Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' નાં સમર્થન અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાર્થક કરવાનો છે.
gondal    એક રાષ્ટ્ર એક ચૂંટણી  નાં સમર્થન અંગે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું
Advertisement
  1. ગોંડલમાં 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું (Gondal)
  2. માર્કેટિંગ યાર્ડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
  3. ધારાસભ્ય ગીતાબા જાડેજા અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાયો
  4. સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી થાય તેના ફાયદા વિસ્તારપૂર્વક જણાવ્યા

Gondal : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલના માર્કેટિંગ યાર્ડ ખાતે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું. ગોંડલ 73 વિધાનસભા મતવિસ્તારનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું ઉપસ્થિત આગેવાનોનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તેમ જ મુખ્ય વક્તા તરીકે પ્રદેશ યુવા મોરચાનાં પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ હતા અને તેમને 'વન નેશન વન ઈલેક્શન' અંતર્ગત સમગ્ર દેશમાં એક સાથે ચૂંટણી થાય તો તેના ફાયદા વિસ્તારપૂર્વક જણાવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતું 'એક રાષ્ટ્ર એક ચૂંટણી' (One Nation One Election) વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હતો.

આ પણ વાંચો - Ahmedabad : વિચિત્ર ચોરી! દુકાનનું શટર તોડી તસ્કરો લાખોની કિંમતનાં વિદેશી 'પોપટ' ચોરી ગયા

Advertisement

Advertisement

દેશમાં એક જ ચૂંટણી થવાથી આર્થિક ખર્ચ ઘટશે : MLA ગીતાબા જાડેજા

ગોંડલ ધારાસભ્ય ગીતાબા જાડેજાએ (MLA Geetaba Jadeja) પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના (PM Narendra Modi) સંકલ્પને સાર્થક કરવાનો છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એક સાથે યોજવાનો છે. દેશમાં એક જ ચૂંટણી થવાથી આર્થિક ખર્ચ ઘટશે. સરકારની નીતિઓનો સમયસર અમલ થશે અને દેશનો વિકાસ વેગવાન બનશે.

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ માટે મહત્ત્વનાં સમાચાર, આ 17 વોર્ડમાં 3 દિવસ પાણી કાપ

મોટી સંખ્યામાં અગ્રણીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા

કાર્યક્રમમાં નાગરિક બેંકનાં ચેરમેન કિશોરભાઈ કાલરિયા, પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, વા. ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, નગરપાલિકા ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, તાલુકા ભાજપ (BJP) પ્રમુખ અશ્વિનભાઈ ઠુંમર, રાજુભાઈ ડાંગર, પ્રફુલભાઈ ટોળીયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા, જેકીભાઈ પરમાર તેમ જ તાલુકા પંચાયત સભ્યો, નગરપાલિકા સદસ્યો, માર્કેટિંગ યાર્ડનાં (Gondal Marketing Yard) ડિરેક્ટરો, સરપંચો, શહેર તેમજ તાલુકા ભાજપ સંગઠનનાં હોદ્દેદારો, આગેવાનો સહિત ગોંડલનાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Vadodara : CM ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ મ્યુનિ. કમિશનર એક્શનમાં, બેઠક બોલાવી સૂચનો આપ્યા

Tags :
Advertisement

.

×