Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : SRP ચોકની નામકરણ વિધિ કરી સ્વ. દિગ્વિજયસિંહ રાઠોડ નામ અપાયું

Gondal : ગ્રામ્ય LCBમાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ રાઠોડનું અંકલેશ્વર - ભરૂચ નેશનલ હાઇવે પર ફરજ દરમ્યાન અકસ્માતમાં અવસાન થયું હતું
gondal   srp ચોકની નામકરણ વિધિ કરી સ્વ  દિગ્વિજયસિંહ રાઠોડ નામ અપાયું
Advertisement
  • રાજકોટ ગ્રામ્ય પોલીસના અકસ્માતે જીવ ગુમાવનાર જવાનની વાર્ષિક પૂણ્યતિથિ હતી
  • તે નિમિત્તે એસઆરપી ચોરનું નામકરણ કરવામાં આવ્યું
  • આ તકે ધારાસભ્યથી લઇને અનેક સમાજના શ્રેષ્ઠીઓ હાજર રહ્યા હતા

Gondal : ગોંડલ ગુજરાત પોલીસ રાજકોટ ગ્રામ્ય પોલીસ - LCBમાં ફરજ બજાવતા સ્વ. દિગ્વિજયસિંહ નરેન્દ્રસિંહ રાઠોડનું અંકલેશ્વર - ભરૂચ નેશનલ હાઇવે પર ફરજ દરમ્યાન માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. સ્વ. દિગ્વિજયસિંહનું અકાળે અવસાનથી પરિવાર, પોલીસ સ્ટાફ,મિત્ર મંડળમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો. સ્વ. દિગ્વિજયસિંહ પરિવાર પર આવેલ દુઃખદ ના દિવસોમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ સ્ટાફ દ્વારા આશરે 20 લાખનું ફંડ એકત્ર કરી પરિવારના સભ્યોને આપવામાં આવ્યું હતું. આજરોજ સ્વ. દિગ્વિજયસિંહ રાઠોડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મિત્ર મંડળ તેમજ ટીમ ગણેશ દ્વારા રક્તદાન તેમજ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સૌ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

Advertisement

SRP રોડ પર પ્રતિમા અનાવરણ તેમજ ચોકની નામકરણ વિધિ કરાઈ

ગોંડલ સ્વ. દિગ્વિજયસિંહ રાઠોડના મિત્રો દ્વારા સૌ પ્રથમ ધારાસભ્ય ગીતાબા જાડેજાને રજુઆત કરતા નગરપાલિકા દ્વારા શહેરના એક ચોકનું નામકરણ તેમના નામે કરવાનો નિર્ણય લેતા SRP ગ્રુપ - 8, ગેટ નં - 2 પાસે આવેલ ચોકનું નામ સ્વ. દિગ્વિજયસિંહ રાઠોડ ચોક નું નામકરણ વિધિ કરવામાં આવી હતી. તેમજ સ્વ. દિગ્વિજયસિંહ રાઠોડની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ચોકમાં જય જવાન પ્રતિમાનું ઉપસ્થિત મહાનુભાવો તેમજ પરિવારના સભ્યો અને મિત્ર મંડળ, ટીમ ગણેશ દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ SRP બેન્ડ ની સુરાવલી સાથે ઉપસ્થિત સૌ નગરજનોએ રાષ્ટ્રગાન સાથે ભારત માતા કી જય, વંદે માતરમ ના નારા ગુંજી ઉઠ્યા હતા.

Advertisement

બ્લડ ડોનેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

કોટડાસાંગાણી રોડ પર આવેલ SRP ગ્રુપ - 8માં આવેલ કોમ્યુનિટી હોલમાં સ્વ. દિગ્વિજયસિંહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે મિત્ર મંડળ તેમજ ટીમ ગણેશ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ વિના મૂલ્યે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ રક્તદાન કેમ્પને દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સ્વ. દિગ્વિજયસિંહ ના મિત્રો, પોલીસ સ્ટાફ, નગરજનો દ્વારા બ્લડ ડોનેટ કરી જીગરજાન મિત્રને શ્રદ્ધાંજલિ આપી હતી. સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 331 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સર્વ રોગ નિદાન કેમ્પમાં એસ.જી. હોસ્પિટલના ડોકટર સુલતાન ગુંગા તેમજ તેમની ટીમે ફ્રી ઓફ સેવા આપી હતી.

કાર્યક્રમમાં આગેવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિતિ

સ્વ.દિગ્વિજયસિંહ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમમાં યુવા અગ્રણી ગણેશસિંહ જાડેજા, રાજવી પરિવાર માંથી કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવામહેલ, SRP ગ્રુપ - 8 SP કલ્પેશકુમાર ચાવડા, DYSP મહેશકુમાર પરમાર, પૂજ્ય હરિસ્વામી કષ્ટભંજન હનુમાનજી મંદિર, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, અશોકભાઈ પીપળીયા, નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, પૂર્વ કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, ગોંડલ સીટી એ તથા બી ડિવિઝન PI એલ.આર. ગોહિલ, જે.પી. રાવ, LCB PI વી.વી. ઓડેદરા, SOG PI પારગી, તાલુકા મામલતદાર રાહુલકુમાર ડોડીયા, ડી.ડી. ભટ્ટ, પત્રકાર જગદીશભાઈ મેહતા તેમજ નગરપાલિકા સદસ્યો, પોલીસ સ્ટાફ, રાજકીય તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગોંડલ SRP ચોક ખાતે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સ્વ.દિગ્વિજયસિંહ ના મિત્રો, પોલીસ સ્ટાફ, ટીમ ગણેશ સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો -----  અહીં હજુ પણ ગવાય છે પૌરાણિક રાગ પર રચાયેલ ગરબા, ચાલે છે પ્રાચીન ગરબીની પરંપરા

Tags :
Advertisement

.

×