Gondal : મહારાજા સર ભગવતસિંહજીની 160 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરાઈ
- Gondal માં મહારાજા સર ભગવતસિંહજીની 160 મી જન્મજયંતી ઊજવાઈ
- વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી જાડેજા દ્વારા ફૂલહાર અર્પણ કરાયા
- મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ગોંડલમાં કરેલા પ્રજાલક્ષી કાર્યોને યાદ કરાયા
- કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
Rajkot : ગોંડલનાં (Gondal) સ્વપ્નદ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહજી (royal Maharaja Sir Bhagwatsinhji) 160 મી જન્મજયંતીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં એક આદર્શ રાજવીનું બિરુદ પામેલા ગોંડલ મહારાજા સર ભગવતસિંહજી 160 મી જન્મજયંતી નિમિત્તે શહેરનાં કોલેજ ચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે મહારાજા સર ભગવતસિંહજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા. આ નિમિત્તે વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી જાડેજા (Maharaja Himanshu Singhji Jadeja) દ્વારા ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Junagadh : 'ગાર્ડ ઓફ ઓનર' આપી જવાનને અંતિમ વિદાય અપાઈ, મંત્રી, MLA, મોટી સંખ્યામાં લોકો જોડાયા
મહારાજા સર ભગવતસિંહજીની 160મી જન્મજયંતીની ઉજવણી કરાઈ
ગોંડલમાં પ્રજાવત્સલ રાજવી મહારાજા સર ભગવતસિંહજી 160 મી જન્મજયંતી નિમિત્તે કોલેજ ચોક પાસે આવેલ સર ભગવતસિંહજી ગાર્ડન ખાતે વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી જાડેજા દ્વારા ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી. ગોંડલ રાજ્યમાં કરેલાં મહારાજા સર ભગવતસિંહજી દ્વારા પ્રજાલક્ષી કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા. તેમ જ કપુરિયા ચોક ખાતે આવેલ મહારાજા ભગવતસિંહજીની પ્રતિમાને રાજવી પરિવારનાં કુમાર જ્યોતિમર્યસિંહજી ઓફ હવા મહેલ ગોંડલની ઉપસ્થિતિમાં ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો - Kalol : ગોલથરા સ્થાનિકોની નવા વર્ષે નવી નેમ, નશો કરો તો 50 હજાર અને નશાનો વેપાર કરો તો 1 લાખ દંડ
Gondal માં ઉજવણી કાર્યક્રમમાં આ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ તકે નગરપાલિકા ઉપપ્રમુખનાં પ્રતિનિધિ વૈભવભાઈ ગણાત્રા, કારોબારી ચેરમેન ક્રિપાલસિંહ જાડેજા, નાગરિક બેંકનાં પૂર્વ ચેરમેન અશોકભાઈ પીપળીયા, પૂર્વ કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, નાયબ મામલતદાર મનીષભાઈ જોષી,સહિત નગરપાલિકાનાં સદસ્યો તેમ જ શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ, મહારાજા ભોજરાજસિંહજી વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ, ગોંડલ રાજપૂત સમાજના આગેવાનો ભુવનેશ્વરી પીઠનાં રવિદર્શનભાઈ વ્યાસ સહિત પ્રબુદ્ધ નાગરિકો સમાજ શ્રેષ્ઠીઓ યુવાનો સહિત બહોળી સંખ્યામાં ગોંડલ નગરજનો ઉપસ્થિત રહી 160 મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Dwarka : એસ્સાર કંપનીમાં લાગી ભયંકર આગ, ફાયર ફાયટરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે


