Gondal : નાગરિક સહકારી બેંકની 70 મી સાધારણ સભા, સભાસદોએ અ'વાદ પ્લેન ક્રેશનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
- ગોંડલમાં નાગરિક સહકારી બેંકની 70 મી સાધારણ સભા યોજાઈ
- છેલ્લા 4 વર્ષથી બેંક દ્વારા રેકોર્ડ બ્રેક નફો કરાયો : ચેરમેન અશોકભાઈ પીપળીયા
- મહાનુભાવોનું સિંદૂરનાં રોપાથી સન્માન કરવામાં આવ્યું
- નેતા, પૂર્વ MLA, ચેરમેન, પ્રમુખ સહિત સભાસદો હાજર રહ્યા
- પૂર્વ CM વિજયભાઈ રૂપાણી સહિતના દિવંગતોને મૌન પાળી શ્રદ્ધાંજલિ અપાઈ
ગોંડલની 61 હજારથી પણ વધુ સભાસદો ધરાવતી નાગરિક સહકારી બેંક (Nagarik Sahakari Bank) દ્વારા કડવા પટેલ સમાજ વાડી ખાતે 70 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. સાધારણ સભાની શરૂઆત પહેલાં અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં (Ahmedabad Plane Crash) મૃત્યુ પામેલા ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (Vijaybhai Rupani) સહિતના દિવંગત આત્માઓને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. કાર્યક્રમનું ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી સાધારણ સભાની શરૂઆત કરી હતી. સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો પ્રબુદ્ધ નાગરિકો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
છેલ્લા 4 વર્ષથી બેંક દ્વારા રેકોર્ડ બ્રેક નફો કરાયો : ચેરમેન અશોકભાઈ પીપળીયા
ગોંડલ (Gondal) નાગરિક બેંકના ચેરમેન અશોકભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી બેંક દ્વારા રેકોર્ડ બ્રેક નફો કરાયો છે. પહેલા બેંકની ફિક્સ ડિપોઝિટ 355 કરોડ હતી જે વધીને આજે 370 કરોડે પહોંચી છે જ્યારે, ધિરાણ 223 કરોડે પહોંચ્યું છે. અશોકભાઈ પીપળીયાએ બેંકની ઉતરોતર પ્રગતિ અંગે સભાસદો, વેપારીઓ તથા જનતાનો સાથ સહકાર હોવાનું જણાવી આભાર માન્યો હતો.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : કુલ 259 મૃતદેહની ઓળખ થઈ, 256 પાર્થિવદેહ સ્વજનોને સોંપાયા
મહાનુભાવોનું સિંદૂરનાં રોપાથી સન્માન કરવામાં આવ્યું
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં (Pahalgam Attack) પ્રવાસીઓ પર થયેલ આતંકવાદી હુમલાની ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓપરેશન સિંદૂરમાં (Operation Sindoor) ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરી આંતકી અડ્ડાનો ખાતમો બોલાવી દીધો હતો. ત્યારે નાગરિક બેંકનાં ચેરમેન અશોકભાઈ પીપળીયા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સિંદૂરનાં રોપાથી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત બાર એસોસિએશનના (Bar Association) પ્રમુખ સાવનભાઈ પરમારનું શાલ ઓઢાડી, પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાનાં (Jayrajsinh Jadeja) હસ્તે સન્માન કરાયું હતું. બેંક નાં એમડી. પ્રફુલભાઈ ટોળીયા દ્વારા બેંકની પ્રગતિ અંગે વિસ્તૃત વાત કરી સાધારણ સભાનું સંચાલન કર્યુ હતું.
આ પણ વાંચો - Bharuch : બે વર્ષ પહેલા પ્રેમી-પ્રેમિકા વચ્ચે શારિરીક સંબંધ બંધાયા, પ્રેમિકાની સગાઈ થતાં પ્રેમીએ રચ્યું આ ષડયંત્ર
નેતા, પૂર્વ MLA, ચેરમેન, પ્રમુખ સહિત સભાસદો હાજર રહ્યા
સભામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, નાગરિક બેંકના વાઇસ ચેરમેન જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), નૈમિષભાઈ ધડુક, રાજકોટ જિલ્લા (Rajkot) ભાજપ પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા, વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, ઓમદેવસિંહ જાડેજા, ખેડૂત ડેકોર વાળા લક્ષ્મણભાઈ પટેલ, ઉધ્યોગપતિ રસિકભાઈ મારકણા, ચિરાગભાઈ દુદાણી, ધનસુખભાઇ નંદાણીયા, ઉધ્યોગ ભારતીનાં ચંદ્રકાંત પટેલ, ગોપાલભાઈ શીંગાળા, મગનભાઈ ઘોણીયા, કુરજીભાઈ ભાલાળા, મનસુખભાઈ સખીયા સહિતનાં આગેવાનો તેમ જ સભાસદો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Guajrat Congress : કડી-વિસાવદર પેટા ચૂંટણી પરિણામ બાદ શક્તિસિંહ ગોહિલનું રાજીનામું!


