ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal: 6 લાખની મુદ્દલ સામે 28 લાખનું વ્યાજ ચૂકવ્યું છતાં વ્યાજખોર આપતો હતો ધમકી, પોલીસે કરી ધરપકડ

Gondal: ગોંડલ તાલુકા પોલીસે વ્યાજખોરી કરતા કાળુ ધના ભુંડીયા નામના ઇસમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
08:49 PM Jan 13, 2025 IST | VIMAL PRAJAPATI
Gondal: ગોંડલ તાલુકા પોલીસે વ્યાજખોરી કરતા કાળુ ધના ભુંડીયા નામના ઇસમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gondal Taluka Police
  1. વ્યાજખોર સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ
  2. ગોંડલ તાલુકા પોલીસે વ્યાજખોરી કરતા વ્યાજખોરને ઝડપી પાડ્યો
  3. આરોપીએ ફરિયાદી પાસે 2 લાખનું મહિને 24 હજાર વ્યાજ માંગ્યું હતું

Gondal: ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે અને નિર્દોષ વ્યક્તિઓ પર વ્યાજખારો દ્વારા આપવામાં આવતા ત્રાસની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. આવી જ એક ફરિયાદ ગોંડલમાં નોંધાઈ છે. ગોંડલ તાલુકા પોલીસે વ્યાજખોરી કરતા કાળુ ધના ભુંડીયા નામના ઇસમ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વ્યાજખોરની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગોંડલ તાલુકા પોલીસે ગેરકાયદેસર રીતે ઉંચા દરે વ્યાજે પૈસા આપી ધાક ધમકી આપી મિલ્કત પડાવવાની પ્રવૃત્તિ અંગે વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા ઇસમોને ડામવા લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં એક ફરીયાદી જે વ્યાજખોરોના ભરંડામા આવી ગયા હોવાની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસનો રૂબરૂ સંપર્ક કરતા ફરિયાદીએ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુજરાત નાણા ધીરધાર અધીનીયમ 2011 ની કલમ 40(એ),40 વિ.મુજબનો ગુન્હો દાખલ કરી આરોપી કાળુ ધના ભુંડીયાને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Banaskantha વિભાજનને લઈને સરકાર કરશે ફેર વિચારણા, કાંકરેજના બે ભાગ થવાની સંભાવના

આરોપીએ 2 લાખનું મહિને 24 હજાર વ્યાજ માંગ્યું હતું

ફરિયાદી બટુકભાઈ જેતાણીએ જણાવ્યું હતું કે, 2016 મા GEB ના કોન્ટ્રાક્ટર રાખતો હોવાથી પૈસા GEB ના કોન્ટ્રાકટમા રોકાણ કરેલ હોય અને મારા રોકાણ કરેલ પૈસાનુ બીલ મંજુર ન થતા મારી આર્થીક સ્થિતી નબળી થઇ ગઈ હતી,જેથી પૈસાની જરૂર ૫ડતા વાછરા ગામના વ્યાજ વટાવનો ધંધો કરતા કાળુભાઇ ધનાભાઇ ભુંડીયા પાસેથી રૂપિયા વ્યાજે લીધા હતી.’ આ દરમિયાન ફરિયાદી પાસેથી આરોપીએ 2 લાખ રૂપિયા તો આપ્યા પરંતુ દર મહિને 24,000 નું વ્યાજ માંગ્યું હતું.

આ પણ વાંચો: જામનગરનો પિરોટન ટાપુ ગેરકાયદે અતિક્રમણથી મુક્ત થયો: Harsh Sanghavi

તોતિંગ વ્યાજ ચૂકવ્યું છતાં આરોપીએ પૈસા માંગતો હતો

નોંધનીય છે કે, ફરિયાદીએ આરોપી પાસેથી રૂપિયા 6,00,000 લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં, જેનું દર મહિને 72,000 હજાર વ્યાજ આવતું હતું. એટલું જ નહીં પરંતુ ફરિયાદીએ પાંચ વર્ષ સુધી કુલ રૂપિયા 28,00,000 લાખ રૂપિયા વ્યાજ આપ્યું હતું. આટલું તોતિંગ વ્યાજ ભરવા છતાં પણ આરોપી ફરિયાદી પાસે સતત વ્યાજની માંગણી કરતો હતો. આરોપીએ ધમકી આપી હતી કે હજી પણ તારે 4 લાખ રૂપિયા આપવાના છે. ફરિયાદીએ કહ્યું કે, મે 6 લાખની મુદ્દલનું 28 લાખ રૂપિયા વ્યાજ ભર્યું છે. જેથી હવે ફરિયાદીએ વ્યાજખોરથી કંટાળીને પોલીસ ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: Gujarat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ

ગોંડલ તાલુકા પોલીસે આ મામલે નોંધી ફરિયાદ

અત્યારે ગોંડલ તાલુકામાં કાળુભાઈ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસે વિસ્તારમા રહેતા જાહેર જનતાને આ કામના મજૂર આરોપી તેમજ અન્ય કોઇ વિરુધ્ધ વ્યાજખોરી અંગે ફરિયાદ હોય, તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનનો સંર્પક કરવા જાહેર જનતાને પોલીસ તરફથી અપીલ કરવામા આવી છે. વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો પોતાન જિંદગી ટૂંકાવી દેતા હોય છે. જેથી પોલીસે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Gondal PoliceGondal Taluka PoliceGondal taluka police ActionGondal taluka police arrestedGondala NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsTop Gujarati NewsUsury
Next Article