Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે ભૂત પ્રેતમાં માનો છો? જો ના તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ

શું તમે અંધ શ્રદ્ધામાં માનો છો? તમને ખબર છે કે ભૂત પ્રેત જેવી ઘણી વાતો અને કહાનીઓ સાચી હોય છે? તો આજે તમને એક એવી જગ્યાની વાત કરવાની છે જ્યાં સાચે આત્મા કે ભૂતનો વાસ છે. આ જગ્યા રાજકોટની છે જેનું નામ છે અવધ બંગલો જે પહેલા અવધ પેલેસના નામે જાણીતો હતો.આપણે ઘણી વાર ભૂત પ્રેત ની કહાનીઓ સાંભળી હશે કે વાંચી હશે ત્યારે મનમાં સવાલ થાય કે શું આ ઘટના સાચી હશે? તો આપણે આજે એક આવી જ જગ્યાની વાત કરવાàª
શું તમે ભૂત પ્રેતમાં માનો છો  જો ના તો આ સમાચાર તમારે જરૂર વાંચવા જોઇએ
Advertisement
શું તમે અંધ શ્રદ્ધામાં માનો છો? તમને ખબર છે કે ભૂત પ્રેત જેવી ઘણી વાતો અને કહાનીઓ સાચી હોય છે? તો આજે તમને એક એવી જગ્યાની વાત કરવાની છે જ્યાં સાચે આત્મા કે ભૂતનો વાસ છે. આ જગ્યા રાજકોટની છે જેનું નામ છે અવધ બંગલો જે પહેલા અવધ પેલેસના નામે જાણીતો હતો.

આપણે ઘણી વાર ભૂત પ્રેત ની કહાનીઓ સાંભળી હશે કે વાંચી હશે ત્યારે મનમાં સવાલ થાય કે શું આ ઘટના સાચી હશે? તો આપણે આજે એક આવી જ જગ્યાની વાત કરવાની છે જ્યા સાચે આત્માનો વાસ છે. આ જગ્યા રાજકોટમાં આવેલી છે જેનું નામ અવધ પેલેસ છે. આ અવધ પેલેસ આજે અવધ ભૂત બંગલાના નામે જાણીતું છે. કેવી રીતે આ બંગલો ભૂત બંગલો બન્યો ચાલો જાણીયે તેની કહાની. રાજકોટથી 9 કિલોમીટરના અંતરે કાલાવડ રોડ પર આવેલા અવધ પેલેસના રોડ પર અવધ ગેટ આવેલો છે. આજ સુધી અવધ પેલેસના માલિક કોણ છે? ક્યાં છે? કોઈને કંઈ જ ખબર નથી. અવધ પેલેસના નામે એવું તો શું થયું કે આજે આ પેલેસ ભૂતિયા બંગલાના નામે ઓળખાય છે? આનો કોઈ જ રેકોર્ડ નથી સરકાર પાસે પણ આની કોઈ જ માહિતી નથી. 30 થી 40 વર્ષ સુધી આ જગ્યા બંધ પડી છે. ત્યાં કોઈ જ રહેતું નથી કે કોઈ જ રાતના સમયમાં આવતું નથી. આ પેલેસ વિશે એવું કહેવામાં આવે છે કે,  આ પેલેસના 3 માલિક હતા જેમણે એક છોકરીની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્યારબાદ આજ સુધી આ બંગલો બંધ પડ્યો છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે આ અવધ પેલેસના માલિક કોઈ NRI છે.  તે ઘટના બાદ તે ક્યાં છે કોઈને ખબર નથી, તે આજ સુધી પોતાના પેલેસ પર આવ્યા નથી. 

આપણે પેલેસની વાત કરીએ તો પેલેસની અંદર એક ગુપ્ત જગ્યા છે જ્યાંથી કોઈ જ આગળ જઈ શકતું નથી. એવું કહેવામાં આવે છે કે, ત્યાં જ એ છોકરીની સાથે દુષ્કર્મ કરીને તેને ત્યાં સળગાવી દેવામાં આવી હતી. તેની આત્મા આજ સુધી ત્યાં ભટકે છે અને કોઈ જ ત્યાં રાતના સમયમાં જઈ શકતું નથી. અવધ પેલેસની અંદર એક સ્વીમિંગ પૂલ પણ છે. અવધ પેલેસનું બાંધકામ જોતા એવું લાગે છે કે, એ કોઈ પહેલાનો મહેલ જેવો હશે. રાતના સમયમાં કોઈને પણ ત્યાં જવાની મનાઈ છે અને રાત્રે ત્યાંના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળે છે. આ કહાની હકીકત છે. 
Tags :
Advertisement

.

×