Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal Lok Mela : સંતો, મહંતો, રાજકીય આગેવાનોના હસ્તે ગોંડલ લોકમેળો ખુલ્લો મુકાયો

આ વર્ષે પણ રાઈડ્સોની SOP ની મંજૂરી ન મળતા રાજકીય અગ્રણીઓ દ્વારા પરંપરાગત લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
gondal lok mela   સંતો  મહંતો  રાજકીય આગેવાનોના હસ્તે ગોંડલ લોકમેળો ખુલ્લો મુકાયો
Advertisement
  1. સંતો, મહંતો, રાજકીય આગેવાનોના હસ્તે ગોંડલ લોકમેળો ખુલ્લો મુકાયો (Gondal Lok Mela)
  2. સરકાર દ્વારા લોકમેળા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
  3. આ વર્ષે પણ રાઈડ્સોની SOP ની મંજૂરી ન મળતા પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકાયો
  4. ગોંડલ લોકમેળામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે

Gondal Lok Mela : સૌરાષ્ટ્રનાં મેળાઓની દેશ-વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી તહેવારમાં યોજાતા મેળાઓની વાત જ કંઈક અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલનાં કોલેજચોકનાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલનાં ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ-આઠમનાં તહેવાર પર ભરાય છે. ત્યારે આજે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા (ભગવત ભૂમિ) આયોજિત સાંસ્કૃતિક લોકમેળો ગોંડલ ધારાસભ્ય પ્રતિનિધિ ગણેશસિંહ જાડેજા (Ganeshsinh Jadeja), કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ (Jyotendrasinhji of Hawa Mahal), પોરબંદર મત વિસ્તારનાં પૂર્વ સાંસદનાં પ્રતિનિધિ સાવનભાઈ ઘડુક, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, નગરપાલિકાનાં પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, સંતો, મહંતોનાં હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોક મેળાનું દીપ પ્રાગટ્ય કરીને રિબિન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો.

રાઈડ્સોની SOP ની મંજૂરી ન મળતા પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકાયો

ગત વર્ષે થયેલ રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડને (TRP Gamezone fire incident) લઈને સરકાર દ્વારા લોકમેળા માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી પરંતુ, ગાઈડલાઈનની આકરા નિયમોને લઈને ગોંડલ લોકમેળો ખુલ્લો તો મુક્યો પરંતુ રાઈડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો હતો. જ્યારે આ વર્ષે પણ ગોંડલનો લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ, આ વર્ષે પણ રાઈડ્સોની SOP ની મંજૂરી ન મળતા રાજકીય અગ્રણીઓ દ્વારા પરંપરાગત લોકમેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો -રાજકોટ-જેતપુરમાં લોકમેળાનો માહોલ : ઉદ્ઘાટન થયું પણ રાઈડ્સની મજા અધૂરી!

Advertisement

Gondal Lok Mela નાં ઉદ્ઘાટનમાં રાજકીય નેતાઓ, અગ્રણીઓ, લોકો ઉપસ્થિત રહ્યા

આ લોક મેળાનાં (Gondal Lok Mela) ઉદ્ઘાટન પ્રસંગે નાગરિક બેન્કનાં ચેરમેન કિશોરભાઈ કાલરીયા, પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, માર્કેટિંગ યાર્ડનાં વા. ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા, પ્રફુલભાઈ ટોળીયા, ઓમદેવસિંહ જાડેજા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીનાબેન ભોજાણી, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સંતો-મહંતો-નગરપાલિકાના સદસ્યો, કર્મચારીગણ સહિતના રાજકીય અને સામાજિક સંસ્થાનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો -Ahmedabad : આઝાદીના પર્વની અનોખી ઉજવણી, 79માં સ્વતંત્રતા પર્વ પર 79 કિમીની મેરેથોન

ગોંડલ લોકમેળામાં મેળા કમિટીની રચના કરવામાં આવી

ગોંડલ લોકમેળામાં (Gondal Lok Mela) મેળા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, કૌશિકભાઈ પડાળીયા, હંસાબેન માધડ, નિલેશભાઈ કાપડિયા, અર્પણાબેન આચાર્ય, અશ્વિનભાઈ પાંચાણી, ઋષિરાજસિંહ જાડેજા, આસિફભાઈ ઝકરિયા સહિતના મેળા કમિટીના સભ્યો છે. ગોંડલમાં 7 દિવસનો લોક મેળો યોજાશે. લોક મેળામાં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિત ના કાર્યક્રમો યોજાશે.

7 દિવસ દરમિયાન કોલેજ ચોક ફરતેના રસ્તાઓ પર ભારે વાહનો પર પ્રતિબંધ કરવામાં આવશે.

- સેન્ટ્રલ સિનેમા ચોક થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.
- શ્યામવાડી ચોક થી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.
- રિવર પેલેસ થી કોલેજચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.
- જાગૃતિ સ્કૂલ થી કોલેજ ચોક સુધી ભારે વાહનો પર પ્રતિબંધ.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - અમિત ચાવડાનો ચોંકાવનારો દાવો; ગુજરાતમાં લાખો બોગસ, નકલી અને ભૂતિયા મતદારો મળ્યા

Tags :
Advertisement

.

×