ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gondal : માર્કેટિંગ યાર્ડ જતાં ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકો માટે મહત્ત્વનાં સમાચાર

જે અંગે નોંધ લેવા ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એસો. દ્વારા અપીલ કરાઈ છે.
04:17 PM Mar 25, 2025 IST | Vipul Sen
જે અંગે નોંધ લેવા ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એસો. દ્વારા અપીલ કરાઈ છે.
Gondal_Gujarat_first main
  1. માર્ચ એન્ડિંગને લઈ Gondal માર્કેટિંગ યાર્ડમાં 6 દિવસ સુધી કામકાજ બંધ રહેશે.
  2. 26 માર્ચ, 2025 થી 31 માર્ચ, 2025 સુધી યાર્ડમાં તમામ પ્રકારનાં કામકાજ બંધ રહેશે
  3. વાર્ષિક હિસાબ કિતાબ તેમ જ અન્ય કામકાજને લઈને લેવાયો નિર્ણય

Gondal : સૌરાષ્ટ્ર તેમ જ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ વિવિધ જણસીઓની વિપુલ પ્રમાણમાં આવકને લઈને મોખરે સ્થાન ધરાવે છે. ત્યારે આવતીકાલ એટલે કે 26 માર્ચથી માર્ચ એન્ડિંગને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાકે 6 દિવસ સુધી કામકાજ બંધ રહેશે. જે અંગે નોંધ લેવા ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ એસો. દ્વારા અપીલ કરાઈ છે.

આ પણ વાંચો - Jamnagar : GETCO માં રાજ્યભરના ઉમેદવારોમાં જમાવડો, કંપનીના એક નિર્ણયથી નિરાશા

યાર્ડના વાર્ષિક હિસાબ ને લઈને યાર્ડ બંધ રહેશે

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલ એટલે કે 26 માર્ચ, 2025 થી 31 માર્ચ, 2025 સુધી યાર્ડનાં વાર્ષિક હિસાબ કિતાબ તેમ જ અન્ય કામકાજને લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક તેમ જ હરાજીને લગતા તમામ કામકાજ બંધ રહેશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો - Gujarat : રાજ્યમાં ગૌ હત્યાના કેસમાં મોટો ચુકાદો, આરોપીઓને 7 વર્ષની સજા

1 એપ્રિલથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે

માર્કેટિંગ યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ (Alpeshbhai Dholaria) જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard) વિવિધ જણસીની આવકથી ઊભરાતું હોય છે ત્યારે પ્રતિવર્ષ મુજબ, આ વર્ષે પણ માર્ચ એન્ડિંગને લઈને જાહેર હરાજી સહિત યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે. માત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડની ઓફિસનું કામકાજ ચાલુ રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, 26 માર્ચથી 31 માર્ચ સોમવાર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક તેમ જ હરાજીને લાગતા તમામ કામકાજ બંધ રાખવામાં આવ્યા છે, જેની સૌરાષ્ટ્રભરમાંથી આવતા ખેડૂતો, વેપારીઓ અને વાહન માલિકોએ નોંધ લેવા વિનંતી છે. તેમ જ યાર્ડનાં સત્તાધીશો દ્વારા આવકને લઈને કોઈ જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી તમામ પ્રકારની જણસીની આવક બંધ કરવામાં આવે છે તેમ યાર્ડનાં ચેરમેન દ્વારા જણાવ્યું હતું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - ભરૂચના હર્ષ ઉપાધ્યાયે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં બનાવી નવી ઓળખ

Tags :
Commission Agent AssociationCommoditiesGondalGondal marketing yardGUJARAT FIRST NEWSMarketing Yard Chairman Alpeshbhai DholariaRAJKOTTop Gujarati News
Next Article