Gondal : માર્કેટિંગ યાર્ડમાં દિવાળીને લઈ તમામ જણસીની આવક અને કામકાજ બંધ રહેશે
- Gondal માર્કેટિંગ યાર્ડમાં દિવાળીનાં તહેવારને લઈ મહત્ત્વનાં સમાચાર
- આગામી દિવસોમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કામકાજ બંધ રહેશે
- યાર્ડનાં સત્તાધીશો અને કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા અપાઈ માહિતી
- શનિવારને ધનતેરસનાં દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી થશે
- લાભપાંચમનાં દિવસે તમામ જણસીનું શુભમુહૂર્ત કરવામાં આવશે
Gondal : સૌરાષ્ટ્ર અને ગુજરાતનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીનાં તહેવારોને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ-અલગ રજાનાં દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડનાં સત્તાધીશો તેમ જ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે આગામી દિવાળીનાં તહેવાર (Diwali Festival 2025) દરમિયાન આવતા વાર-તહેવાર અને જાહેર રજાઓનાં કારણે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે. યાર્ડમાં આવતા ખેડૂતો, વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાં એ રજાનાં દિવસે કામકાજ બંધ રાખવા જણાવાયું છે.
Gondal યાર્ડમાં ધનતેરસનાં દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં (Gondal Marketing Yard) સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55 થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડમાં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીનાં તહેવારને લઈને શનિવારને ધનતેરસનાં દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી થયા બાદ રવિવારને કાળી ચૌદશથી તમામ જણસીની આવક યાર્ડનાં સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાતનાં થાય ત્યાં સુધી બંધ રહેશે તેમ જણાવાયું છે.
આ પણ વાંચો - Diwali 2025 Date Shubh Muhurt: કાર્તિક મહિનામાં બે અમાવસ્યા! 20 કે 21 ઓક્ટોબર, જાણો દિવાળી ક્યારે ઉજવાશે
લાભપાંચમનાં દિવસે તમામ જણસીનું શુભમુહૂર્ત કરવામાં આવશે
માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે, આગામી દિવાળીનાં તહેવારો આવતા હોવાથી 8 દિવસ એટલે કે તારીખ 19 ઓક્ટો.થી 26 ઓક્ટો. સુધી દિવાળી વેકેશન (Diwali Vacation 2025) રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 26 ઓક્ટો.ને લાભ પાંચમનાં દિવસે રવિવાર આવતો હોવાથી 27 મીએ સોમવારનાં રોજ સારા મુહૂર્તમાં વેપારીઓ દ્વારા રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમ જ વિવિધ જણસીઓની હરાજી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો - Jamnagar : ઓનલાઇન રોકાણનાં ફોન આવે છે? તો ચેતજો..! કારખાનેદાર સાથે અધધ.. 2 કરોડની છેતરપિંડી!
દિવાળીનાં તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં હરાજી અને યાર્ડ બંધ રહેશે.
- 19/10/2025 રવિવારને કાળી ચૌદશથી સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે.
- 20/10/2025 સોમવાર દિવાળી હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 21/10/2025 મંગળવાર (ધોકો) નાં દિવસે હરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 22/10/2025 બુધવાર બેસતું વર્ષનાં દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 23/10/2025 ગુરુવાર ભાઈબીજનાં દિવસે જણસીની આવક, હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 24/10/2025 શુક્રવાર સુદ-ત્રીજનાં દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 25/10/2025 શનિવાર સુદ-ચોથનાં દિવસે હરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
- 26/10/2025 રવિવારે લાભપાંચમનાં દિવસે યાર્ડનું તમામ કામકાજ અને હરાજી બંધ રહેશે.
લાભ પાંચમનાં દિવસે રવિવાર હોય તમામ જણસીઓનું સારા મુહૂર્તમાં વેપારીઓ દ્વારા હરાજીનાં સોદા કરી 27મીએ સોમવારથી રાબેતા મુજબ વિવિધ જણસીઓની આવક શરૂ કરાશે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Junagadh : ગુરુ ગોરક્ષનાથજીની મૂર્તિ તોડવા મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો!


