Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : મુસ્લિમ યુવકો રાત-દિવસ કામ કરી તાજીયાની તૈયારીઓને આપી રહ્યા છે આખરી ઓપ

તાજીયા 5 તારીખે સાંજે વેરી દરવાજા એક સાથે ભેગા થઈ મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિતનાં રૂટ પર પળમાં આવશે.
gondal   મુસ્લિમ યુવકો રાત દિવસ કામ કરી તાજીયાની તૈયારીઓને આપી રહ્યા છે આખરી ઓપ
Advertisement
  1. ગોંડલમાં અલગ-અલગ કલાત્મક તાજીયાની તૈયારીઓને આખરી ઓપ (Gondal)
  2. વિવિધ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રાત-દિવસ કરવામાં આવી રહી છે કામગીરી
  3. 5 તારીખે સાંજે તાજીયા વેરી દરવાજા એક સાથે ભેગા થશે
  4. મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિતનાં રૂટ પર પળમાં આવશે

ગોંડલ (Gondal) ખાતે ઇમામે હુસૈનની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તાજીયા બનવવામાં આવી રહ્યા છે. તાજીયા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. થર્મોકોલ, રંગબેરંગી લાઈટો અને જરીનો ઉપયોગ કરી અને કલાત્મક તાજીયા બનાવવાની ઝીણવટભરી કામગીરી કરી મુસ્લિમ યુવકો દ્વારા તાજીયાને (Tazia Festival) આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજાશાહીના સમયથી તાજીયા બનાવવામાં આવે છે, જેમાં 21 જેટલા મોટા તાજીયા આવતી 5 તારીખે પળમાં આવશે. મુસ્લિમ યુવકો દ્વારા જ્યારે તાજીયા બનાવવા બેસે છે ત્યારે શિસ્તબધ રીતે માથા પર તાજ (ટોપી) પહેરીને તાજીયા બનાવે છે એ પણ એક અનોખી પરંપરા છે.

આ પણ વાંચો - Junagadh : ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિધિ અંગે સરકારનો મહત્ત્વપૂર્ણ આદેશ!

Advertisement

Advertisement

આવતી 5 તારીખે સાંજે તાજીયા પળમાં આવશે

તાજીયા 5 તારીખે સાંજે વેરી દરવાજા એક સાથે ભેગા થઈ મોટી બજાર, દરબાર ચોક, પાંજરાપોળ, ચોરડી દરવાજા સહિતનાં રૂટ પર પળમાં આવશે અને 6 તારીખે બપોર બાદ વેરી દરવાજા, મોટી બજાર, પાંજરાપોળ, ચોરડી દરવાજાથી મક્કા મસ્જિદ થઈ ફરી દરબાર ચોક, માંડવી ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, ભગવતપરા બોદલશાપીરની દરગાહ (Gondal) પાસે પુર્ણાહુતી કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ (Muslim) બિરાદરો ઊમટી પડશે.

દેવપરાનો તાજીયો 100 દિવસમાં તૈયાર થશે

ગોંડલ દેવપરા તાજીયા નંબર 9 માં ત્રણ મહિના થયા તાજીયા બનવવાનું કામ ચાલુ છે. રોજિંદા 20 લોકો કામ કરે છે. એક-એક ઝીણી-ઝીણી ડિઝાઈનો ને અલગ-અલગ કટિંગ કરી થર્મોકોલમાં મેટાલિક કલર કરવામાં આવે છે. દેવપરાનો તાજીયો 100 દિવસમાં તૈયાર થશે. તાજીયામાં લોખંડનાં પાઇપ, થર્મોકોલ, led લેમ્પ, ફિક્સલ લેમ્પ, કલર, ફેવિકોલ, ટાચણી, ખીલી, સહિતની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તાજીયા ઓપરેટ કરવા માટે કંટ્રોલર એસ.એમ.પી.એસ, જનરેટર સહિતનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉપયોગમાં લેવામાં આવે છે.

આ પણ વાંચો - Gujarat Congess : ગુજરાત કોંગ્રેસનાં પાટીદાર નેતાઓની અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ

આંબલી શેરી તાજીયા નંબર 16 માં તાજીયાને તૈયારીને આખરી ઓપ

ન્યૂ સ્ટાર તાજીયા કમિટી તાજીયા નંબર 17 ચોરડી દરવાજા (સંઘાણી શેરી) નાં તાજીયો (Tazia Festival) 36 વર્ષથી બને છે. તાજીયા બનાવવાની તૈયારી છેલ્લા દોઢ મહિનાથી શરૂ કરી દેવામાં આવી છે. એક તાજીયો બનતા 50 દિવસ થશે. તાજીયામાં થર્મોકોલમાં જે ઝીણી-ઝીણી ડિઝાઇન કરવામાં આવે છે તે હાથે કટિંગ કરવામાં આવે છે. મશીનનો ક્યાંય પણ ઉપયોગ કરતા નથી. વરસાદનાં કારણે તાજીયો પલળે નહિ તેને લઈને પણ એક વ્યવસ્થા કરવામાં આવે છે. આ તાજીયો બનવવા માટે રોજિંદા 30 લોકો કામે લાગ્યા હોય છે. રોજ સાંજે 9 થી સવારે 5 વાગ્યા સુધી સતત કામ કરે છે.

મોવિયા રોડ પર અંદાજે 10 જેટલા કલાત્મક તાજીયા બની રહ્યા છે

ગોંડલ મોવિયા રોડ પર અલગ-અલગ કમિટી દ્વારા મુસ્લિમ બિરાદરોએ નાના મોટા 10 થી વધુ કલાત્મક તાજીયા બનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા બે મહિના અગાઉથી તાજીયા બનાવવાની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. રાત્રીનાં સમયે 30 થી વધુ લોકો રોજિંદા કામે લાગી જાય છે અને નાના બાળકો પણ તાજીયા બનવવામાં હર્ષભેર જોડાય છે.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Ahmedabad : GSFA ની 47 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ, પરિમલ નથવાણીની અધ્યક્ષ તરીકે પુનઃવરણી

Tags :
Advertisement

.

×