Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot News: શહેરમાં શું રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત ?

યુવતીના સાથી મિત્રો સાથે પણ અજાણ્યા યુવકોએ ઝપાઝાપી કરી હતી
rajkot news  શહેરમાં શું રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત
Advertisement
  • બર્થડેની ઉજવણી કરી પરત ફરતી સમયે યુવતી સાથે છેડતીની ઘટના બની
  • અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતી પર હુમલો પણ કર્યો હતો
  • યુવતી સાથે આ પ્રકારની ઘટના બનતા યુવતી બેભાન થઈ હતી

Rajkot News: રાજકોટ શહેરમાં રાત્રે દિકરીઓ નથી સુરક્ષિત! બર્થડેની ઉજવણી કરી પરત ફરતી સમયે યુવતી સાથે છેડતીની ઘટના બની છે. જેમાં અજાણ્યા યુવકોએ છેડતી કરી યુવતી પર હુમલો પણ કર્યો હતો. તેમાં યુવતીના સાથી મિત્રો સાથે પણ અજાણ્યા યુવકોએ ઝપાઝાપી કરી હતી. જેમાં અજાણ્યા યુવકોએ યુવતી પર હુમલો કર્યો અને કપડાં ફાડી નાંખ્યા છે. તેમજ યુવતી સાથે આ પ્રકારની ઘટના બનતા યુવતી બેભાન થઈ હતી.

પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા અજાણ્યા યુવકો નાસી છૂટ્યા

પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતા અજાણ્યા યુવકો નાસી છૂટ્યા હતા. જેમાં 20 વર્ષીય યુવતીએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તાજેતરમાં જ રાજકોટના ગાંધીગ્રામમાં 14 વર્ષીય વિદ્યાર્થીની સાથે તેના સાવકા પિતા અને તેના મિત્રે દુષ્કર્મ આચર્યું હતુ. આ ઘટનામાં માતાએ દીકરીને ધમકી આપી હોવાનો મોટો ખુલાસો થયો હતો. પોલીસે બંનેની ધરપકડ કરી અને પોક્સો હેઠળ ગુનો નોંધીને હવે તપાસ આગળ વધારી હતી. હાલમાં હેવાન સાવકો પિતા અને તેના મિત્ર પોલીસની કસ્ટડીમાં છે.

Advertisement

14 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ નવમાં અભ્યાસ કરનારી 14 વર્ષીય સગીરા સાથે તેના જ સાવકા પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. જ્યારે પોતાના સાવકા પિતાની કાળી કરતૂત અંગે પોતાની સગી માતાને વાત કરી તો માતાએ દીકરીને ન્યાય અપાવવાની જગ્યાએ પોતાની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મૌન કરી દીધી હતી. જોકે રાજકોટ શહેરની ગાંધીગ્રામ પોલીસની કામગીરીના કારણે આખરે 14 વર્ષીય માસુમ દીકરીનો દેહ પીંખનાર સાવકા પિતા અને 14 વર્ષીય માસુમ દીકરી પાસે બીભત્સ પ્રકારની માંગણી કરનારા સાવકા પિતાના મિત્ર કમ બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Junagadh News: પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન આવ્યું

Tags :
Advertisement

.

×