Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : ઉમવાડા અંડરબ્રિજમાં ભરશિયાળે ચોમાસું! પાણી ભરાતા લોકોને હાલાકી

રાજકોટ જિલ્લાના ગોંડલમાં મહત્ત્વનાં રાહદારી અંડરબ્રિજ ગણાતાં ઉમવાડા અંડરબ્રિજમાં ચોમાસામાં તો પાણી ભરાતા જ હોય છે પણ, આજે ભરશિયાળે ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ટુવ્હિલર કે રિક્ષા પાણીમાં ફસાયા જતાં ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. કારચાલકોએ પણ મહામુસીબતે અંડરબ્રિજ પાસ કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં પાણી ક્યાંથી આવ્યું તે પણ એક મોટો સવાલ બન્યો છે.
gondal   ઉમવાડા અંડરબ્રિજમાં ભરશિયાળે ચોમાસું  પાણી ભરાતા લોકોને હાલાકી
Advertisement
  1. રાજકોટના Gondal ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા
  2. શિયાળાની કડકડતી ઠંડીમાં પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાયા
  3. અંડરબ્રિજમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી
  4. અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોએ તંત્ર પર ઠાલવ્યો હતો રોષ
  5. મુખ્ય માર્ગ હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો

Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલમાં (Gondal) મહત્ત્વનાં રાહદારી અંડરબ્રિજ ગણાતાં ઉમવાડા અંડરબ્રિજમાં (Underbridge) ચોમાસામાં તો પાણી ભરાતા જ હોય છે પણ, આજે ભરશિયાળે ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા. ટુવ્હિલર કે રિક્ષા પાણીમાં ફસાયા જતાં ચાલકોને ભારે હાલાકી ભોગવી પડી હતી. કારચાલકોએ પણ મહામુસીબતે અંડરબ્રિજ પાસ કર્યો હતો. આટલા મોટા પ્રમાણમાં પાણી ક્યાંથી આવ્યું તે પણ એક મોટો સવાલ બન્યો છે.

Advertisement

આ પણ વાંચો - Dholka : લગ્નમાં જમણવાર પછી કુડ પોઈઝનિંગ; 50થી વધારે મહેમાનો હોસ્પિટલ ભેગા

Advertisement

રાજકોટના Gondal ઉમવાડા અંડરબ્રિજ નીચે પાણી ભરાયા

ગોંડલમાં (Gondal) ઉમવાડા અંડરબ્રિજ એ મુખ્યમાર્ગ છે. શહેરથી માર્કેટ યાર્ડ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ અને રાજકોટ નેશનલ હાઇવે (Rajkot National Highway) જવા સરકારી કચેરીઓ જેમ કે નગરપાલિકા, તાલુકા સેવા સદન જવા માટે ઉમવાડા અંડરબ્રિજ ખૂબ જ મહત્ત્વનો છે. દૈનિક ધોરણે અહીંથી હજારોની સંખ્યામાં વાહનચાલકો પસાર થતા હોય છે.

અંડરબ્રિજમાં પાણી ભરાતા લોકોએ તંત્ર પર ઠાલવ્યો હતો રોષ

પરંતુ આ અંડરબ્રિજ નીચે પાણી ભરાયેલા રહેવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાહદારીઓ લપસવાથી માંડીને નાના-મોટા અકસ્માતનો ભોગ બની રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જાય છે. આ અંડરબ્રિજની જવાબદારી રેલવે તંત્રની છે પણ રેલવે તંત્ર આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવામાં સરેઆમ નિષ્ફળ રહ્યુ છે તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે, નગરપાલિકા દ્વારા પાણીનો કાયમી ઉકેલ લાવવા લોક માંગ પ્રબળ બની છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : વટવામાં કરોડોની જમીન પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ; કોર્પોરેટરના પુત્રો સહિત 8 વિરુદ્ધ ફરિયાદ

Tags :
Advertisement

.

×