Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal : PI સહિત 3 પોલીસકર્મી સામે ગોંડલ કોર્ટમાં અરજી, જાણો સમગ્ર મામલો

ફરિયાદમાં આરોપ અનુસાર, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં વિના વાંકે મારમારી કરી હતી.
gondal   pi સહિત 3 પોલીસકર્મી સામે ગોંડલ કોર્ટમાં અરજી  જાણો સમગ્ર મામલો
Advertisement
  1. રાજકોટ જિલ્લાના Gondal તાલુકામાં PI સહિત 3 પોલીસકર્મી સામે અરજી
  2. ગોંડલ કોર્ટમાં પોલીસકર્મીઓ સામે અરજી થતાં પોલીસ બેડામાં ચકચાર
  3. પરિણીતા પર દુષ્કર્મ આચરવાના કેસમાં સાક્ષીને માર માર્યો હોવાનો આરોપ
  4. ફરિયાદ બાદ પણ પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ

Rajkot : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં (Sultanpur Police Station) પરિણીતાએ નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદનાં સાક્ષીને મારમાર્યો હોવાની એસ.પી.ને ફરિયાદ બાદ ન્યાય ન મળતાં ભોગ બનનાર દિનેશભાઈએ ગોંડલ કોર્ટમાં (Gondal Court) અરજી આપતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો - Surat: માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો, દોઢ વર્ષના બાળકનું મોત

Advertisement

Gondal કોર્ટમાં PI સહિત 3 પોલીસકર્મી સામે અરજી

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર PI J.A. ખાચર, રાઈટર અનીલભાઈ અને અજાણ્યા બે પોલીસકર્મી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ-175 (3) મુજબ ગોંડલ કોર્ટમાં આરોપો સાથે અરજી આપી હતી અને જણાવ્યું હતું કે, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદનાં સાક્ષી તરીકે નિવેદન નોંધવા માટે સ્થળ પર બોલાવી આરોપી જેવું વર્તન કરવામાં આવ્યું હતું અને બેફામ માર માર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Himmat Rudani Case : પાટીદાર બિલ્ડર હત્યા કેસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયો

પરિણીતા પર દુષ્કર્મ કેસમાં સાક્ષીને માર માર્યાનો આરોપ, ગોંડલ કોર્ટમાં અરજી

ફરિયાદમાં આરોપ અનુસાર, સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં વિના વાંકે મારમારી કરી હતી. ત્યાર બાદ મામલતદાર જામીન ભરાવી છૂટ્ટા કર્યા હતા. શરીરમાં દુ:ખાવો થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં (Gondal Civil Hospital) સારવાર અર્થે ગયા હતા. ત્યારે પોલીસને જાણ કરાઈ હતી પરંતુ, ગોંડલ પોલીસે માત્ર નોંધ કરી કોઈ કાર્યવાહી કરી નહોતી. આ અંતે ગત તા.2 ના રોજ S.P. ને સમગ્ર હકીકતથી વાકેફ કરી લેખિત ફરિયાદ આપી હતી. ગત તા.9 ના રોજ શાપર વેરાવળ પોલીસ (Shapar Veraval Police) દ્વારા સમયપત્ર આપી નિવેદન માટે બોલાવ્યા હતા. જ્યાં ગત તા. 10 ના રોજ શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે જતાં PI હાજર ન હોવાથી અરજી આપી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અંતે ન્યાય માટે ગોંડલ કોર્ટમાં અરજી આપી ઉપરોક્ત પોલીસકર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માગ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

અહેવાલ  : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો - Gondal: પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસ, રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન

Tags :
Advertisement

.

×