Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી! પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત

દરમિયાન, વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાશે, જેમાં તમામ સમાજને જોડાવવાનો પ્રયાસ કરાશે.
gondal   પાટીદાર હિતરક્ષક સમિતિએ ફરી બાંયો ચડાવી  પ્રેસ કોન્ફરન્સ યોજી કરી મોટી જાહેરાત
Advertisement
  1. ફરી એકવાર ગોંડલને લઈને ગરમાયું રાજકારણ! (Gondal)
  2. પાટીદાર હિતરક્ષક સમિતિ ગોંડલમાં કરશે મોટો કાર્યક્રમ
  3. 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી પર યોજાશે કાર્યક્રમ
  4. વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાશે
  5. ગોંડલ સામેની લડાઈમાં સૌ સાથે છીએઃ જિગીષા પટેલ

Gondal : રાજકોટ જિલ્લાના (Rajkot) ગોંડલમાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પાટીદાર હિતરક્ષક સમિતિએ (Patidar Hitrakshak Samiti) ફરી એકવાર બાંયો ચડાવી છે અને ગોંડલમાં પાટીદાર સમાજ (Patidaar Samaj) મોટો કાર્યક્રમ કરશે એવી જાહેરાત કરી છે. પાટીદાર અગ્રણી જિગીષા પટેલ (Jigisha Patel), હેમાંગ પટેલ અને રાજુ સખિયા સહિતનાં અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગે માહિતી આપી છે.

આ પણ વાંચો -Junagadh : UP ની યુવતીએ જુનાગઢના યુવકને લગ્નની લાલચ આપી, કિંમતી ઘરેણા-રોકડ લઈ ફરાર!

Advertisement

ગોંડલમાં 31 ઓક્ટોબરે સરદાર પટેલ જયંતી પર યોજાશે કાર્યક્રમ

જણાવી દઈએ કે,જિગીષા પટેલ, હેમાંગ પટેલ (Hemang Patel) અને રાજુ સખિયા સહિતનાં અગ્રણીઓએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે, 31 ઓકટોબરે એટલે કે સરદાર પટેલ જયંતી પર ગોંડલમાં પાટીદાર સમાજ મોટો કાર્યક્રમ યોજશે. દરમિયાન, વિનુ શિંગાળાની મૂર્તિ માટે ભૂમિપૂજન કાર્યક્રમ પણ યોજાશે, જેમાં તમામ સમાજને જોડાવવાનો પ્રયાસ કરાશે. જિગીષા પટેલે કહ્યું કે, ગોંડલ મુદ્દે ફરીથી એકઠા થયા છે. ગોંડલમાં ગુંડાગીરીને ખતમ કરવી એ જ અમારું ધ્યેય છે. ગુંડાઓની લડાઈનો ભોગ પાટીદાર સમાજ બને છે. ગોંડલ સામેની લડાઈમાં સૌ સાથે છીએ.

Advertisement

આ પણ વાંચો -Surat : ખાડીપૂરની સમસ્યા અંગે કેન્દ્રીય મંત્રી CR પાટીલના આદેશ બાદ કલેક્ટર એકશનમાં!

ગોંડલની લડાઈમાં તમામ પાટીદાર નેતા, અઢારે વર્ણના લોકોને જોડવાની કોશિશ

જ્યારે હેમાંગ પટેલે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં રાજસ્થાનનાં સાંસદ હનુમાન બેનિવાલ (Hanuman Beniwal) અને રોહતકના સાંસદ દિપેન્દરસિંહ હુડ્ડાને (Deepender Singh Hooda) પણ આમંત્રિત કરીશું. ઉપરાંત, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઈટાલિયાને (Gopal Italia) પણ આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવશે. જયરાજસિંહ, અનિરુદ્ધસિંહની (Ganesh Gondal) ગુંડાગીરી ખતમ થવી જોઈએ. જ્યારે, રાજુ સખિયાએ (Raju Sakhia) જણાવ્યું કે, ગોંડલનો લોહીયાળ ઈતિહાસ આવતી પેઢીને નથી આપવો. પાટીદાર અગ્રણીઓએ જણાવ્યું કે, કોઈ પણ લડાઈ એક વ્યક્તિથી નહીં પણ જુથથી લડાય છે. આ કાર્યક્રમ થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરાશે. તમામ પાટીદાર નેતાઓ અને અઢારે વર્ણના લોકોને જોડવાની કોશિશ છે.

આ પણ વાંચો - Kheda : જનપ્રતિનિધિની કામગીરી, ભ્રષ્ટાચાર સામે આવાજ ઊઠાવશો તો પડશે માર!

Tags :
Advertisement

.

×