ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot ના સોની બજાર દિવાનપરામાં આગની ઘટના, બંગાળી કારીગરનું મોત

Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
09:14 AM Oct 14, 2025 IST | SANJAY
Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો
Fire, Rajkot, Sony Bazaar, Diwanpara, Bengali craftsman, Gujarat

Rajkot ના સોની બજાર દિવાનપરામાં મોડી રાત્રે આગની ઘટના બની છે. જેમાં શ્રીહરી કોમ્પલેક્ષમાં 5મા માળે આગ લાગી હતી. તેમાં 1 બંગાળી કારીગરનું મોત થયુ છે. જેમાં 1 ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. જેમાં સોની કામ માટે દુકાનમાં ગેસ સિલિન્ડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ.

સોનીની દુકાનમાં કુલ 10 જેટલા લોકો કામ કરી રહ્યા હતા

સોનીની દુકાનમાં કુલ 10 જેટલા લોકો કામ કરી રહ્યા હતા. કોમ્પલેક્ષમાં અગાસી પર બનાવાયેલા શેડની કાયદેસરતાની તપાસ થશે. રાજકોટ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલ મોનાર્ક સોની બજાર કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મોનાર્ક કોમ્પલેક્ષમાં સૌથી ઉપરના માળે કારીગરો સોના-ચાંદીના ઘરેણા બફિંગ અને પાલીસ કરવાનું કામ કરતા હતા, આ સમયે અચાનક આગ લગાવથી દોડધામ થઇ હતી.

શ્રીહરી કોમ્પલેક્ષ G 5 ડોમ એમ છ માળની બિલ્ડિંગ છે

આ અંગેની ફાયર વિભાગમાંથી મળતી માહિતી મુજબ, રાત્રે 1.18 વાગ્યે નાના મવા સર્કલ કંટ્રોલરૂમમાંથી દિવાનપરા શેરી નં.10માં આવેલા શ્રીહરી નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાના સમાચાર મળ્યાં હતાં. જેથી તાત્કાલિક બેડીપરા ફાયર સ્ટેશનથી બે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. આગ કોમ્પલેક્ષના પાંચમાં માળે પતરાનો ડોમ બનાવેલો હતો તેમાં લાગી હતી, જેને તાત્કાલિક પાણીનો મારો ચલાવી કાબૂમાં લીધી હતી. શ્રીહરી કોમ્પલેક્ષ G 5 ડોમ એમ છ માળની બિલ્ડિંગ છે. કોમ્પલેક્ષમાં કારીગરો ચાંદીના ઘરેણા બફિંગ કરતા હતા તે સમયે બફ મશીનમાં આગ લાગી હતી, તેવું જાણવા મળ્યું છે. આ આગે ભયંકર સ્વરૂપ પકડતા ટેરેસ ઉપરનો ડોમ સંપૂર્ણ સળગી ગયો છે. તેમાં LPG ગેસના 4 સિલિન્ડર રાખેલા હતાં, તેમાંથી એક સિલિન્ડ બ્લાસ્ટ થયું હતુ.

આ પણ વાંચો: Bhavnagar: જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતા 3 લોકો દબાયા, એકનું સારવાર દરમિયાન મોત

 

Tags :
Bengali craftsmanDiwanparafireGujaratRAJKOTSony Bazaar
Next Article