (Sonal Vasani) મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરે છે અને...
rajkot   તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું   bjp નેતા સોનલબેન વસાણી
Advertisement
  1. Rajkot નાં વિંછીયામાં 9 માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે
  2. મહાસંમેલન પહેલા BJP નેતા સોનલ વસાણીની ઓડિયો ક્લીપ વાઇરલ થતા ખળભળાટ!
  3. ઓડિયો ક્લીપમાં મૃતક યુવકનાં પરિવાર સાથે વાતચીત, સંમેલનમાં ન જવા માટે પ્રલોભનો
  4. કોળી સમાજના યુવક ઘનશ્યામ રાજપરાની થઈ હતી હત્યા

રાજકોટ જિલ્લાનાં (Rajkot) વિંછીયામાં કોળી સમાજનાં સંમેલન (Koli Samaj Sammelan) પહેલા ભાજપનાં નેતા સોનલ વસાણીની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે, જેના પછી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી (Sonal Vasani) મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરે છે અને તેમને મનામણા કરી ચેનકેન પ્રકારે સંમેલનમાં ન જવા માટે પ્રલોભનો આપી રહ્યા હોવાનું જણાય છે.

આ પણ વાંચો - Rajkot : જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પ્ણી મામલે જેતપુરમાં લોહાણા સમાજમાં ભારે આક્રોશ

Advertisement

વિંછીયામાં 9 માર્ચે કોળી સમાજનું મહાસંમેલન યોજાશે

રાજકોટ જિલ્લા (Rajkot) વિંછીયા તાલુકામાં 9 માર્ચનાં રોજ કોળી સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલન પહેલા એક બાદ એક ઓડિયો અને વીડિયો વાઇરલ થઈ રહ્યા છે. ત્યારે વધુ એક ઓડિયો વાઇરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માહિતી અનુસાર, આ વાઇરલ ઓડિયો ક્લીપ ભાજપના (BJP) નેતા સોનલ વસાણીની હોવાનું જાણવા મળ્યું છે. આ વાઇરલ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી (Sonal Vasani Audio Clip) મૃતક યુવકના પરિવાર સાથે વાતચીત કરે છે અને ચેનકેન પ્રકારે સંમેલનમાં ન જવા માટે પ્રલોભનો આપતા જણાય છે.

Advertisement

આ પણ વાંચો - Bharuch : વાલીયાની સોસાયટીનાં મકાનમાંથી શિક્ષક દંપતીનાં મૃતદેહ મળતા ચકચાર!

તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું : સોનલબેન

વાઇરલ ઓડિયો ક્લીપમાં સોનલ વસાણી કહેતા સંભળાય છે કે, 'બહારના કોઈ તમારી મદદ નહીં કરે. તમારા છોકરાના અભ્યાસની જવાબદારી લઈશું. તમારું ઘર પણ બનાવી આપીશું.' દરમિયાન, સોનલ વસાણીએ સંમેલનમાં ન જવા વીડિયો બનાવવા પણ કહ્યું હતું. જ્યારે પીડિત પરિવારે કહ્યું હતું કે, આગેવાનો સાથે ચર્ચા કરીને કહીશું. જણાવી જઈએ કે, કોળી સમાજનાં યુવક ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી. હત્યા બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. દરમિયાન, આરોપીઓ પર પથ્થરમારો થયો હતો. પોલીસે લગાવેલી કલમોને લઈને કોળી સમાજમાં ભારે રોષ છે. જ્યારે કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya) એકપણ વખત પીડિત પરિવારને મળવા ગયા નથી. ત્યારે, સોનલ વસાણી એ કુંવરજી બાવળિયાના નજીકના હોવાથી પીડિત પરિવારને ફોન કર્યો હોવાની ચર્ચાઓ વેગવંતી થઈ છે.

આ પણ વાંચો - Surendranagar : થાનમાં મગફળી ગોડાઉનમાં આગ લાગી કે લગાવી ? જાણો પાલ આંબલિયાએ શું કહ્યું ?

Tags :
Advertisement

.

×